Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan
Catalog link: https://jainqq.org/explore/023224/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજા વિરચિત યોગ વિવેક બત્રીશી એક પરિશીલના :સંકલન: પૂ.આ.ભ.શ્રી.વિ. ચન્દ્રગુપ્ત સૂ.મ. tપ્રકાશકઃ શ્રી અનેકાન્ત પ્રકાશન જેન રીલિજીયસ ટ્રસ્ટ Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાવિરચિત ત્રિ-ત્રિશિT' પ્રકરણાન્તર્ગત યોગવિવેક બત્રીશી-એક પરિશીલન, : પરિશીલન : પૂ. પરમશાસનપ્રભાવક પૂજ્યપાદ સ્વ.આ.ભ.શ્રી.વિ. રામચન્દ્ર નામ પટાલંકાર પૂ. સ્વ. આ. ભ. શ્રી વિ. મુતિચન્દ્રસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. સ્વ. આ. ભ. શ્રી. વિ. અમરગુમસૂ. મ. સા. ના શિષ્યરત્ન પૂ. આ. ભ. શ્રી. વિ. ચન્દ્રગુમસૂ. મ. શ્રી અનેક પ્રાણીને રીલીટ - - - - - : આર્થિક સહકાર : એક સત્રુહસ્થ શાન્તિનગર : મુંબઈ-વાલકેશ્વર Page #3 -------------------------------------------------------------------------- ________________ યોગવિવેક બત્રીશી-એક પરિશીલન - ૧૯ : પ્રકાશન : આવૃત્તિ - પ્રથમ નકલ - ૧૦૦૦ શ્રી અનેકાન્ત પ્રકાશન- જૈન રીલીજીયસ ટ્રસ્ટ શા. સૂર્યકાન્ત ચતુરલાલ મુ. પો. મુરબાડ (જિ. ઠાણે) મુકુંદભાઈ આર. શાહ પ, નવરત્ન ફ્લેક્ષ્ નવા વિકાસગૃહ માર્ગ પાલડી- અમદાવાદ-૭ પ્રાપ્તિસ્થાન : રજનીકાંત એફ. વોરા ૬૫૫, સાચાપીર સ્ટ્રીટ, પુણે કૅમ્પ, પુણે - ૪૧૧૦૦૧. વિ. સં. ૨૦૫૯ વિજયકર કાંતિલાલ ઝવેરી પ્રેમવર્ધક ફ્લેટ્સ નવા વિકાસગૃહ માર્ગ-પાલડી અમદાવાદ- ૩૮૦૦૦૭ જતીનભાઇ હેમચંદ શાહ ‘કોમલ’ છાપરીયાશેરી : મહીધરપુરા સુરત - ૩૯૫૦૦૩ : આર્થિક સહકાર : એક સગૃહસ્થ શાન્તિનગર : મુંબઈ-વાલકેશ્વર મુદ્રણ વ્યવસ્થા : કુમાર ૨૦૩, કેન્ટ ટાવર, ટી. પી. એસ. રોડ નં. ૫૧, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૯૨. ફોન : ૩૧૦૭૮૫૪૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પરિશીલનની પૂર્વે. અનન્તોપકારી દેવાધિદેવ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનની એ વિશેષતા છે કે જે, મોક્ષની સાથે આપણા આત્માનો યોગ કરાવી આપે છે. આ પરમતારક શાસનને છોડીને બીજો કોઈ જ યોગ નથી. આજ સુધી યોગનું નિરૂપણ માત્ર જૈનદર્શને જ કર્યું છે અને બીજાં દર્શનોએ એ કર્યું નથી એવું નથી. પરન્તુ બીજા દર્શનકારોએ કરેલા યોગનિરૂપણમાં અને શ્રી જૈનશાસને કરેલા એ નિરૂપણમાં ઘણું મોટું અન્તર છે. એ સમજાવવા માટે ગ્રન્થકારપરમર્ષિઓએ અનેક રીતે જુદી જુદી દૃષ્ટિએ યોગનું સ્વરૂપ તે તે ગ્રન્થોથી વર્ણવ્યું છે. એના અધ્યયનાદિ દ્વારા મુમુક્ષુ આત્માઓ યોગના વાસ્તવિક સ્વરૂપને સારી રીતે સમજી શકે છે. આ યોગવિવેક' બત્રીશીમાં સામાન્ય રીતે ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગનું સ્વરૂપ વર્ણવ્યું છે. યોગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રન્થના આધારે વર્ણન કરતી વખતે શરૂઆતમાં જ ગ્રન્થકારશ્રીએ ઈચ્છાયોગના વિષયમાં ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ‘નિર્માન એ વિધીયતે' આ પ્રમાણે જણાવીને યોગની સાધના માટેની અનિવાર્ય યોગ્યતા જણાવી છે. ગમે તેટલા આપણે બુદ્ધિશાળી હોઈએ અને અસાધારણ આપણી પ્રતિભા હોય, તોય ઈચ્છાયોગના પ્રસંગે પણ ધર્મની પ્રવૃત્તિ નિષ્કપટભાવે જ કરવાની છે. અન્યથા ઈચ્છાયોગની પણ પ્રાપ્તિ શક્ય નહીં બને. સામાન્ય રીતે ઈચ્છાના અભાવને છુપાવવા માટે શક્તિના અભાવને આગળ કરીને માયા કરવાની શરૂઆત થતી હોય છે. કામ કરવું ન હોય ત્યારે ‘ઈચ્છા નથી’ એમ કહેવાના બદલે ‘શક્તિ નથી’ એમ કહીને આરંભેલી માયા આત્માને ઈચ્છાયોગથી પણ દૂર રાખે છે. દરેક યોગની યોગ્યતા નિર્વ્યાજતાસ્વરૂપ છે. આ બત્રીશીના પ્રથમ શ્લોકથી એ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે વ્યાજ(માયા) સાથે કરાયેલ ધર્મ યોગાભાસસ્વરૂપ છે. ઈચ્છાયોગનું સ્વરૂપ વર્ણવીને ચોથા શ્લોકથી શાસ્ત્ર-યોગનું વર્ણન કર્યું છે. એનું મુખ્ય બીજ અપ્રમત્તતા છે. વિક્થાદિ પ્રમાદના પરિહાર વિના શાસ્ત્રયોગની આરાધના શક્ય નથી. પાંચમા શ્લોકથી Page #6 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્યયોગનું સ્વરૂપ વર્ણવતાં પ્રતિભાશાનનું નિરૂપણ કર્યું છે. તમ્મરાપ્રજ્ઞાદિ સ્વરૂપે અન્ય દર્શનકારોએ સ્વીકારેલ પ્રાતિજજ્ઞાનથી સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે. ધર્મસન્યાસ અને યોગસન્યાસ ભેદથી સામર્થ્યયોગ બે પ્રકારનો છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક સ્વરૂપે બે પ્રકારનો ધર્મસન્યાસયોગ છે, જે અનુક્રમે શપથ્રેણીમાં અને પ્રવ્રયાકાળમાં હોય છે... ઈત્યાદિનું નિરૂપણ કરીને યોગમાત્રના તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદનું નિરૂપણ કર્યું છે. કોઈ પણ નયની અપેક્ષાએ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તે તાત્વિક યોગ છે અને જે તેવા પ્રકારના ફળને પ્રાપ્ત કરાવતો નથી, પરંતુ યોગને ઉચિતવેષાદિના કારણે યોગ જેવો જણાય છે તે અતાત્ત્વિક યોગ છે. વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ અનુક્રમે અપુનર્બન્ધકાદિ આત્માને અને ચારિત્રવન્ત આત્માને તાત્વિક યોગ હોય છે. તેમ જ અતાત્વિક યોગ સબન્ધકાદિ જીવોને હોય છે. તાત્વિક અને અતાત્વિક ભેદથી જેમ યોગના બે પ્રકાર છે તેમ સાનુબન્ધ Page #7 -------------------------------------------------------------------------- ________________ નિરનુબંધ અને સાવ – અનાશ્રવ ભેદથી પણ યોગના બે પ્રકાર છે, જેનું સ્વરૂપ સત્તરમા અને અઢારમા શ્લોકમાં વર્ણવ્યું છે. ત્યારબાદ યોગના અધિકારી તરીકે યોગીજનોના પ્રકારોનું વર્ણન કરાયું છે. ફુલયોગી, ગોત્રયોગી, પ્રવૃત્તચક્રયોગી અને નિષ્પન્નયોગી-આ ચાર પ્રકારના યોગી જનોનું વર્ણન અહીં સ્પષ્ટપણે કર્યું છે. એ પ્રસંગે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકારના યોગને આશ્રયીને અહિંસા, સત્ય વગેરે યમોનું સ્વરૂપ પણ વર્ણવ્યું છે. અન્તે અવચકયોગત્રયનું વર્ણન કરી આ બત્રીશી પૂર્ણ કરી છે. ‘યોગબિન્દુ’ અને ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’માંના કેટલાક પદાર્થોને લઈને રચાયેલી આ બત્રીશીના અધ્યયનથી યોગવિવેકના જ્ઞાનને પ્રાપ્ત કરવા દ્વારા તેને પ્રાપ્ત કરી આપણે સૌ પરમાનંદના પાત્ર બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા.... આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ अथ प्रारभ्यते योगविवेकद्वात्रिंशिका | અધ્યાત્માદિ યોગના પ્રકારોને વર્ણવીને તેના અવાન્તર ભેદોને જણાવવા દ્વારા યોગનો વિવેક(પૃથક્તા) જણાવાય છે— इच्छां शास्त्रं च सामर्थ्यमाश्रित्य त्रिविधोऽप्ययम् । गीयते योगशास्त्रज्ञैर्निर्व्याजं यो विधीयते ।। १९ -१॥ ‘યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ત્રણ પ્રકારનો યોગ વર્ણવ્યો છે, જે નિષ્કપટભાવે વિહિત છે.’’-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અઢારમી બત્રીશીથી અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું વર્ણન કર્યું છે. આ બત્રીશીથી યોગના બીજા ભેદોનું નિરૂપણ કરાય છે. બીજી રીતે યોગના અનેક ભેદોનું એ રીતે વર્ણન કરવાથી યોગનું વિવિખ્ત જ્ઞાન થાય છે. અસંકીર્ણ સ્વરૂપે તેનું જ્ઞાન થવાથી યોગનું સુસ્પષ્ટજ્ઞાન થાય છે. યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગ વર્ણવ્યા છે. માત્ર શરત એટલી જ છે કે તે નિષ્કપટભાવે આરાધાય. કપટભાવે જો યોગનું વિધાન (આચરણ) કરવામાં આવે તો તે યોગાભાસસ્વરૂપ હોવાથી તેની ગણના જ થતી નથી. 6 કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષસાધક અસખ્ય યોગના પ્રકારોને ઈચ્છાયોગાદિ ત્રણ પ્રકારમાં સમાવીને યોગશાસ્ત્રના reporHx0x0x0x0x03 KÖTO KOTOK Page #9 -------------------------------------------------------------------------- ________________ જાણકારોએ યોગનું વર્ણન કર્યું છે. એ યોગની આરાધના નિષ્કપટભાવે થાય તો જ તે યોગરૂપ મનાય છે. અન્યથા પટભાવે(માયાપૂર્વક) કરેલા યોગો વસ્તુતઃ યોગાભાસ છે. તેથી તેની કોઈ ગણતરી જ કરાતી નથી. અર્થા મોક્ષની સાધનામાં તેનું કોઈ જ મૂલ્ય નથી. શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં સામાન્ય રીતે ઋજુ અને જડ, કાજુ અને પ્રાશ તેમ જ વક્ર અને જડ : એમ ત્રણ પ્રકારના જીવો છે. તેમાં વક જીવોને ધર્મારાધના દુષ્કર છે. કારણ કે માયાની અધિકતાથી એવા જીવો ધર્મની આરાધના સરળતાથી કરી શકતા નથી. પગમાં શલ્ય હોય તો માર્ગગમન કેટલું દુષ્કર બને છે-એનો આપણને પૂરતો અનુભવ છે. પરન્તુ મોક્ષની સાધનામાં માયાનું શલ્ય હોય તો શું થાય એનો વિચાર પણ આપણે કર્યો છે કે કેમ ? એનો જવાબ આપવાનું પણ આપણા માટે દુષ્કર છે. કઈકેટલી ય જાતિની માયા છે. કરવું નથી' એના બદલે થતું નથી' - આવા અધ્યવસાયથી માયાની શરૂઆત થાય છે. એ પ્રગટ ન થાય અને સર્વદા પ્રચ્છન્ન બની રહે એ માટે અનવરતપણે આપણને માયાનો આશ્રય કરવો પડે છે. આ બત્રીશીના પ્રારંભમાં જ રિવ્યજં જે વિધીવતે કહીને ખૂબ જ માર્મિક રીતે યોગના અર્થીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અત્યાર સુધી યોગને યોગાભાસ બનાવીને આરાધ્યો હોવાથી મોક્ષસાધક યોગની પ્રાપ્તિ આપણને થઈ નહીં. યોગને યોગાભાસ બનાવવામાં જો કોઈ મુખ્ય કારણ હોય તો તે માયા-પટને છોડીને બીજું Page #10 -------------------------------------------------------------------------- ________________ કોઈ જ નથી. યોગના આરંભકાળથી જ મુમુક્ષુ આત્માઓએ માયાના પરિહાર માટે પ્રયત્નપૂર્વક ધ્યાન આપવું જોઈએ. અન્યથા યોગના આરંભમાં જ યોગાભાસનો આરંભ થશે. ૧૯-૧ ઈચ્છાયોગનું નિરૂપણ કરાય છેचिकीर्षोः श्रुतशास्त्रस्य, ज्ञानिनोऽपि प्रमादिनः । कालादिविकलो योग, इच्छायोग उदाहृतः ॥१९-२॥ આગમમાં જણાવેલા અર્થને કરવાની ઈચ્છાવાળા જ્ઞાની એવા પણ પ્રમાદીનો કાલાદિથી વિકલ જે યોગ છે તેને ઈચ્છાયોગ કહેવાય છે.” આ પ્રમાણે બીજા લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે શ્રુતશાસ્ત્ર એટલે શ્રુતાગમ; અને શ્રુતાગમનો અર્થ કૃતાર્થ થાય છે. કારણ કે અર્થતે (તે) તમને અર્થદ્ જેના વડે તત્ત્વ અધિગત થાય છે તેને અર્થ કહેવાય છે. આવી વ્યુત્પત્તિથી અર્થ અને આગમ બંને સમાનાર્થક છે. એ મુજબ શ્રુતશાસ્ત્રને અર્વાદ્ આગમમાં જેનું વિધાન કરાયું છે તે ધૃતાર્થને કરવાની ઈચ્છાને ધરનારા એવા જ્ઞાનીઓનો જે કાલાદિથી વિલ યોગ(ધર્મવ્યાપાર) છે, તેને ઈચ્છાયોગ કહેવાય છે. તાત્પર્ય એ છે કે આગમમાં વિધાન કરેલા અનુષ્ઠાનને કરવાની ઈચ્છા હોય અને તે અનુષ્ઠાન કઈ રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે અને એ માટે ક્યા દ્રવ્યાદિની અપેક્ષા છે.. વગેરેનું જ્ઞાન હોય તો પણ એવા જ્ઞાનીને વિસ્થા-નિદ્રાદિ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદને લઈને તે અનુષ્ઠાન તે રીતે કરવાનું શક્ય બનતું નથી. તેથી તે તે અનુષ્ઠાનો કાળ, દ્રવ્ય કે ક્ષેત્ર વગેરેની ઉપેક્ષા કરીને થતાં હોય છે. તેવા પ્રકારના ક્ષયોપશમના અભાવે શ્રી અરિહન્તપરમાત્માની આજ્ઞા મુજબ કાલાદિથી અવિકલ અનુષ્ઠાન થતું નથી. પરન્તુ નિષ્કપટભાવે, તે અનુષ્ઠાન શ્રી વીતરાગપરમાત્માના વચન અનુસાર કરવાની ઈચ્છા હોવાથી કાલાદિથી વિકલ(અસંપૂર્ણ) પણ અનુષ્ઠાન તેઓ કરે છે. એવા જ્ઞાની પ્રમાદીનો ચૈત્યવન્દનાદિધર્મવ્યાપારસ્વરૂપ યોગ ઈચ્છાયોગ કહેવાય છે. એ વિકલ અનુષ્ઠાનમાં ઈચ્છાનું જ પ્રાધાન્ય હોવાથી તેને ઈચ્છાયોગ કહેવાય છે. અહીં સમજી લેવું જોઈએ કે પ્રમાદાદિના કારણે જ્ઞાનીઓ પણ જ્યારે તે તે અનુષ્ઠાનો શાસ્ત્રાનુસાર કરી શકતા નથી ત્યારે કોઈ પણ જાતિની માયા સેવ્યા વિના ઉત્કટ ઈચ્છાથી કરાતાં તે તે ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાનો ઈચ્છાયોગના કહેવાય છે. કરવાયોગ્ય અનુષ્ઠાનનું જ્ઞાન હોવું જોઈએ, તેને અનુકૂળ ક્ષયોપશમનો અભાવ હોય, વિથાદિ પ્રમાદનો અવરોધ હોય અને અનુષ્ઠાનસમ્બન્ધી પ્રબળ ઈચ્છા હોય ત્યારે ઈચ્છાયોગની પ્રાપ્તિ થતી હોય છે. અજ્ઞાનથી, મજેથી, સામર્થ્ય હોવા છતાં ગતાનુગતિકે કરાતાં વિકલ અનુષ્ઠાનો ઈચ્છાયોગની મર્યાદામાં આવતાં નથી. અહીં યાદ રાખવું જોઈએ કે યોગના ભેદો વર્ણવવાનું અહીં તાત્પર્ય છે. યોગાભાસનું વર્ણન કરવાનું તાત્પર્ય ન હોવાથી સાક્ષાત્ કે પરમ્પરાએ મોક્ષની સાધકતાનો જ વિચાર કરીને યોગસ્વરૂપ સમજવું જોઈએ. ||૧૯-૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવ્યા મુજબ મુખ્ય કર્મ(કાર્ય-અનુષ્ઠાન) ઈચ્છાયોગ હોવાથી તેનું અડ્ગ પણ ઈચ્છાયોગ છે-તે જણાવાય છે साङ्गमप्येककं कर्म, प्रतिपन्ने प्रमादिनः । नत्वेच्छायोगत इति, श्रवणादत्र मज्जति ॥ १९ - ३ || “લાંબા કાળ સુધી ચાલે એવા પ્રધાન(ઉત્તમ) કાર્ય કરવામાં તત્પર બનનારા પ્રમાદવાળા જીવોનું થોડું અવિલ પણ કોઈ કર્મ(કાર્ય-અનુષ્ઠાન), ‘ઈચ્છાયોગથી નમસ્કાર કરીને’–આ પ્રમાણે વચન હોવાથી ઈચ્છાયોગમાં સમાય છે. અર્થાર્ એ કર્મ પણ ઈચ્છાયોગનું મનાય છે.’’-આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે ‘શ્રીયોગદૃષ્ટિ સમુચ્ચય’ના પ્રારંભમાં જ ગ્રન્થકારશ્રીએ ‘નત્વેચ્છાયો તોડયોન યોશિશમાંં નિનોત્તમમ્... ઈત્યાદિનો ઉલ્લેખ કરી ગ્રન્થના આરંભે મઙ્ગલ તરીકે ઈચ્છાયોગને આશ્રયીને મઙ્ગલ કર્યું છે (ઈષ્ટદેવતાને નમસ્કાર કર્યો છે.)-એમ જણાવ્યું છે. એની પાછળનો આશય એ છે કે ગ્રન્થરચનાસ્વરૂપ પ્રધાન કાર્યનો આદર કર્યા પછી લાંબા કાળ સુધી ચાલનારા કાર્ય વખતે પ્રમાદનો સંભવ હોવાથી પ્રમાદવાળાનું એ અનુષ્ઠાન ઈચ્છાયોગનું છે. તેથી તેનું અજ્ઞભૂત નમસ્કારાત્મક મઙ્ગલ સ્વરૂપ અનુષ્ઠાન પણ ઈચ્છાયોગનું છે. અન્યથા વાગ્નમસ્કારમાત્રસ્વરૂપ એ મંગલરૂપ અનુષ્ઠાન વિશુદ્ધ-શાસ્ત્રયોગાદિ સ્વરૂપ થઈ શકે છે. કારણ કે અત્યન્ત અલ્પકાલીન એ renorror renown ૫ 191221©1$r@ Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુષ્ઠાન છે. અપ્રમત્તપણે થઈ શકનારું એ કર્મ હોવા છતાં. ઈચ્છાયોગના અધિકારી યોગદૃષ્ટિસમુચ્ચયના કર્તા ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે પ્રકરણના આરંભે નસ્વેચ્છાચોળતોડયોમ્....ઈત્યાદિ વચન દ્વારા તેને ઈચ્છાયોગનું વર્ણવ્યું છે, તે; ઉપર જણાવ્યા મુજબ અવિલ પણ અનુષ્ઠાન ઈચ્છાયોગનું હોવાથી મૃષાવાદનો પરિત્યાગ કરવા માટે અને સર્વત્ર ઉચિત જ પ્રવૃત્તિ કરવી જોઈએ એ જણાવવા માટે છે. અન્યથા અવિલ અનુષ્ઠાનને ઈચ્છાયોગનું વર્ણવવાનો કોઈ જ અર્થ નથી. અવિકલ-અનુષ્ઠાનમાત્ર, જો શાસ્ત્રયોગાદિસ્વરૂપ જ હોય અને તે અત્યન્ત અલ્પકાલીન હોવાથી કરી શકાતું હોય તો એને ઈચ્છાયોગનું વર્ણવવાથી મૃષાવાદનો પ્રસંગ આવે. તેમ જ તેને ઈચ્છાયોગનું ન વર્ણવીએ તોય તે અશક્ય ન હોવાથી તે કરવામાં ઔચિત્યનો ભંગ પણ નથી... એ સમજી શકાય છે. તેમ જ ઉપર જણાવ્યા મુજબ અવિકલ એવા અજ્ઞભૂત એ અનુષ્ઠાનને ઈચ્છાયોગનું વર્ણવવાથી મૃષાવાદનો પરિહાર થાય છે. અને ઈચ્છાયોગના અધિકારીએ તે મુજબ જ અનુષ્ઠાન કર્યું હોવાથી ઔચિત્યપૂર્વક જ એનો આરંભ છે-એ પણ સમજી શકાય છે. યદ્યપિ અલ્પકાલીન વાગ્નમસ્કારાદિસ્વરૂપ અવિકલ અનુષ્ઠાનને ઈચ્છાયોગનું અનુષ્ઠાન માનવાની આવશ્યકતા નથી. કારણ કે તે વિલ નથી. પરન્તુ વાગ્યોગનમસ્કાર સ્વરૂપ પ્રકૃત અનુષ્ઠાન ઈચ્છાયોગથી થયેલું છે. કારણ કે prox 111161 prereroyenoyoter ener Page #14 -------------------------------------------------------------------------- ________________ દીર્ઘકાલીન ગ્રન્થરચના સ્વરૂપ અનુષ્ઠાન ઈચ્છાયોગનું છે અને ઈષ્ટદેવતાનમસ્કાર(સ્તવ)સ્વરૂપ મંગલ તેના પર્યાય(અલ્ગ)ભૂત છે. તેથી ઈચ્છાયોગથી જન્ય એ અનુષ્ઠાન ઈચ્છાયોગનું છે, એમ કહેવામાં કોઈ દોષ નથી-એ વિચારવું જોઈએ. I૧૯-શા શાસ્ત્રયોગનું નિરૂપણ કરાય છેयथाशक्त्यप्रमत्तस्य, तीव्रश्रद्धावबोधतः । शास्त्रयोगस्त्वखंडाराधनादुपदिश्यते ॥१९-४॥ . “તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે પ્રમાદથી રહિત એવા આત્માની, શક્તિના અતિક્રમણ વિના જે અખંડપણે આરાધના થાય છે તે વચનાનુષ્ઠાનને લઈને શાસ્ત્રયોગ જણાવાય છે અર્થાત્ તે અનુષ્ઠાન શાસ્ત્રયોગનું વર્ણવાય છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે તેવા પ્રકારના મિથ્યાત્વાદિ મોહનીય વગેરે કર્મના અપગમથી આત્માને નિર્મલતર શ્રદ્ધા અને અવબોધની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરદેવોના પ્રવચન પ્રત્યે જે આસ્તિક્ષ્ય ('છે' એવી ઢ માન્યતા) છે, તેને શ્રદ્ધા કહેવાય છે અને તત્ત્વપરિચ્છેદસ્વરૂપ અવબોધ છે. એ તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે વિકથા કે નિદ્રાદિ પ્રમાદથી રહિત એવા આત્માઓ, પોતાની શક્તિનો સમગ્રપણે ઉપયોગ કરી અર્થાત્ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના તે તે અનુષ્ઠાનો અખંડપણે આરાધે છે. તેમનાં તે તે કાલાદિથી Page #15 -------------------------------------------------------------------------- ________________ અવિકલ અનુષ્ઠાનથી શાસ્વયોગ સિદ્ધ બને છે. તીવ્ર શ્રદ્ધા અને અવબોધ, શક્તિનો સમગ્ર રીતે ઉપયોગ, વિકળ્યાદિ પ્રમાદનો પરિહાર અને કાલાદિસાપેક્ષ અખંડ આરાધનાને આશ્રયીને શાસ્ત્રયોગનો વિચાર કરવો જોઈએ. દૃઢશ્રદ્ધા, અત્યન્ત સ્પષ્ટ બોધ, અપ્રતિમવીર્ષોલ્લાસ, પ્રમાદનો અભાવ અને કાલાદિનો આગ્રહ : આ શાસ્ત્રયોગનાં મુખ્ય સાધનો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી તે તે દોષોથી રહિત અખંડિત અનુષ્ઠાનો શાસ્ત્રયોગનાં છે. ૧૯-૪ સામર્થ્યયોગનું વર્ણન કરાય છે शास्त्रेण दर्शितोपायः, फलपर्यवसायिना । तदतिक्रान्तविषयः, सामर्थ्याख्योऽतिशक्तितः ॥१९-५॥ “મોક્ષસ્વરૂપ ફળ સુધીનું વર્ણન કરનારા શાસ્ત્ર વડે જેનો ઉપાય જણાવાયો છે અને શક્તિની પ્રબળતાના કારણે જે શાસ્ત્રનો વિષય બનતો નથી, તે સામર્થ્યયોગ છે.”-એ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રો મોક્ષસ્વરૂપ અન્તિમ ફળની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરતાં હોય છે. તેથી શાસ્ત્ર ફલપર્યવસાયી હોય છે. ફલપર્યવસાયી એવા શાસ્ત્ર વડે સામાન્યથી સામર્થ્યયોગનો ઉપાય ચારિત્ર વગેરે વર્ણવાયો છે. જે પણ થોડાઘણા વિશેષ હેતુઓનું વર્ણન શાસ્ત્રમાં ઉપલબ્ધ છે તે દ્વારમાત્રને જણાવવા વડે તે તે વિશેષ હેતુઓનું દિશાસૂચન Page #16 -------------------------------------------------------------------------- ________________ માત્ર છે. આથી સમજી શકાય છે કે શાસ્ત્ર લપર્યવસાયી હોવા છતાં ફળના ઉપાયોનું વર્ણન સામાન્યથી જ કરે છે. આ રીતે સામર્થ્યયોગ લપર્યવસાયી એવા શાસ્ત્રનો વિષય છે અને તેની શક્તિ પ્રબળ હોવાથી તે શાસ્ત્રના વિષયથી અતિક્રાન્ત છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની શક્તિ અધિક છે, તે સ્પષ્ટ છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે અને સામર્થ્યયોગથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. ||૧૯-૫|| સામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાન્તવિષયવાળો છે : તેનું સમર્થન કરાય છે - शास्त्रादेव न बुध्यन्ते, सर्वथा सिद्धिहेतवः । अन्यथा श्रवणादेव, सर्वज्ञत्वं प्रसज्यते ॥ १९-६॥ “મોક્ષનાં કારણોનો બધી રીતે બોધ શાસ્ત્રથી જ થતો નથી. અન્યથા શાસ્ત્રથી જ તેનો બોધ થાય તો શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ આવશે.’’