________________
સામર્થ્યયોગનું સ્વરૂપ વર્ણવતાં પ્રતિભાશાનનું નિરૂપણ કર્યું છે. તમ્મરાપ્રજ્ઞાદિ સ્વરૂપે અન્ય દર્શનકારોએ સ્વીકારેલ પ્રાતિજજ્ઞાનથી સામર્થ્યયોગ પ્રાપ્ત થાય છે. ધર્મસન્યાસ અને યોગસન્યાસ ભેદથી સામર્થ્યયોગ બે પ્રકારનો છે. તાત્ત્વિક અને અતાત્ત્વિક સ્વરૂપે બે પ્રકારનો ધર્મસન્યાસયોગ છે, જે અનુક્રમે શપથ્રેણીમાં અને પ્રવ્રયાકાળમાં હોય છે... ઈત્યાદિનું નિરૂપણ કરીને યોગમાત્રના તાત્ત્વિક અને અતાત્ત્વિક ભેદનું નિરૂપણ કર્યું છે. કોઈ પણ નયની અપેક્ષાએ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે તે તાત્વિક યોગ છે અને જે તેવા પ્રકારના ફળને પ્રાપ્ત કરાવતો નથી, પરંતુ યોગને ઉચિતવેષાદિના કારણે યોગ જેવો જણાય છે તે અતાત્ત્વિક યોગ છે.
વ્યવહાર અને નિશ્ચયનયની અપેક્ષાએ અનુક્રમે અપુનર્બન્ધકાદિ આત્માને અને ચારિત્રવન્ત આત્માને તાત્વિક યોગ હોય છે. તેમ જ અતાત્વિક યોગ સબન્ધકાદિ જીવોને હોય છે. તાત્વિક અને અતાત્વિક ભેદથી જેમ યોગના બે પ્રકાર છે તેમ સાનુબન્ધ