-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષના કારણભૂત યોગો અસખ્ય છે, એ બધા બધી રીતે શાસ્ત્રથી જ જણાતા નથી. કારણ કે શાસ્ત્રનું એટલું સામર્થ્ય નથી. શાસ્ત્રથી જ જો એ બધા સિદ્ધિહેતુઓ જણાય તો શાસ્ત્રના જ્ઞાતાઓ સર્વશ જ થઈ જાય. અર્થાત્ તેઓ બધામાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ આવશે. ચપિ શાસ્ત્રથી જ બધા ય સિદ્ધિહેતુઓને જાણવા XOXOXOXOXOXOXOXOXOX Page #17 -------------------------------------------------------------------------- ________________ છતાંય સર્વજ્ઞત્વની સિદ્ધિને કરી આપનાર ઉત્કૃષ્ટહેતુભૂત જ્ઞાન ન હોવાથી શાસ્ત્રના જ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ નહીં આવે. પરન્તુ શાસ્ત્રથી જ સઘળાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થતું હોય તો સર્વજ્ઞત્વની સિદ્ધિના ઉપધાયક ઉત્કૃષ્ટહેતુભૂત જ્ઞાન પણ થવું જ જોઈએ અને તેથી માત્ર શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ. યદ્યપિ સર્વ સિદ્ધિહેતુઓનું શાસ્ત્રથી જ્ઞાન થવા છતાં એ મુજબ સર્વહેચોપાદેયની નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ આચરણરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયેલી ન હોવાથી જ માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને વિશે સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. પરન્તુ સર્વસિદ્ધિહેતુઓના જ્ઞાનથી હેયોપાદેયના ઉપલંભ સ્વરૂપાચરણાત્મક ચારિત્રમાં વિલંબ થવાનું કોઈ જ કારણ નથી. તેથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ. આશય એ છે કે હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્ર છે. સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોય તો ચારિત્રની ઉત્પત્તિમાં વિલંબ થવાનું કોઈ જ કારણ નથી. જ્ઞાનના પ્રતિભાસિત વિષયો જ આચરણના વિષય હોય છે. જ્ઞાન સંવાદી પ્રવૃત્તિનું જનક હોય છે. એ અપેક્ષાએ જ્ઞાનમાં જેટલી શેયની વર્ષના છે, તેટલી ચારિત્રની વર્તના છે. જ્ઞેયને કૃતિનો વિષય બનાવવાથી ઉપલંભ થતો હોય છે. હેયની નિવૃત્તિ, ઉપાદેયની પ્રવૃત્તિ અને તદ્ભિન્ન જ્ઞેયની ઉપેક્ષા વસ્તુત: જ્ઞેયનો ઉપલંભ છે, તદાત્મક આચરણ સ્વરૂપ ચારિત્ર છે અને એ ચારિત્ર સર્વજ્ઞતાની સિદ્ધિનું ઉપધાયક 1616161616161616112211 11616161616161 Page #18 -------------------------------------------------------------------------- ________________ છે. એના અભાવમાં સર્વજ્ઞતાની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રથી જ જો બધાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થઈ જાય તો તેવા પ્રકારના ચારિત્રની પ્રાપ્તિમાં વિલંબનું કોઈ જ કારણ નહિ હોવાથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસગ્ન આવશે. | સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોવા છતાં સાયિકભાવનું ચારિત્ર નહિ હોવાથી સર્વજ્ઞત્વનો પ્રસજ્ઞ યદ્યપિ આવતો નથી. પરંતુ જ્યાં જ્યાં સર્વસિધિ-ઉપાયનું જ્ઞાન છે, ત્યાં ત્યાં સર્વજ્ઞત્વ છે-આ પ્રમાણે સર્વજ્ઞત્વનું વ્યાપ્ય સર્વસિધિ-ઉપાયનું જ્ઞાન હોવાથી શાસ્ત્રથી જ જો સર્વસિધ્યાયનું જ્ઞાન થતું હોય તો માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવું જ પડશે. કારણ કે જ્યાં વ્યાપ્ય (ધૂમાદિ) હોય ત્યાં વ્યાપક (વહિન વગેરે) હોય જ એ સ્પષ્ટ છે. આ વિષયને જણાવતાં યોગદૃષ્ટિ સમુચ્ચય' માં ફરમાવ્યું છે કે-સિદ્િધ નામના પદની સમ્પ્રાપ્તિના હેતુવિશેષ સમ્યગ્દર્શન વગેરે, પરમાર્થથી અહીં લોકમાં યોગીઓ વડે સર્વપ્રકારે જ શાસ્ત્રથી જ જાણી શકાતા નથી. કારણ કે તેના અનન્સ પ્રકારો છે. શાસ્ત્રથી જ વિના વિલંબે ફળ આપવાદિ બધા પ્રકારે મોક્ષપ્રાપ્તિહેતુઓનું જ્ઞાન થવાથી કેવલજ્ઞાનની જેમ સાક્ષાત્કાર થવાના કારણે શ્રોતા એવા યોગીને સર્વજ્ઞપણાની સિદ્ધિ થશે. અને તેથી શાસ્ત્રશ્રવણ વખતે મોક્ષપદની પ્રાપ્તિનો પ્રસદ્ગ આવશે. કારણ કે અયોગિકેવલિત્વના સદ્ભાવનું જ્ઞાન તે વખતે શાસ્ત્રશ્રવણથી જ થયેલું હશે. I૧૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા પ્રસિદ્ગને ઈષ્ટાપત્તિથી નિવારી નહિ શકાય, એનું કારણ જણાવાય છે प्रातिभज्ञानगम्यस्तत्सामर्थ्याख्योऽयमिष्यते । अरुणोदयकल्पं हि, प्राच्यं तत्केवलार्कतः ॥१९-७॥ “તેથી પ્રાતિજજ્ઞાનથી જણાતો આ સામર્થ્ય નામનો યોગ કહેવાય છે. કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યના પૂર્વકાળમાં થનાર અરુણોદયજેવો આ સામર્થ્યયોગ છે.”-આ પ્રમાણે સાતમા શ્લોનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્ય યોગનું સ્વરૂપ શાસ્વાતીત છે. તેનું વર્ણન જો શાસ્ત્રો કરે તો ઉપર જણાવ્યા મુજબ તે તે શાસ્ત્રના શ્રવણકાળમાં શ્રોતાઓને મોક્ષની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. એ પ્રસંગ ઈષ્ટ જ છેએમ કહી શકાય એવું નથી, કારણ કે એમ બનતું નથી. તેથી સામર્થ્યયોગને શાસ્ત્રથી ગમ્ય માનતા નથી, પરંતુ પ્રાતિભજ્ઞાનથી ગમ્ય મનાય છે. | સર્વજ્ઞપણાનો કારણભૂત એ યોગ માર્ગાનુસારી પ્રકૃષ્ટ વિચારનો જ વિષય છે, વાણીનો તે વિષય નથી. કારણ કે ક્ષપબ્રેણીના કાળમાં થનાર ધર્મવ્યાપાર માત્ર સ્વાનુભવથી જ વેદ્ય(ગમ્ય) છે. પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ ક્ષકશ્રેણીના કાળમાં હોવાથી તે શાસ્ત્રથી ગમ્ય નથી પરંતુ સ્વાનુભવ(પ્રાતિજ્ઞાનાત્મક અનુભવ)થી ગમ્ય બને છે. યદ્યપિ પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રથી ગમ્ય નથી : એ કહેવાનું ઉચિત નથી. કારણ કે પ્રાતિજજ્ઞાન પણ શ્રુતજ્ઞાનવિશેષ સ્વરૂપ છે. અન્યથા એને શ્રુતજ્ઞાનથી Page #20 -------------------------------------------------------------------------- ________________ : અતિરિક્ત માનવામાં આવે તો છઠું જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે અર્થાર્ જ્ઞાન પાંચ છે : એ વાક્યનો વિરોધ આવશે. તેથી સામર્થ્યયોગમાં શાસ્ત્રાતિક્રાન્તવિષયત્વ છે (શાસ્ત્રમાં સર્વ પ્રકારે તેનું વર્ણન નથી.)-એ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. પરન્તુ પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોવાથી તેનાથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાન્તગોચર છે-એમ કહેવામાં કોઈ દોષ નથી. ‘“પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોય તો છઠ્ઠા જ્ઞાનને માનવાનો પ્રસંગ આવશે” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તે પ્રાતિભજ્ઞાન કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યની પૂર્વકાળમાં થતું હોવાથી અરુણોય(લાલ આભા) જેવું છે. અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનની વચ્ચે થનારું એ જ્ઞાન હોવાથી તેનો સમાવેશ ઉભયમાં શક્ય છે. ૧૯-ગા અરુણોદયજેવું પ્રાતિભજ્ઞાન છઠ્ઠું જ્ઞાન નથી-એ સ્પષ્ટ કરાય છે— रात्रेर्दिनादपि पृथग्, यथा नो वारुणोदयः । श्रुताच्च केवलज्ञानात्, तथेदमपि भाव्यताम् ॥ १९-८॥ “જેમ અરુણોદય રાત્રિ અને દિવસથી પૃથક્ (અતિરિક્ત) અથવા અપૃથક્(અનતિરિક્ત) નથી, તેમ કેવલજ્ઞાનથી કે શ્રુતજ્ઞાનથી આ પ્રાતિભજ્ઞાન પૃથક્ કે અપૃથક્ નથી-એ વિચારવું જોઈએ.’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અરુણોદય રાત અને દિવસના અન્તે અને શરૂઆતમાં થાય છે, તે જેમ રાત અને Connorror ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ દિવસથી અતિરિક્ત નથી તેમ જ બન્નેથી અનતિરિક્ત પણ નથી. કારણ કે તેને રાત-દિવસ સ્વરૂપ માનવાનું શક્ય નથી. રાત અને દિવસની પૂર્વે કે પછી થનાર અરુણોદયને તે બંનેના અંશસ્વરૂપ માનવાનું શક્ય નથી. તેથી તેને રાત કે દિવસથી પૃથકે અપૃથ માની શકાય એમ નથી. એવી જ રીતે પ્રાતિજજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. કૃપશ્રેણીના કાળમાં જ થનાર એ ક્ષયોપશમભાવવાળું જ્ઞાન હોવાથી શ્રુતજ્ઞાનસ્વરૂપ હોવા છતાં તત્ત્વથી તે શ્રુતસ્વરૂપે સંવ્યવહાર્ય નથી. તેમ જ સઘળાંય દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરતું ન હોવાથી અને ક્ષાયોપથમિક હોવાથી સાયિક એવા કેવલજ્ઞાનથી ભિન્ન છે. આમ છતાં શ્રુતજ્ઞાનના અને અને કેવલજ્ઞાનની પૂર્વેની અવસ્થામાં વ્યવસ્થિત હોવાથી પ્રાતિજ્ઞાનને શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનથી અભિન્ન મનાય છે. કારણ કે પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનનું કાર્ય છે અને કેવલજ્ઞાનનું કારણ છે. તેથી ઉપચારથી તેને તે બન્ને સ્વરૂપ મનાય છે, અતિરિક્ત નથી માન્યું, જેથી પ્રાતિજ્ઞાનને મતિજ્ઞાનાદિથી અતિરિક્ત છઠ્ઠા જ્ઞાન સ્વરૂપે માનવાનો પ્રસડ્ઝ નહીં આવે. I૧૯-૮ સામર્થ્યયોગને જણાવનાર પ્રાતિજ્ઞાન છે. એ વાત અન્યદર્શનકારોએ પણ માની છે, તે જણાવાય છે– ऋतम्भरादिभिः शब्दैर्वाच्यमेतत्परैरपि । इष्यते गमकत्वं चामुष्य व्यासोऽपि यज्जगौ ॥१९-९॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ “આ પ્રાતિભજ્ઞાનને સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે અન્યદર્શનકારોએ ઋતમ્બરાપ્રજ્ઞા ઈત્યાદિ નામે ઇછ્યું છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ કહ્યું છે કે-(જે ગ્લો.નં. ૧૦માં જણાવાશે.)’’–આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પાતઞ્જલાદિએ સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે આ પ્રાતિભજ્ઞાનને ઋતમ્ભરાપ્રજ્ઞા વગેરે નામથી જણાવ્યું છે. મોક્ષના સાધનભૂત તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે પ્રાપ્ત થનારી એ પ્રજ્ઞા છે. દરેક દર્શનકારોએ એવી અવસ્થાવિશેષનું વર્ણન જુદી જુદી રીતે કર્યું છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવક સામર્થ્યયોગ છે અને તેનું જ્ઞાપક પ્રાતિભજ્ઞાન છે. જેને અન્યદર્શનકારોએ ઋતમ્ભરાપ્રજ્ઞા, તારક્શાન વગેરે શબ્દો દ્વારા વર્ણવ્યું છે. સામર્થ્યયોગને જણાવવાનું સામર્થ્ય પ્રાતિભજ્ઞાનાદિમાં જ મનાય છે. ૫૧૯-૯૫ મહર્ષિ વ્યાસે જે વર્ણવ્યું છે તે જણાવાય છે— आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च । ત્રિધા પ્રશ્પયન્ પ્રજ્ઞાં, મતે યોગમુત્તમમ્ ॥૬૧-૨૦ના ‘આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી : એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાનો ઉપયોગ કરનાર ઉત્તમ એવા યોગને પ્રાપ્ત કરે છે.'' આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગના ગમક-જ્ઞાપક તરીકે ઋતંભરાપ્રજ્ઞા સ્વરૂપે પ્રાતિભજ્ઞાનનું વ્યાસમહર્ષિએ વર્ણન કર્યું merroronsorex ૧૫૦૦-૭૦૦છું, Page #23 -------------------------------------------------------------------------- ________________ છે. આ શ્લોથી વ્યાસમહર્ષિએ એ પ્રજ્ઞાનું તેના ફળના વર્ણન દ્વારા વર્ણન કર્યું છે. એનો આશય એ છે કે આગમના ઉપયોગથી, ત્યાર પછી અનુમાનના ઉપયોગથી અને અને ધ્યાનાભ્યાસના રસના ઉપયોગથી જે આત્માઓ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ-વ્યાપાર(કાર્યાન્વિત) કરે છે, તેને ઉત્તમયોગની પ્રાપ્તિ થાય છે. રાગાદિથી રહિત એવા આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે, જે શાસ્ત્રસ્વરૂપે પ્રસિદ્ધ છે. અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વની સિદિધ માટે એ એક જ આપણા માટે સાધન છે. શાસ્ત્રસિદ્ધ તે તે પદાર્થની સિદ્ધિની દૃઢતા માટે અનુમાન છે. લિફ્ટ(ધૂમાદિ)જ્ઞાનથી થનાર લિગ્ગી(અગ્નિ વગેરે)ના જ્ઞાનને અનુમાન કહેવાય છે. શાસ્ત્રથી જાણેલા(શાસ્ત્રશ્રવણ દ્વારા જાણેલા) અર્થોને અનુમાનથી ગ્રહણ કરવાના કારણે જ્ઞાનમાં દૃઢતા આવે છે. અનુમાનથી અર્થગ્રહણ કરવાના કારણે આગમથી જાણેલા અર્થની ઉપપત્તિ થાય છે. આ રીતે આગમ અને અનુમાનથી ગ્રહણ કરેલા અર્થની દિદ્રક્ષા(જોવાની ઈચ્છા)ને લઈને તે અર્થના વારંવાર સતત અનુશીલન સ્વરૂપ ધ્યાનાભ્યાસના રસથી તમ્મરાપ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જેનો વિષય આગમ(શ્રુત) અને અનુમાનના વિષયથી જુદો છે-એ સમજી શકાય છે. આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી બુદ્ધિનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ યોગની-સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. મતિજ્ઞાનાદિના ક્ષયોપશમાદિના કારણે મળેલી પ્રજ્ઞાનો ઉપર Page #24 -------------------------------------------------------------------------- ________________ જણાવ્યા મુજબ ત્રણ રીતે ઉપયોગ કરવાથી ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. એક રીતે વિચારવાથી સમજાશે કે પ્રજ્ઞાનો એ જ ઉપયોગ છે. શાસ્ત્રની વાતોનો સ્વીકાર કરી અને અનુમાનથી એની દૃઢ પ્રતીતિ કરી તેને સાક્ષાત્ કરવા સતત તેના ધ્યાનનો રસ કેળવવો જોઈએ. આ રીતે પ્રજ્ઞાનો ત્રણ પ્રકારે ઉપયોગ કરવાથી ઉત્તમ એવા યોગની પ્રાપ્તિ થાય છે, જે સર્વોત્કૃષ્ટ-સામર્થ્યયોગસ્વરૂપ છે. ૧૯-૧ના ઉપર જણાવેલા સામર્થ્યયોગના પ્રકાર જણાવાય છે– द्विधाऽयं धर्मसन्न्यासयोगसन्न्याससंज्ञितः ।। क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु ॥१९-११॥ ધર્મસંન્યાસનામવાળો અને યોગસન્યાસનામવાળો સામર્થ્યયોગ બે પ્રકારનો છે. ધર્મસંન્યાસમાંનો ધર્મ લાયોપથમિક છે અને યોગસંન્યાસઘટક યોગ કાયાદિના વ્યાપાર(પ્રવૃત્તિ) સ્વરૂપ છે. આ પ્રમાણે અગિયારમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામર્થ્યયોગ બે પ્રકારનો છે. એકનું નામ ધર્મસન્યાસ છે અને બીજાનું નામ યોગસંન્યાસ છે. શ્લોકમાંના ‘સન્યાસોનાક્ષત્તિ:' -આ પદનો અર્થ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સંજ્ઞા જેને થઈ છે તે સામર્થ્યયોગ છે. જે જણાય છે તે સંજ્ઞા છે.'-આ અર્થની અપેક્ષાએ સંજ્ઞા શબ્દનો અર્થ તેનું (પદાર્થ-સામર્થ્યયોગનું) સ્વરૂપ થાય છે. પરન્તુ ooooo to or O nategoroscottoo Page #25 -------------------------------------------------------------------------- ________________ સંજ્ઞા શબ્દનો અર્થ અહીં નામ નથી. આથી સમજી શકાશે કે ધર્મસંન્યાસસ્વરૂપ અને યોગસંન્યાસસ્વરૂપ : આ બે સ્વરૂપના ભેદથી તે તે સ્વરૂપવાળા સામર્થ્યયોગનું દૈવિધ્ય છે. ધર્મસન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ અને યોગસન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ : આ બે પ્રકારનો સામર્થ્યયોગ છે. તેમાં જે ધર્મોનો સન્યાસ છે, તે ધર્મો ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થયેલા છે. ક્ષમા વગેરે ધર્મો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તે ક્ષમા, મુક્તિ(ઈચ્છાનો અભાવ), ઋજુતા વગેરે ધર્મોનો ધર્મસન્યાસયોગમાં સન્યાસ હોય છે. ‘મૂકી દેવું તેને ન્યાસ કહેવાય છે. અને સારી રીતે મૂકી દેવું તેને સન્યાસ કહેવાય છે. “એક્વાર મૂકી(છોડી) દીધા પછી ફરી પાછું તેનું ગ્રહણ ન કરવું તે સન્યાસ છે. ક્ષમાદિ ધર્મોનો ક્ષયોપશમભાવ આજ સુધી અનેકવાર થયો હતો. તેનો ત્યાગ પણ અનેકવાર થયો. પરંતુ તેને ફરી પાછા ગ્રહણ ક્ય. તેથી ધર્મસન્યાસયોગની પ્રાપ્તિ થઈ નહીં. ધર્મસન્યાસયોગમાં ક્ષયોપશમભાવના ક્ષમા, મુક્તિ અને ઋજુતાદિ ધર્મોનો સન્યાસ થાય છે. તે બધા ધર્મો ક્ષાયિકભાવે પરિણમતા હોવાથી ફરી પાછો તે ધર્મોનો ન્યાસ કરવાનો પ્રસંગ આવતો નથી. કાયા અને વચનાદિના વ્યાપાર(કર્મ-ક્રિયા-પ્રવૃત્તિ)ને અહીં યોગસન્યાસયોગમાં યોગ કહેવાય છે. કાયયોગાદિનો ત્યાગ ક્યા પછી ફરીથી તેનું ગ્રહણ કરવું પડતું ન હોવાથી તે વખતે યોગનો સન્યાસ થાય છે, જે યોગનિરોધની અવસ્થા Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપે પ્રસિદ્ધ છે. યોગસન્યાસયોગના ફળસ્વરૂપે પરમપદ પ્રાપ્ત થાય છે. તેથી અશરીરીપણામાં કાયાદિકર્મનો સર્વથા અભાવ થાય છે. ૧૯-૧૧ ઉપર જણાવેલા ધર્મસન્યાસાદિ યોગ ક્યારે હોય છેતે જણાવાય છેद्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत् ।। आयोज्यकरणावं, द्वितीय इति तद्विदः ॥१९-१२॥ પ્રથમ-ધર્મસન્યાસયોગ બીજા અપૂર્વકરણ વખતે તાત્ત્વિક રીતે હોય છે અને બીજો યોગસન્યાસયોગ આયોજ્યકરણ પછી તાત્ત્વિક રીતે હોય છે એ પ્રમાણે સામર્થ્યયોગના જાણકારો કહે છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગમાં પ્રથમ જે ધર્મસંન્યાસ સ્વરૂપ સામર્થ્યયોગ છે તે દ્વિતીય અપૂર્વકરણ વખતે તાત્વિક રીતે હોય છે. આત્માનો શુદ્ધપરિણામવિશેષ અપૂર્વકરણ છે. રાગદ્વેષના તીવ્ર પરિણામ સ્વરૂપ ગ્રન્થિના ભેદનો કારણભૂત આત્મપરિણામ(અધ્યવસાય) પ્રથમ અપૂર્વકરણ છે. તે પરિણામ વખતે તાવિક રીતે ધર્મસંન્યાસયોગ પ્રાપ્ત થતો ન હોવાથી અહીં દ્વિતીય અપૂર્વકરણનું ગ્રહણ કર્યું છે. પ્રથમ અપૂર્વકરણનો વ્યવચ્છેદ ક્યું છે. કારણ કે પહેલા અપૂર્વકરણમાં તાત્ત્વિક સામર્થ્યયોગની સિદ્ધિ થતી નથી. શ્લોકમાં ‘દિતી’ પદનું ઉપાદાન કર્યું ન હોત તો સામાન્યથી અપૂર્વ Oritteronterator Organts rotesterto Page #27 -------------------------------------------------------------------------- ________________ કરણમાત્રમાં તાત્ત્વિક સામર્થ્યયોગની સિદ્ધિ માનવાનો પ્રસંગ આવત. યદ્યપિ પ્રથમ અપૂર્વકરણમાં તેવા પ્રકારના સામર્થ્યયોગની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને અપૂર્વકરણ કહેવું ના જોઈએ, પરન્તુ અનાદિકાળથી પ્રાપ્ત નહીં થયેલા એવા ગ્રન્થિભેદ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે અપૂર્વફળને આશ્રયીને તે પ્રમાણે ત્યાં અપૂર્વકરણના નિરૂપણમાં કહેવામાં આવ્યું છે. પ્રથમ અપૂર્વકરણ પ્રધાન છે. બીજું અપૂર્વકરણ પ્રધાનતમ છે. તેથી તે મુજબ તે બંન્નેનો ઉપન્યાસ કર્યો છે. પાનપૂર્વીએ તે ચારુ અર્થાત્ સુંદર છે. દ્વિતીય અપૂર્વકરણ સુંદર છે. એની અપેક્ષાએ પ્રથમ અપૂર્વરણ ઓછું સુંદર છે એ પ્રમાણે આગમના જાણકારો જણાવે છે. તે તેથી સ્પષ્ટ છે કે, તેવા પ્રકારની અન્તઃકોટાકોટિ સાગરોપમની આસપાસની કર્મસ્થિતિનું સખ્યાત સાગરોપમ પ્રમાણ અતિક્રમ થયે છતે પ્રાપ્ત થનારા બીજા આ અપૂર્વકરણમાં પ્રથમ ધર્મસન્યાસસ્વરૂપ યોગ તાત્વિક રીતે પ્રાપ્ત થાય છે. છઠા-સાતમા ગુણસ્થાનકે જે કર્મસ્થિતિ હોય છે, તે સ્થિતિ સખ્યાત સાગરોપમ જેટલી ઓછી થાય ત્યારે આ બીજું અપૂર્વકરણ હોય છે. અને તેમાં પ્રથમ ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ તાત્ત્વિક હોય છે. કારણ કે એ સમયે શપબ્રેણીનો આરંભ કરનાર યોગીને ક્ષયોપશમભાવના ક્ષમા વગેરે ધર્મોની નિવૃત્તિ થાય છે. અતાત્ત્વિક(અપારમાર્થિક) એવો ધર્મસંન્યાસયોગ તો Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાકાળમાં પણ હોય છે. કારણ કે તે સમયે પ્રવૃત્તિસ્વરૂપ (સાવદ્યપ્રવૃત્તિસ્વરૂપ) ધર્મોનો સંન્યાસ હોય છે. પ્રવ્રજ્યા દરમ્યાન પૂજા દાનાદિ ધર્મોનો ત્યાગ કરવાનો હોય છે. તેથી પ્રવ્રજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિ(સ્વીકાર) સ્વરૂપ છે. ચતુર્થગુણસ્થાનકાદિ માટે વિહિત પણ એવી પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મોનો, છઠ્ઠા ગુણસ્થાનકાદિ માટે તે નિષિદ્ધ હોવાથી ત્યાગ કરવો પડે છે. આથી જ એ પ્રવ્રજ્યાનો અધિકારી ભવિરત મનાય છે. રાગ, પ્રવૃત્તિનું કારણ છે અને વૈરાગ્ય નિવૃત્તિનું કારણ છે. નિવૃત્તિ વખતે પ્રવૃત્તિસ્વરૂપ ધર્મોનો ત્યાગ હોય જ : એ સમજી શકાય છે. પ્રવ્રજ્યાના અધિકારી તરીકે ભવિરક્તનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-આર્યદેશમાં જન્મેલા, વિશિષ્ટ જાતિ અને કુળવાળા, લગભગ ક્ષીણ થયેલા કર્મમલવાળા, નિર્મળબુદ્ધિવાળા, ‘મનુષ્યપણું દુર્લભ છે, જન્મ-મરણનું કારણ છે, પુણ્યથી પ્રાપ્ત સમ્પત્તિ ચંચળ છે, વિષયો દુ:ખના કારણ છે, સંયોગના અન્તે વિયોગ છે, પ્રત્યેક ક્ષણે મરણ છે (આયુષ્ય ક્ષીણ થાય છે), ભવાન્તરમાં ભયંકર વિપાક છે.''આ પ્રમાણે સંસારની નિર્ગુણતાના જ્ઞાનવાળા, તેથી જ તેનાથી વિરક્ત થયેલા, અત્યન્તમન્દ કષાયવાળા, અલ્પ(નહિવત્) હાસ્ય રતિ વગેરે નોકષાયવાળા, કૃતજ્ઞ, વિનયવાળા, દીક્ષા લેવાની ભાવના પૂર્વે પણ રાજા મન્ત્રી વગેરેથી માન્ય બનેલા, ગુર્વાદિકનો દ્રોહ નહીં કરનારા, અક્ષત અઙ્ગવાળા, શ્રદ્ધાવન્ત અને સામેથી પોતાની મેળે દીક્ષા લેવા માટે આવેલા જીવો ૨૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાના અધિકારી છે. જે જીવો એવા નથી, તેઓ જ્ઞાનયોગની આરાધના કરી શકતા નથી અને જે જીવો આવા છે તેઓ જ્ઞાનયોગની આરાધના કરતા નથી એવું નથી અર્થાત્ કરતા હોય છે. આગમ શ્રી સર્વજ્ઞભગવન્તોના વચન સ્વરૂપ છે. તેથી ત્યાં આ વાત જણાવી નથી-એવું નથી. કેવલજ્ઞાન વડે, અચિન્તવીર્યના કારણે ભવોપગ્રાહી કમ તત્કાલમાં ક્ષય પામે તે રીતે વ્યવસ્થિત કરી તે કર્મોનો ક્ષય કરવાના વ્યાપારને(આત્માના પ્રયત્નવિશેષને) આયોજ્યકરણ કહેવાય છે. તેનું ફળ શૈલેશી-અવસ્થા છે. આયોજ્યકરણ પછી યોગસન્યાસસ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે તેના જાણકારો કહે છે. શૈલૈશી-અવસ્થામાં કાયા, વચન અને મનના યોગોનો સન્યાસ થવાથી અયોગ નામના સર્વસન્યાસ સ્વરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૯-૧૨ા. યોગસામાન્યના ભેદ જણાવાય છેतात्त्विकोऽतात्त्विकश्चेति, सामान्येन द्विधाप्ययम् । तात्त्विको वास्तवोऽन्यस्तु, तदाभासः प्रकीर्तितः ॥१९-१३॥ સામાન્યથી આ યોગ તાત્ત્વિક અને અતાત્ત્વિક એમ બે પ્રકારે પણ મનાય છે. તાત્વિક્યોગ વાસ્તવિક હોય છે અને અતાત્ત્વિક્યોગ તો યોગાભાસસ્વરૂપ કહેવાય છે.” આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી એટલે કે યોગના અધ્યાત્માદિ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિશેષભેદોની વિવક્ષા ન કરીએ તો યોગસામાન્યના તાત્વિક અને અતાત્વિક: આવા બે ભેદ છે અર્થાત્ તાત્વિક અને અતાત્ત્વિક ભેદથી યોગ બે પ્રકારનો પણ મનાય છે. તાત્વિક્યોગ કોઈ પણ નયને આશ્રયીને સાક્ષાત્ કે પરમ્પરાએ આત્માને મોક્ષની સાથે જોડી આપવા સ્વરૂપ ફળવાળો હોવાથી તે વાસ્તવિક છે. પરંતુ તાત્વિક્યોગને છોડીને જે બીજો અતાત્ત્વિક્યોગ છે, તે કોઈ પણ નયની અપેક્ષાએ મોક્ષની સાથે આત્માને જોડી આપનારો ન હોવાથી વાસ્તવિક નથી. યોગને ઉચિત વેષાદિના કારણે યોગની જેમ પ્રતીત થતો હોવાથી તે યોગાભાસ, યોગ તરીકે વર્ણવાય છે, પરમાર્થથી તો તે યોગ નથી. ૧૯-૧૩ તાત્વિક્યોગ કોને હોય છે, તે જણાવાય છેअपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्त्विकः । अध्यात्मभावनारूपो, निश्चयेनोत्तरस्य तु ॥१९-१४॥ તાત્વિક અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારનયથી અપુનર્બન્ધદશાને પામેલા આત્માને હોય છે અને નિશ્ચયનયથી તે ચારિત્રસમ્પન્ન આત્માને જ હોય છે.”આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કારણમાં કાર્યનો ઉપચાર કરવા સ્વરૂપ વ્યવહારથી અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ (તાત્ત્વિક્યોગ), અપુનબંધૂકદશાને પામેલા આત્માઓને હોય છે. જે જીવો હવે પછી મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટ OOO tooooooo S & Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ અથવા ઉત્કૃષ્ટસનો બંધ કરવાના નથી એવા જીવોને અપુનર્બન્ધક કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી યોગના કારણને યોગ માનવામાં આવે છે. તેથી અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ તાત્વિક્યોગ અપુનર્બન્ધદશામાં પણ માનવામાં આવે છે. તેમ જ ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે હોય છે-એ સમજી લેવું જોઈએ. નિશ્ચયનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો ન હોવાથી તાત્ત્વિક રીતે અધ્યાત્માદિયોગ ચારિત્રસમ્પન્ન આત્માઓને જ હોય છે, અપુનર્બન્ધકાદિને તે હોતો નથી. અહીં આ શ્લોથી અધ્યાત્મ અને ભાવના યોગ તાત્ત્વિક રીતે કોને હોય છે, તે જણાવ્યું છે. ધ્યાનાદિ યોગ અંગે હવે પછી જણાવાશે. ૧૯-૧૪. - અતાત્વિક અધ્યાત્માદિ યોગ કોને હોય છે તે જણાવાય છે– सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । प्रत्यपायफलप्रायस्तथावेषादिमात्रतः ॥१९-१५॥ “સકૃદાવર્તનાદિક જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારથી અને નિશ્ચયથી અતાત્વિક હોય છે. તેવા પ્રકારના વેષાદિમાત્ર જ હોવાથી એવા અતાત્વિક યોગનું ફળ પ્રાયઃ અનર્થ છે.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે જે જીવો હજુ મિથ્યાત્વ Page #32 -------------------------------------------------------------------------- ________________ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો એકવાર બન્ધ કરવાના છે તેમને સમૃદાવર્તન(સમૃદ્બન્ધક) કહેવાય છે. તેમ જ તેવા પ્રકારની ઉત્કૃષ્ટસ્થિતિનો બન્ધ બે વાર કરવાના છે તેમને દ્વિરાવર્તન કહેવાય છે. શ્લોકમાંના સવાવર્તનાવીનામ્ ના જ્ઞાતિ પદથી દ્વિરાવર્તન (દ્વિર્બન્ધક) જીવો અને ત્રિરાવર્તનાદિ જીવોનો સંગ્રહ કરાય છે. એ સમૃદ્બન્ધક અને દ્વિર્બન્ધકાદિ જીવોને વ્યવહારથી તેમ જ નિશ્ચયથી અતાત્ત્વિક યોગ હોય છે. કારણ કે તે જીવોના પરિણામ અશુદ્ધ હોય છે. તેથી સમૃદ્બન્ધકાદિ જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ અતાત્ત્વિક હોય છે. એ અતાત્ત્વિક યોગનું ફળ પ્રાયે કરી અનર્થ હોય છે. કોઈ જીવવિશેષને તેનું તેવા પ્રકારનું અનિષ્ટ-અનર્થસ્વરૂપ ફળ કોઈ વાર ન પણ પ્રાપ્ત થાય. પરન્તુ મોટા ભાગે અતાત્ત્વિકયોગ અનર્થપ્રદ જ છે. અતાત્ત્વિયોગ વખતે, તેવા પ્રકારના(તાત્ત્વિકયોગને અનુકૂળ) ભાવથી સારભૂત અધ્યાત્મ અને ભાવના યોગવાળા યોગી જનોને ઉચિત એવો વેષ તેમ જ તેવી ક્રિયા અને ભાષા હોય છે. અર્થાત્ માત્ર બાહ્ય વેષ, ક્રિયા વગેરે હોય છે; પરન્તુ કોઈ પણ પ્રકારની તેવી શ્રદ્ધા હોતી નથી. બાહ્ય દૃષ્ટિએ યોગી જનોનું સ્વરૂપ, તેમની કાચિક ચેષ્ટા અને વચનની પ્રવૃત્તિ અતાત્ત્વિયોગવાળા આત્માઓમાં જોવા મળે પરન્તુ આન્તરિક એવી કોઈ શ્રદ્ધા તેમનામાં હોતી નથી, જેથી બહુલતયા એ આત્માઓને અનર્થની જ પ્રાપ્તિ થતી હોય છે. તથાભવ્યત્વની 1661611616115 ૨૫ મ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિશિષ્ટતાએ કોઈ વાર આવા અતાત્ત્વિક યોગની પ્રવૃત્તિથી તે જીવવિશેષને પ્રત્યાય-અનર્થની પ્રાપ્તિ થતી નથી. તેથી શ્લોમાં પ્રાયઃ પદનું ઉત્પાદન કર્યું છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૯-૧પ ધ્યાનાદિયોગ કોને હોય છે તે જણાવાય છેशुद्ध्यपेक्षो यथायोगं, चारित्रवत एव च ।। हन्त ध्यानादिको योगस्तात्त्विकः प्रविजृम्भते ॥१९-१६॥ “યોગને અનુસરી ઉત્તરોત્તર શુદ્ધિની અપેક્ષાએ ચારિત્રવાળા જ આત્માઓને પારમાર્થિક ધ્યાન વગેરે યોગનો આવિર્ભાવ થાય છે.” આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે તે તે અવસ્થાના અધ્યવસાય મુજબ ઉત્તરોત્તર થતી પરિણામની શુદ્ધિને લઈને પ્રવર્તતા ચારિત્રવાળા આત્માઓને જ પારમાર્થિક એક જ સ્વરૂપવાળો ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય સ્વરૂપ યોગ પ્રાપ્ત થાય છે. ચારિત્રવન આત્માઓને છોડીને બીજા અવિરતિવાળા આત્માઓને ધ્યાનાદિસ્વરૂપ તાત્ત્વિક્યોગની પ્રાપ્તિ થતી નથી. ધ્યાનાદિસ્વરૂપ તાત્વિક્યોગ ચારિત્રવાળાને જ હોય છે, બીજાઓને નહીં- આ નિયમ છે. ઈત્યાદિ સ્પષ્ટ છે. યોગબિન્દુમાં શ્લો.નં. ૩૭૧નું અહીં થોડું અનુસન્ધાન કરવું જોઈએ. શુધ્યક્ષ યથાયો ના સ્થાને શુધ્યક્ષ યથોત્તર આવો પાઠ ત્યાં છે. આમ જોઈએ તો બંનેનું તાત્પર્ય એક છે જે, તે શ્લોકને જોવાથી સમજી શકાશે. ૧૯-૧૬ ororatoronot 2015) a resotorecoronter Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકારાન્તરે યોગસામાન્યના ભેદ જણાવાય છેअपायाभावभावाभ्यां, सानुबन्धोऽपरश्च सः । निरुपक्रमकर्मैवाऽपायो योगस्य बाधकम् ।।१९ - १७ ॥ “અપાયના અસદ્ભાવ અને સદ્ભાવને લઈને અનુક્રમે સાનુબન્ધ અને નિરનુબન્ધ : એ બે પ્રકારનો યોગ છે. યોગનું બાધક એવું નિરુપક્રમ કર્મ જ અહીં અપાય છે.'’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે અપાયથી રહિત યોગ સાનુબન્ધ છે અને અપાયથી સહિત યોગ નિરનુબન્ધ છે. આ રીતે યોગના સાપાય અને નિરપાય આ બે ભેદ છે. અહીં નિરુપક્રમકોટિનું ચારિત્રમોહનીયકર્મ અપાય છે. વિશેષ પ્રકારના અનુષ્ઠાનને કરવા છતાં પણ જે કર્મનો ઉચ્છેદ થતો નથી અથવા જે કર્મના, ફળને આપવાના સામર્થ્યનો નાશ થઈ શકતો નથી, એવા કર્મને નિરુપક્રમ કર્મ કહેવાય છે. એવા પ્રકારના નિરુપક્રમ ચારિત્રમોહનીયકર્મ સ્વરૂપ અપાયને લઈને યોગ નિરનુબન્ધ બને છે. કારણ કે એ કર્મ યોગનું બાધક બને છે. ૧૯-૧ા S પ્રકારાન્તરથી યોગના ભેદો જણાવાય છે— बहुजन्मान्तरकरः, सापायस्यैव साश्रवः । अनाश्रवस्त्वेकजन्मा, तत्त्वाङ्गव्यवहारतः ।।१९ - १८॥ ‘“અપાય(નિરુપક્રમ ચારિત્રમોહનીયર્સ)વાળા આત્માને જ ઘણા બીજા જન્મોને કરનારો સાશ્રવયોગ હોય છે. pornoxox ૨૦૦ pre Page #35 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનારા વ્યવહારનયની અપેક્ષાએ એક જન્મવાળો અનાશ્રવયોગ છે.” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે યોગના સાપાય અને નિરપાય જેમ બે ભેદ છે તેમ સાશ્રવ અને અનાશ્રવ : આ પણ બે ભેદ છે. ચારિત્રમોહનીયસ્વરૂપ નિરુપક્રમકર્મવાળા(સાપાયયોગવાળા) આત્માને જ સાઢવયોગ હોય છે. સામવયોગ દેવ, મનુષ્ય વગેરે અનેક જન્મોની પ્રાપ્તિ કરાવનારો બને છે. કારણ કે નિરુપક્રમ(ઉપકમરહિત)કર્મ, અવશ્ય ભોગવવાં પડે છે, જેથી એના કારણે વારંવાર જનમવું પડે છે. આ રીતે સાઢવયોગ વર્તમાન જન્મને છોડીને બીજા દેવ કે મનુષ્ય વગેરે અનેક જન્મોનું કારણ બને છે. અનાથવયોગ તો વર્તમાન એક મનુષ્યજન્મવાળો જ હોય છે અર્થા એ જન્મને છોડીને બીજા જન્મનું, એ અનાવયોગ કારણ થતો નથી, યદ્યપિ અયોગકેવલીગુણસ્થાનકની પૂર્વે સર્વસંવરભાવ ન હોવાથી આશ્રવનો અભાવ નથી. તેથી એ વખતે વર્તમાન જન્મમાં અનાશ્રવયોગનો સંભવ નથી, પરંતુ નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનાર તત્ત્વાડ્મસ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવયોગનું નિરૂપણ અહીં છે, તેથી કોઈ દોષ નથી. કારણ કે તત્ત્વાલ્ગભૂત(નિશ્ચયપ્રાપક) વ્યવહારનય, કષાયપ્રત્યયિક(કષાયના કારણે) કર્મબન્ધસ્વરૂપ જ આશ્રવને સ્વીકારે છે. તેથી યોગાદિપ્રત્યયિક અલ્પકાળ પ્રમાણ આશ્રવ હોવા છતાં અનાશ્રવત્વ માનવામાં કોઈ દોષ નથી, જ્યાં Page #36 -------------------------------------------------------------------------- ________________ કષાયપ્રત્યયિક કર્મબન્ધ થાય છે, ત્યાં તાદૃશ વ્યવહારનયને આશ્રયીને આશ્રવત્વ મનાય છે, અન્યત્ર નહીં. આ વિષયને વર્ણવતાં યોગબિન્દુમાં ફરમાવ્યું છે કે“બન્ધનું કારણ હોવાથી આશ્રવ બન્ધસ્વરૂપ છે. (કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી-એ અર્થ થાય છે.) જે કારણથી એ બધે સામ્પરાયિક(ષાયપ્રત્યયિક) મુખ્ય-વાસ્તવિક મનાય છે તેથી આશ્રવનો સામ્પરાયિક કર્મબન્ધ સ્વરૂપ અર્થ સંગત છે.” (યો.બિ. ૩૭૬) “આ પ્રમાણે જેમ કષાયવાળા આત્માને સાવયોગ હોય છે, તેમ ચરમશરીરી (તદ્ભવમુક્તિગામી)ને કષાયનો દશમા સૂક્ષ્મસમ્પરાયગુણસ્થાનકના અન્ત વિગમ થવાથી યોગપ્રત્યયિક બે સમયવાળો વેદનીય કર્મનો અલ્પકાલીન આશ્રવ હોવા છતાં અનાશ્રવયોગ મનાય છે.” (યો.બિ. ૩૭૭) “નિશ્ચયથી અર્થા નિશ્ચયોપલક્ષિત(નિશ્ચયપ્રાપક)વ્યવહારથી અહીં યોગના નિરૂપણને વિષે સર્વત્ર વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવત્યાદિ શબ્દોનો અર્થ કરવામાં આવ્યો છે. નિશ્ચય અને વ્યવહાર બને નયો અભિપ્રેત અર્થને જણાવનારા છે. નિશ્ચયનયથી અયોગી કેવલીપરમાત્માને અનાશ્રવયોગ હોય છે અને નિશ્ચયના કારણભૂત વ્યવહારનયને આશ્રયીને કષાયરહિત આત્માને અનાશ્રવ યોગ હોય છે.” (યોબિ. ૩૭૮). યોગબિંદુના ૩૭૮મા શ્લોકમાં નિશ્ચયે અહીં તુતીયા વિભક્તિનો અર્થ ઉપલક્ષણ છે. તેથી “નિશ્ચયેનોપક્ષિતાત્કારવ્યવહાર:'-આ પ્રમાણે અન્વય સમજવો. એનો Page #37 -------------------------------------------------------------------------- ________________ અર્થ ઉપર જણાવ્યો છે. અહીં બત્રીશીના સાશ્ર... વગેરે પાઠના સ્થાને યોગબિન્દુમાં લાવ... વગેરે પાઠ છે. _I૧૯-૧૮ આ રીતે સા2વ અને અનાથવ સ્વરૂપે યોગના બે પ્રકારનું વર્ણન કરીને હવે શાસ્ત્રીય રીતે યોગનું અધિકારિત્વ અને અનધિકારિત્વ સ્વરૂપે યોગના બે પ્રકાર જણાવવાની ભાવનાથી કહેવાય છેशास्त्रेणाधीयते चायं, नासिधैर्गोत्रयोगिनाम् ।.. सिद्धेर्निष्पन्नयोगस्य, नोद्देशः पश्यकस्य यत् ॥१९-१९॥ “ગોત્રયોગીઓને યોગથી સાધ્ય એવા ફળની સિદ્ધિ થતી ન હોવાથી યોગનાં શાસ્ત્રો વડે યોગનું અધ્યયન થતું નથી. તેમ જ નિષ્પન્નયોગીઓને ફળની સિદ્િધ થયેલી હોવાથી એ રીતે યોગનું અધ્યયન થતું નથી, કારણ કે જેઓએ જાણવાયોગ્ય જાણી લીધું છે તેમને ઉપદેશ હોતો નથી.”આ પ્રમાણે ઓગણીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે જેઓ ગોત્રમાત્રથી જ યોગી છે, પરન્તુ યોગની સાથે જેમને કશો જ સંબંધ નથી-એવા યોગીઓને ગોવયોગી કહેવાય છે. આવા માત્ર ગોત્રના કારણે યોગી થયેલા જીવો, તેમનું મન મલિન હોવાથી, યોગથી સાધ્ય એવા ફળને પ્રાપ્ત કરી શક્તા નથી. તેથી તેવા પ્રકારની ફળની અસિદ્ધિધના કારણે યોગશાસ્ત્રથી યોગનું અધ્યયન તેમને કરાવાતું નથી. જેમને ફળ મળવાનું નથી તેમને સાધન Page #38 -------------------------------------------------------------------------- ________________ આપવાનો કોઈ અર્થ નથી-એ સમજી શકાય છે. માત્ર ગોત્રથી યોગીઓનું મન મલિન હોવાથી યોગનું ફળ પામવાની શક્યતા જ તેમને નથી. આવી જ રીતે જેમને સામર્થ્યયોગથી જ કાર્યની (વિવક્ષિત ફળની) સિદ્ધિ થઈ ગઈ છે, એવા નિષ્પન્નયોગીઓને પણ શાસ્ત્રથી યોગનું અધ્યયન કરાવવાનું રહેતું નથી. અસદ્ગાનુષ્ઠાનના પ્રવાહના દર્શનથી જેમને યોગની સિદ્ધિ થઈ છે-એવા સિદ્ધયોગીઓને અહીં નિષ્પન્નયોગીઓ કહેવાય છે. તેમને કાર્ય સિદ્ધ હોવાથી કારણની આવશ્યક્તા નથી. કારણ કે પશ્યકને અર્થાત્ પોતાની મેળે વેદ્ય(જાણવાયોગ્ય)ને જેણે જાણી લીધું છે તેને ઉદ્દેશ નથી અર્થા સ-અસહ્ના કર્તવ્યાકર્તવ્યનો ઉપદેશ અપાતો નથી. આથી એ વાતને જણાવતાં શ્રી આચારાગસૂત્રમાં પણ જણાવ્યું છે કે ડલો પાસાણ નલ્થિ અર્થાત્ સ્વતઃ જે વિદિતવેદ્ય (જાણવાયોગ્ય જેણે જાણી લીધું છે તે) છે, તેને ઉપદેશ નથી. ૧૯-૧૯લા શાસ્ત્રથી જેને યોગનું અધ્યયન કરાવાય છે, તે જણાવાય છે कुलप्रवृत्तचक्राणां, शास्त्रात् तत्तदुपक्रिया । योगाचार्यैर्विनिर्दिष्टं, तल्लक्षणमिदं पुनः ॥१९-२०॥ “યોગશાસ્ત્રથી કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તચક્ર યોગીઓને તે તે ઉપકાર(યોગની સિદ્િધ સ્વરૂપ ઉપકાર) Page #39 -------------------------------------------------------------------------- ________________ થાય છે. યોગાચાર્યોએ તે યોગીઓનું લક્ષણ આ પ્રમાણે (આગળના શ્લોકમાં જણાવવામાં આવશે તે) જણાવ્યું છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમનાં લક્ષણો હવે પછી જણાવવામાં આવશે તે કુલયોગી અને પ્રવૃત્તચક યોગીઓને યોગશાસ્ત્રના અધ્યયનથી જુદી જુદી રીતે પ્રસિદ્ધ એવા યોગની સિદ્ધિ સ્વરૂપ ઉપકાર થાય છે. વ્યવહાર-નિશ્ચય, સાપાય-અનયાય, સાવ-અનાશ્રવ અને ઈચ્છાદિ સ્થાનાદિ તેમ જ પ્રીત્યાદિ સ્વરૂપે યોગ પ્રસિદ્ધ છે. એ યોગોની સિદ્ધિ, કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તયોગી(પ્રવૃત્તચક્યોગી)ઓને જ યોગશાસ્ત્રના અભ્યાસથી થાય છે. તેમના માટે યોગસમ્બન્ધી ઉપદેશ છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં(૨૦૯) એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “આ યોગશાસ્ત્રના અધિકારી કુલયોગી અને પ્રવૃત્તચક યોગીઓ જ છે. બીજા યોગીઓ તેના અધિકારી નથી. કારણ કે તે બીજા યોગીઓમાંના ગોત્રયોગીને સિદ્ધિધનો સંભવ નથી અને નિષ્પન્નયોગીને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે. યોગનું પ્રતિપાદન-નિરૂપણ કરનારા આચાર્યભગવન્તોએ કુલયોગી વગેરે યોગીઓનું લક્ષણ નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. ૧૯-૨ કુલયોગીઓનું સ્વરૂપ(લક્ષણો જણાવાય છેये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नाऽपरे ॥१९-२१॥ pornooooon o pretooooo Page #40 -------------------------------------------------------------------------- ________________ “જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે, તેમ જ જેઓ તેમના ધર્મની પ્રવૃત્તિને કરનારા છે, તેમને કુલયોગી કહેવાય છે. બીજા ગોત્રવન્તો પણ, કુલયોગી કહેવાતા નથી.”-આ પ્રમાણે એક્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેઓ યોગીજનોના કુળમાં જન્મ પામ્યા છે, તેમ જ જેઓ સ્વભાવથી તેવા ન હોવા છતાં યોગીજનોના ધર્મનું અનુસરણ કરે છે, તેમને કુલયોગી કહેવાય છે. દ્રવ્યથી અને ભાવથી તેઓ કુલયોગી છે. ગોત્રવન્તો અર્થાત્ સામાન્યથી કર્મની અપેક્ષાએ ભવ્ય હોવા છતાં જેઓ યોગીજનોના ધર્મનું અનુસરણ કરતા નથી, તેઓને કુલયોગી તરીકે માનતા નથી. આ શ્લોકની ટીકામાં વપૂમિમવ્યા સપિ...આ પાઠ છે, તેના સ્થાને યોગદૃષ્ટિસમુચ્ચયમાં શ્લો.નં. ૨૧૦ની ટીકામાં ભૂમિવ્યા વિ.આવો પાઠ છે. અર્થથી બન્ને એક છે. I૧૯-૨૧ના કુલયોગીનાં વિશેષ લક્ષણો જણાવાય છેसर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः । दयालवो विनीताश्च, बोधवन्तो जितेन्द्रियाः ॥१९-२२॥ સર્વત્ર છેષરહિત, ગુરુદેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા, દયાળુ, વિનીત, બોધવન્ત અને જિતેન્દ્રિય કુળયોગીઓ હોય છે.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કુલયોગીઓને ક્યાંય પણ દ્વેષ હોતો નથી. કારણ કે કોઈ પણ સ્થાને તેમને તેવા પ્રકારનો આગ્રહ protorrororotore O storstoreoroterto Page #41 -------------------------------------------------------------------------- ________________ હોતો નથી. મુખ્યપણે-દ્વેષનું કારણ આગ્રહ હોય છે. આપણી ઈચ્છા મુજબ જ થવું જોઈએ એવો આગ્રહ ન હોય તો ક્યારે ય કોઈ પણ સ્થાને દ્વેષ નહિ થાય. કુલયોગીને તેવા પ્રકારનો આગ્રહ ન હોવાથી સર્વત્ર અદ્વેષ જ હોય છે. ધર્મના પ્રભાવથી પોતાના આચાર મુજબ કુલયોગીને ગુરુદેવ અને બ્રાહ્મણ પ્રિય હોય છે. ધર્મપ્રિય હોવાથી, ધર્મના પ્રરૂપક ગુરુ, ધર્મમાં સહાયક દેવ અને ધર્મક્રિયામાં તત્પર દિજ-બ્રાહ્મણ, પ્રિય બને એ સમજી શકાય છે. પોતપોતાના આચારનું ઉલ્લંઘન કર્યા વિના ગુર્નાદિ ધર્મમાં સ્થિર હોવાથી કુલયોગીને તેઓ પ્રિય બને છે. કુલયોગીઓ સ્વભાવથી જ ક્લિષ્ટ પાપકર્મથી રહિત હોવાથી દયાળુ હોય છે. લિષ્ટ પાપકર્મના યોગે માણસને દયાનો પરિણામ આવતો નથી. બીજાને ગમે તેટલું દુઃખ પડે તોપણ પોતાને દુઃખ આવવું ના જોઈએ-' આવો પરિણામ ક્લિષ્ટ પાપકર્મના ઉદયથી આવતો હોય છે, જેથી આત્માનો પરિણામ દયાહીન બને છે. કુલયોગી એવા હોતા નથી. પોતાને દુઃખ ભોગવવું પડે તોય બીજાને દુઃખ નહિ આપવાના પરિણામ સાથે બીજાના દુઃખને દૂર કરવાના પરિણામવાળા તેઓ હોય છે. - કુલયોગીઓ કુશલાનુબન્ધી ભવ્યાત્મા હોવાથી વિનીત હોય છે. સામાન્ય રીતે વિશેષે કરી કર્મને આત્માથી જે દૂર કરે છે, તેને વિનય કહેવાય છે. એવા વિનયથી સમ્પન્ન આત્માને વિનીત કહેવાય છે. ઉત્તરોત્તર કુશલના અનુબન્ધી Page #42 -------------------------------------------------------------------------- ________________ ભવ્યાત્માઓ સ્વભાવથી જ કર્મની નિર્જરાને કરનારા હોવાથી વિનીત હોય છે-એ સ્પષ્ટ છે. રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રન્થિનો ભેદ કરવાથી ફુલયોગીઓ બોધવાળા હોય છે. મિથ્યાત્વની મન્ત્રતાદિને લઈને આત્માને બોધ પ્રાપ્ત થતો હોય છે. જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ હોય તોપણ જો તેવા પ્રકારની મિથ્યાત્વની મન્ત્રતા વગેરે ન હોય તો જ્ઞાન બોધસ્વરૂપે પરિણમતું નથી. મિત્રા તારા... વગેરે આઠ દૃષ્ટિઓમાં તૃણાગ્નિ, ગોમયાગ્નિ... વગેરે સ્વરૂપ જેવું તે તે બોધનું સ્વરૂપ વર્ણવ્યું છે. જ્ઞાનમાં અને બોધમાં જે ફક છે-તે સમજી લેવો જોઈએ. ચારિત્રના કારણે ફુલયોગીઓ જિતેન્દ્રિય હોય છે. સામાન્ય રીતે આત્માની ઉપર લાગેલા કર્મસમૂહને જે ખાલી કરે છે તેને ચારિત્ર કહેવાય છે. સર્વસાવદ્યયોગથી વિરામ પામવા સ્વરૂપ ચારિત્ર પ્રસિદ્ધ છે. અંશત: પણ એવા ચારિત્રની પ્રાપ્તિ માટે ઈન્દ્રિયોને જીતવાનું આવશ્યક છે. ફુલયોગીઓ ચારિત્રવન્ત હોવાથી જિતેન્દ્રિય હોય છે. ઈન્દ્રિયોને જીતવાથી જ ખરી રીતે યોગની શરૂઆત થતી હોય છે. કુલયોગીઓનું સ્વરૂપ વિચારીએ તો તેઓ જિતેન્દ્રિય હોય જ : એ સમજી શકાય. ૧૯-૨૨૫ પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ જણાવાય છે— प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । શેષન્દ્રયાર્થિનોઽત્યાં, શુશ્રૂષાવિશુળ,ન્વિતાઃ ૫૬૧-૨ા 19x6oxoxore ૩૫ 600161 Page #43 -------------------------------------------------------------------------- ________________ ‘“પ્રવૃત્તચક્રયોગીઓ તો અહિંસાદિ(પાંચ સ્વરૂપ)યમોના પ્રથમ બે યમોને પામેલા હોય છે અને બુદ્ધિના શુશ્રૂષાદિ આઠ ગુણોથી યુક્ત એવા તે યોગીઓ છેલ્લા બે યમના અત્યન્ત અર્થી હોય છે.'' આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહિંસા, સત્ય, અસ્તેય(અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ પાંચ ચમ છે. તેના દરેકના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિને આશ્રયીને ચાર ચાર પ્રકાર છે. અર્થાર્ ઈચ્છાદિ ચારને આશ્રયીને યમ ચાર પ્રકારનો છે અને તેના દરેકના અહિંસાદિ પાંચ પ્રકાર છે. પ્રવૃત્તચયોગીઓને યમના ચાર પ્રકારમાંથી ઈચ્છાયમ અને પ્રવૃત્તિયમ : આ શરૂઆતના બે પ્રકારના યમની પ્રાપ્તિ થયેલી હોય છે તેમ જ છેલ્લા બે પ્રકારના અર્થાત્ સ્વૈર્યયમ અને સિદ્ધિયમ સ્વરૂપ યમના તેઓ અત્યન્ત અર્થી હોય છે. તેમની ક્રુપાયમાં કરાતી યમની(યમના સાધનના વિષયમાં કરાતી યમની) પ્રવૃત્તિના કારણે તેમને છેલ્લા બે યમની અત્યન્ત ઈચ્છા છે-એ સમજાય છે. એ છેલ્લા બે યમને પ્રાપ્ત કરવાની ઈચ્છાને સફળ બનાવવા માટે આ યોગીજનો બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય છે. શુશ્રૂષા(સાંભળવાની તીવ્ર ઈચ્છા), શ્રવણ(યાદ રાખી શકાય તે રીતે ઉપયોગપૂર્વક સાંભળવું), સાંભળીને તેનો અર્થ સમજવા માટે પ્રયત્ન કરવા સ્વરૂપ ગ્રહણ, ગ્રહણ કરેલા અર્થને ધારી રાખવા સ્વરૂપ ધારણા(ધારણ), વિશિષ્ટ બોધ મામા (૬)rrrrrr Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ વિજ્ઞાન, એના વિષયની વિચારણા સ્વરૂપ ઊહ, અસ ્ વિચારણાના પરિત્યાગ સ્વરૂપ અપોહ અને પારમાર્થિક સ્વરૂપની પ્રતિપત્તિસ્વરૂપ તત્ત્વનો અભિનિવેશ : આ આઠ બુદ્ધિગુણો છે. એનું સ્વરૂપ અન્યત્ર ‘યોગદૃષ્ટિ એક પરિશીલન' વગેરે સ્થાને વર્ણવ્યું છે. ઈચ્છાદિ ચાર ચમોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. (જુઓ શ્લો.નં. ૨૬-૨૭). ૧૯-૨૩૫॥ પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ જ વર્ણવાય છે— आद्यावञ्चकयोगाप्त्या, तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः || १९ - २४॥ ‘“પહેલા અવગ્નયોગની પ્રાપ્તિ થવાના કારણે બીજા અને ત્રીજા અવચૂક્યોગના અવશ્યલાભવાળા આ પ્રવૃત્તચક્રયોગીઓ યોગની પ્રવૃત્તિના અધિકારી છે-એમ યોગના જાણકારો કહે છે.’-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવશ્ચયોગ ત્રણ પ્રકારનો છે. એમાંના પ્રથમ યોગાવખ્યયોગની પ્રાપ્તિ પ્રવૃત્તચક્રયોગીને થયેલી હોય છે. તેના કારણે ચોક્કસ જ તેમને બીજા અને ત્રીજા ક્રિયાવચ્ચક અને ફ્લાવચક યોગની પ્રાપ્તિ થવાની હોય છે. કારણ કે પ્રવૃત્તચક્રયોગીને થયેલી યોગાવચકયોગની પ્રાપ્તિ ચોક્કસ જ ક્રિયાવત્ચક અને ફ્લાવત્ચક યોગની પ્રાપ્તિને કરાવનારી હોય છે. તેથી વાસ્તવિક રીતે પ્રવૃત્તચક્રયોગીને ક્રિયાવચ્ચક અને ફ્લાવત્ચક : આ બે યોગની પ્રાપ્તિ થયેલી (૩૭) T Page #45 -------------------------------------------------------------------------- ________________ જ છે. જે ચોક્કસ જ થવાનું છે તે થયેલું છે-એમ ઉપચારથી માનવાનું પ્રસિદ્ધ છે. આ પ્રવૃત્તચક્યોગીઓ ઈચ્છાયોગાદિના અધિકારી છે. પ્રવૃત્તચક્યોગીઓમાં જે યોગ્યતા છે, તેને લઈને તેઓ ઈચ્છાયોગાદિને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. તેથી અધિકૃત યોગની પ્રવૃત્તિના અધિકારી પ્રવૃત્તચક્યોગી છે-એમ યોગના જાણકારો કહે છે. ૧૯-૨૪ પૂર્વે જણાવેલા ચાર પ્રકારના યમને જણાવાય છેयमाश्चतुर्विधा इच्छाप्रवृत्तिस्थैर्यसिद्धयः । योगक्रियाफलाख्यं च, स्मर्यतेऽवञ्चकत्रयम् ॥१९-२५॥ ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ સ્વરૂપ ચાર પ્રકારનો યમ છે. અને યોગ, ક્રિયા તેમ જ ફલના નામવાળો અવચ્ચક યોગ ત્રણ પ્રકારનો છે.”-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ યમ છે. તેના દરેકના ઈચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકાર છે. તેથી પાંચ ઈચ્છાયમ છે, પાંચ પ્રવૃત્તિયમ છે, પાંચ ધૈર્યયમ છે અને પાંચ સિધિયમ છે, જેનું સ્વરૂપ આગળના શ્લોકથી જણાવવામાં આવશે. યોગ, ક્યિા અને ફલના નામવાળો અવચ્ચક્યોગ ત્રણ પ્રકારનો છે. યોગાવચ્ચક્યોગ, યિાવચ્ચક્યોગ અને ફ્લાવખ્યોગનું સ્વરૂપ પણ આગળના શ્લોકથી વર્ણવાશે. જુદી Page #46 -------------------------------------------------------------------------- ________________ જુદી રીતે યોગનું સ્વરૂપ વર્ણવવાનું અહીં તાત્પર્ય છે. તેથી પ્રસંગથી તે તે યોગનું નિરૂપણ કર્યું છે. ૧૯-૨પા. ઈચ્છા અને પ્રવૃત્તિ યમનું સ્વરૂપ વર્ણવાય છે છાવમો યોખ્રિછા, યુવા તત્વથામુલા . स प्रवृत्तियमो यत्तत्पालनं शमसंयुतम् ॥१९-२६॥ “અહિંસાદિયમવાળા આત્માઓની કથાના શ્રવણાદિથી થતા આનંદથી યુકત એવી જે યમની ઈચ્છા, તેને ઈચ્છાયમ કહેવાય છે અને પ્રવૃત્તિયમ તેને કહેવાય છે કે જે ઉપશમથી યુક્ત તેનું પાલન છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના બીજા શ્લોકમાં જણાવ્યા મુજબ ઈચ્છાયોગના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે સાધનની વિકલતામાં જ્યારે વિહિત અનુષ્ઠાનની ઉત્કટ ઈચ્છાથી કાલાદિથી વિકલ અનુષ્ઠાન કરવામાં આવે છે ત્યારે તે ઈચ્છાયોગનું અનુષ્ઠાન હોય છે. ઈચ્છાયમ પણ ઈચ્છાયોગવિશેષ છે. અહિંસાદિ પાંચ પ્રકારના યમસ્વરૂપ મહાવ્રતોને જે લોકો સારી રીતે આરાધે છે, તેઓની કથાના પુણ્યશ્રવણથી આત્માને પરમ આનંદ થાય છે અને તેથી તે તે મહાત્માઓની જેમ મને પણ તે અહિંસાદિયમની પ્રાપ્તિ ક્યારે થશે, કઈ રીતે થશે.... ઈત્યાદિ ઈચ્છા, યમના વિષયમાં થાય છે. તેને ઈચ્છાયમ' કહેવાય છે. યોગની તીવ્ર ઈચ્છાની અભિવ્યક્તિ આ રીતે થતી હોય છે. યમ-નિયમાદિ Page #47 -------------------------------------------------------------------------- ________________ અષ્ટાયોગની સાધનામાં યોગના પ્રથમ અલ્ગ સ્વરૂપે અહિંસાદિ પાંચ યમની પ્રાપ્તિ થતી હોય છે. મહાવ્રતોના નામથી પ્રસિદ્ધ યમ, ઈચ્છાદિના ભેદથી ચાર પ્રકારનો છે. પ્રવૃત્તિના અભાવમાં પણ ઈચ્છા કેટલી ઉત્કટ હોય છે તે આપણે આપણી દૈનિક આહારાદિની પ્રવૃત્તિથી સમજી શકીએ છીએ. એ મુજબ જ આ ઈચ્છાયમનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. આપણે જે ઈચ્છીએ છીએ તે કરી શકતા ન હોઈએ ત્યારે તે વસ્તુને પામેલાઓની તેમ જ તે વસ્તુની કે તેના સાધનાદિની સ્થા(વાત) સાંભળવામાં અત્યન્ત પ્રીતિ થતી હોય છે અને તેને લઈને તે વિષયની તીવ્ર સ્પૃહા થાય છે. એવી યમવિષણિી તીવ્ર સ્પૃહાને ઈચ્છાયમ કહેવાય છે. તે યમો(અહિંસાદિ)નું, ક્રોધાદિ કષાયોના ઉપશમપૂર્વકનું જે પાલન(પ્રવૃત્તિ) છે, તેને પ્રવૃત્તિયમ કહેવાય છે. અહીં કાલાદિથી અવિકલ પાલન જ પ્રવૃત્તિયમ તરીકે વિવક્ષિત છે, તેથી કાલાદિથી વિકલ એવા પાલનથી યુક્ત એવા ઈચ્છાયમને પ્રવૃત્તિયમ કહેવાનો પ્રસદ્ગ નહીં આવે. અન્યથા પાલનસામાન્યને (વિકલ-અવિકલ) પ્રવૃત્તિમ માનવામાં આવે તો ઈચ્છાયમને પણ પ્રવૃત્તિમ માનવાનો પ્રસદ્ગ સ્પષ્ટ છે. યમના વિકલ પણ પાલનને પ્રવૃત્તિયમ કહેવાનું યોગ્ય નથી. કારણ કે વિકલયમની પ્રવૃત્તિ સ્થળે તેવી સાધુઓની સચ્ચેષ્ટાને લઈને ત્યાં પ્રધાન-શ્રેષ્ઠ ઈચ્છાયમ જ મનાય છે. શુદ્ધકિયાનો જ્યાં અભાવ છે પરંતુ તાત્ત્વિક પક્ષપાત Page #48 -------------------------------------------------------------------------- ________________ (આગ્રહ) છે, ત્યાં દ્રવ્યક્યિા(વિકલ અનુષ્ઠાન)ની અપેક્ષાએ તાત્વિકપક્ષપાતને શ્રેષ્ઠ મનાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય' માં શ્લો.નં. ૨૨૩ થી ફરમાવ્યું છે કે- તાત્ત્વિકપક્ષપાત (ક્રિયાશૂન્ય ભાવ) અને ભાવશૂન્ય જે ક્લિા (તાત્વિકપક્ષપાતરહિત ક્રિયા) : એ બંનેમાં સૂર્ય અને ખદ્યોત(ખજવો) જેટલું અન્તર છે અર્થા ઘણો મોટો ફરક છે. યદ્યપિ સંવિગ્ન પાક્ષિક આત્માઓનું તે તે અનુષ્ઠાન કાલાદિથી વિકલ હોવા છતાં તેમને પ્રવૃત્તચક્યોગી મનાય છે, તેથી તે મુજબ તેમને પ્રવૃત્તિયમ છે એમ માનવાનું આવશ્યક હોવાથી પ્રવૃત્તિયમની વિવક્ષામાં પ્રવૃત્તિસામાન્યની વિવક્ષા કરવી જોઈએ. અન્યથા સંવિગ્નપાક્ષિકોને તેવા પ્રકારના અવિકલ અનુષ્ઠાનના અભાવે પ્રવૃત્તિયમના અભાવમાં પ્રવૃત્તચક્યોગી માનવાનું શક્ય નહીં બને. પરંતુ સંવિગ્નપાક્ષિકોને પ્રવૃત્તચક્યોગી તરીકે વર્ણવાય છે, તેથી તેમના યમ(વિકલ પણ ચમ)ને પ્રવૃત્તિયમ જ કહેવાય છે. પ્રવૃત્તિમ માટે યમનું પાલન શાસ્વનિયત(શાસ્ત્રયોગાનુસારી) જ હોવું જોઈએ એવો નિયમ નથી. વ્યવહારનયવિશેષની અપેક્ષાએ એ વિચારવું જોઈએ. ૧૯-૨જા સ્થિરયમનું સ્વરૂ૫ વર્ણવાય છેसत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया । रहिता यमसेवा तु, तृतीयो यम उच्यते ॥१९-२७॥ “વિશિષ્ટ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિની Page #49 -------------------------------------------------------------------------- ________________ ચિન્તાથી રહિત જે શ્રમનું પાલન છે તેને ત્રીજો સ્થિરયમ કહેવાય છે.''–આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પ્રવૃત્તિયમ અને સ્થિરયમ બન્નેમાં યમનું પાલન તો હોય છે. પરન્તુ ચારિત્રમોહનીયાદિ કર્મના વિશિષ્ટ ક્ષયોપશમાદિના કારણે મહાવ્રતોના પાલનમાં કોઈ પણ અતિચાર લાગવાનો સંભવ રહેતો ન હોવાથી જ્યારે તે તે અતિચારોના અભાવનો નિશ્ચય થાય છે, ત્યારે તે યમના પાલનને સ્થિરયમ કહેવાય છે. ન ક્ષયોપશમના ઉત્કર્ષથી મહાવ્રતોના પાલનમાં અતિચાર - અનાચાર વગેરેનો ભય ન હોવાથી અતિચારાદિની ચિંતાથી રહિત એવી યમની સેવા સ્થિરયમમાં હોય છે. પ્રવૃત્તિયમમાં એવો ક્ષયોપશમનો ઉત્કર્ષ ન હોવાથી અતિચારાદિનો ભય હોવાથી અતિચારાદિની ચિન્તા હોય છે. તેથી ત્યાં યમોનુંમહાવ્રતોનું પાલન અતિચારાદિની ચિન્તાથી રહિત હોતું નથી...ઈત્યાદિ સ્પષ્ટ છે. ૧૯-૨૭ણા સિદ્ધિયમનું સ્વરૂપ વર્ણવાય છે— परार्थसाधिका त्वेषा, सिद्धिः शुद्धान्तरात्मनः । अचिन्त्यशक्तियोगेन, चतुर्थो यम उच्यते ।। १७-२८ ।। “શુદ્ધમનવાળા આત્માની અચિત્ત્વ શક્તિના યોગે બીજાના પ્રયોજન(કાર્ય)ને સાધી આપનારી સિદ્ધિને ચતુર્થયમ-સિદ્ધિયમ કહેવાય છે.’’–આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય એ છે કે જે યોગના યોગીના મળવા ગયા ૪૨ વન Page #50 -------------------------------------------------------------------------- ________________ સાનિધ્યને લઈને બીજાને વૈરત્યાગ વગેરેની પ્રાપ્તિ થાય છે, તે યોગસ્વરૂપ યમની સિદ્ધિને સિદ્િધયમ કહેવાય છે. જેમનો અન્તરાત્મા(મન) કર્મમલના ક્ષયથી નિર્મળ છે. તે શુધમનવાળા યોગીજનોના અચિન્યવીયલ્લાસસ્વરૂપ સામર્થ્યથી બીજાને પણ પોતાની સિદ્ધિ જેવી સિદ્ધિને પ્રાપ્ત કરાવનારી સિદ્ધિ સ્વરૂપ ચોથા યમની પ્રાપ્તિ થાય છે. કોઈ સંયોગોમાં તેવા પ્રકારની અન્ય કારણસામગ્રીનો અભાવ હોય તો યોગીઓની સિધિથી બીજાને તેવી સિદ્ધિ ન પણ મળે એ બનવાજોગ છે. એટલામાત્રથી યોગીજનને સિદ્ધિ મળી નથી-એમ માનવાની ભૂલ કરવી ના જોઈએ. કારણ કે આવા પ્રસન્ને યોગીજનોની સિદ્ધિમાં પરાર્થસાધકત્વ સ્વરૂપ યોગ્યતારૂપે છે જ. ઈત્યાદિ સ્પષ્ટ છે. I૧૯-૨૮ ચાર પ્રકારના ઈચ્છાદિયમોનું નિરૂપણ કરીને હવે અવખ્યક ત્રણ યોગોનું સ્વરૂપ જણાવતાં પ્રથમ અવચ્ચક યોગનું સ્વરૂપ વર્ણવાય છે सद्भिः कल्याणसम्पन्नै दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥१९-२९॥ દર્શનથી પણ પવિત્ર કરનારા એવા ઉત્તમ વિશિષ્ટ પુષ્યવાળા યોગીઓની સાથે તેવા પ્રકારે દર્શનને આશ્રયીને જે સમ્બન્ધ છે તેને આદ્યાવચ્ચક(યોગાવચ્ચક)યોગ કહેવાય છે.”-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું Page #51 -------------------------------------------------------------------------- ________________ તાત્પર્ય એ છે કે યોગીજનોના દર્શન દ્વારા તેમની સાથે આપણો જે સમ્બન્ધ થાય છે તેને પ્રથમ યોગાવખ્યક યોગ કહેવાય છે. અવખ્યક ત્રણ યોગમાં તે પ્રથમ છે. - જે યોગીજનોના દર્શનથી યોગાવચ્ચક્યોગની પ્રાપ્તિ થાય છે, તે યોગીઓનું સ્વરૂપ શ્લોકના પૂર્વાર્ધથી વર્ણવ્યું છે. તે યોગીજનો વિશિષ્ટપુષ્યસ્વરૂપ કલ્યાણના ભાજન હોય છે અને તેમના દર્શનમાત્ર થવાથી પણ તેઓ આપણા આત્માને પવિત્ર કરનારા હોય છે. એ ઉત્તમ યોગીઓનાં તેમને ગુણી માનીને જે દર્શન થાય છે તેવા દર્શનને આશ્રયીને તેમની સાથે થનારા સંબધને આઘ(પ્રથમ) અવખ્યક (યોગાવચ્ચક) યોગ કહેવાય છે. અવખ્યક્યોગની શરૂઆતની આ અવસ્થા છે. આ અવસ્થાનું ઘણું જ મહત્ત્વ છે. એને અનુરૂપ જ આગળના યોગની પ્રાપ્તિ થવાની છે. શરૂઆતમાં જ યોગી સારા મળે, એ પણ સિદ્ધિનું મુખ્ય અદ્ગ છે, નહિ તો આપણને યોગની સિદ્ધિ મેળવવી હોય અને એ વખતે માર્ગદર્શક યોગી સારા ન મળે તો; સિદ્ધિ તો દૂર રહી, પણ જે સિદ્ધ છે તે પણ ગુમાવવાનો વખત આવે એવું પણ બને! લોમાંનું તથતિનો યોગ...આ પદ નિરન્તર સ્મરણીય છે. એનું તાત્પર્ય એ છે કે સારા પણ યોગીજનોનું દર્શન તેમને ગુણવાન માનીને થાય તો જ યોગાવખ્યાગની પ્રાપ્તિ થાય છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુનું દર્શન પણ તેને તેની વિશેષતાને જાણવાથી ફળે છે. અન્યથા તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી-એ સમજી શકાય છે. જેનું આપણને કામ Page #52 -------------------------------------------------------------------------- ________________ હોય અને તે આપણને સામે જ મળી જાય પરંતુ તેમને આપણે ઓળખીએ જ નહિ તો કાર્ય સિદ્ધ કઈ રીતે થાય ? યોગીજનોની વિશેષતાને જાણીને તેમનું દર્શન થાય તો યોગાવચ્ચક્યોગની પ્રાપ્તિ થઈ શકે છે..ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. મારે ક્રિયાવચ્ચક્યોગનું સ્વરૂપ વર્ણવાય છેतेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥१९-३०॥ “સદ્યોગીઓને જ પ્રણામ વગેરે કરવાના નિયમથી ક્રિયાવચ્ચક્યોગ સારી રીતે(સમર્થપણે) થાય છે, જેનાથી મહાપાપના ક્ષયનો ઉદય થાય છે.” આ પ્રમાણે ત્રીસમાં શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે યોગાવચ્ચક યોગની પ્રાપ્તિથી યોગીજનોનું ગુણવાન તરીકે દર્શન થાય છે. ત્યાર પછી નિયમિતપણે તેમને પ્રણામ કરવાની તેમ જ તેમનો સત્કાર કરવા વગેરેની ક્રિયા કરવાથી યિાવચ્ચક યોગની પ્રાપ્તિ થાય છે. કહેવાનો આશય એ છે કે વિશિષ્ટપુષ્યવાળા ઉત્તમ યોગીના દર્શન પછી પણ પ્રમાદાદિના કારણે અથવા તો બાહ્ય સંયોગોની વિચિત્રતાના કારણે તેઓશ્રીને પ્રણામ કરવાનું બનતું નથી. બને તો તેવો નિયમ રહેતો નથી અને તેથી એવા યોગીજનોને પ્રણામ કરવા વગેરેથી પ્રાપ્ત થનારા ફળથી Page #53 -------------------------------------------------------------------------- ________________ આપણે વશ્ચિત રહીએ છીએ. પરન્તુ ચોક્કસપણે એવા યોગીજનોને પ્રણામ વગેરે કરવાથી તે યોગના ફળને આપવા માટે સમર્થ એવો ક્રિયાવચ્ચયોગ પ્રાપ્ત થાય છે. ‘ક્રિયાવચ્ચક્ર' શબ્દના અર્થ ઉપરથી એ સમજી શકાય છે. આ બીજા અવચ્ચયોગથી મહાપાપસ્વરૂપ નીચગોત્રકર્મનો ક્ષય થાય છે. યોગના અર્થી જનો માટે નીચગોત્રકર્મ મહાપાપસ્વરૂપ છે. કારણ કે એ કર્મના ઉદયથી જ્યાં યોગનું નામ પણ સાંભળવા ન મળે એવા નીચકુળમાં જન્મ મળે છે. યોગના અર્થી માટે એવા જન્મને છોડીને બીજું ક્યું ખરાબ છે ? જે જોઈએ છે એ જ મળે નહીં અને બીજું બધું મળે એનો કોઈ અર્થ નથી-એમ જ યોગના અર્થીઓને થતું હોય છે. યોગની સિદ્ધિ માટે ખૂબ જ અગત્યનું એ સાધન છે. એની પ્રાપ્તિમાં નીચગોત્રકર્મનો ઉદય પ્રતિબન્ધક છે અને એનો ક્ષય આ ક્રિયાવચ્ચક યોગથી થાય છે. ૧૯-૩૦ના છેલ્લા અવસ્ચયોગનું સ્વરૂપ જણાવાય છે— फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिर्धर्मसिद्धौ सतां मता ॥ १९-३१॥ ‘“ઉત્તમ પ્રકારના યોગીઓથી જ અવશ્યપણે ઉત્તરોત્તર તે તે ફળની પ્રાપ્તિને, ધર્મસિદ્ધિને વિશે લાવબ્ધયોગ તરીકે સત્પુરુષોએ માની છે.’-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-જે યોગીઓને ĐẠI HỘI ĐUÔI CUỐI TỘI vs Tôi đồn ૪૬ ఆఘంఘంఘ Page #54 -------------------------------------------------------------------------- ________________ ક્રિયાવચ્ચયોગને લઈને પ્રણામ વગેરે સ્વરૂપ ક્રિયા કરી હતી તે ઉત્તમયોગી પાસેથી જ સદુપદેશાદિને પ્રાપ્ત કરવાથી ચોક્કસપણે જે ફળની ઉત્તરોત્તર પ્રાપ્તિ થાય છે તે જ ફલાવખ્યયોગ તરીકે મનાય છે. અહીં ધર્મસિદ્ધિના વિષયમાં યોગાવસ્ચકાદિની ઉપયો– ગિતા સ્પષ્ટપણે વિચારી લેવી જોઈએ. ઉત્તમયોગીઓનું દર્શન, તેમને પ્રણામ વગેરે કરવા સ્વરૂપ ક્રિયાનું કરણ અને ત્યાર બાદ તેમની જ પાસે સદુપદેશાદિનું શ્રવણ કરવાથી મુમુક્ષુ આત્માને સાનુબન્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. તે જ ફ્લાવત્ચકયોગ છે. ઉત્તરોત્તર અનુક્રમે વિશિષ્ટ એવા ધર્મસ્વરૂપ ફળની પ્રાપ્તિને અહીં સાનુબન્ધલાવાપ્તિ તરીકે વર્ણવી છે. એકાદ બે વાર ધર્મસ્વરૂપ ફળ મળે પરન્તુ પછી તે ન મળે તો તે નિરનુબંધ ફળની પ્રાપ્તિને લાવબ્ધયોગ સ્વરૂપે વર્ણવી નથી. યોગના ફળને જેઓ ઈચ્છે છે તેમની તે ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ અવસ્ચક ત્રણ યોગનું સ્વરૂપ તેઓએ સમજી લેવું જોઈએ. તે તે કાર્ય કરતી વખતે શરૂઆત ખોટી ન થાય, ક્રિયા અટકી ન પડે અને તે બગડી ન જાય એની કાળજી આપણે ચાલુ વ્યવહારમાં બરાબર રાખતા હોઈએ છીએ. એવી જ કાળજી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં અનુષ્ઠાન કરતી વખતે રાખવામાં આવે તો ચોક્કસ જ સિદ્ધિ પ્રાપ્ત થશે. ક્રિયાનો આરંભ ખોટો થાય તેમ જ ક્રિયા અટકી પડે કે બગડી જાય તો શું થાય એની કલ્પના આપણને છે જ, તેથી અવબ્ધયોગોનું મહત્ત્વ આપણે સારી રીતે સમજી શકીએ 101010101010110111018611010101010101 Page #55 -------------------------------------------------------------------------- ________________ છીએ. ૧૯-૩૧ - " પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છેइत्थं योगविवेकस्य, विज्ञानाधीनकल्मषः । यतमानो यथाशक्ति, परमानन्दमश्नुते ॥१९-३२॥ “આ રીતે યોગવિવેકના વિશિષ્ટજ્ઞાનથી જેનાં પાપ ક્ષીણ થયાં છે તે પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના યોગની આરાધનામાં પ્રયત્ન કરનાર આત્માને પરમાનન્દસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે આ પૂર્વે જણાવ્યા મુજબ અનેક રીતે યોગના ભેદ-પ્રભેદોનું જ્ઞાન કરાવવા માટે આ બત્રીશીમાં એ રીતે જે યોગવિવેકનું નિરૂપણ કરાયું છે. એ યોગવિવેકના જ્ઞાનથી આત્માનાં પાપો ક્ષીણ થાય છે. આવી હીનકલ્મષ અવસ્થામાં પોતાની શક્તિ અનુસાર અર્થાત્ પોતાની શક્તિને ગોપવ્યા વિના જ યોગની સાધનામાં પ્રયત્ન કરવામાં આવે તો ચોક્કસ જ આત્મા પરમાનંદસ્વરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. શ્લોકમાં યતિમાનો યથાશશિ - આ ત્રીજું પદ છે. જે મુમુક્ષુજનોએ નિરન્તર યાદ કરવું જોઈએ. યોગની સાધનામાં યથાશક્તિ પ્રયત્ન હોય તો મોક્ષની પ્રાપ્તિમાં કોઈ અવરોધ નથી. અર્થ અને કામની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન થાય છે તેનો જેને ખ્યાલ છે, એવા આત્માઓને યથાશક્તિ યત્નનો અર્થ સમજાવવાની આવશ્યક્તા નથી. આપણી પાસે જેટલી શક્તિ છે એટલી બધી જ શક્તિનો ઉપયોગ કરી યોગની સાધનામાં પ્રયત્ન કરવા સ્વરૂપ જ અહીં યથાશક્તિ Page #56 -------------------------------------------------------------------------- ________________ યતમાન અવસ્થા છે. અને એવી અવસ્થાને પામવા દ્વારા ગ્રન્થમાં જણાવ્યા મુજબ આપણે સૌ પરમાનન્દના ભાજન બની રહીએ એ જ એક શુભાભિલાષા. ૧૯-૩રા તિ શ્રી ત્રિશત્રિશિલા થોવિવેત્રિશિT | अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ 2 Tota O O Oi % Page #57 --------------------------------------------------------------------------  Page #58 -------------------------------------------------------------------------- _