________________
अथ प्रारभ्यते योगविवेकद्वात्रिंशिका |
અધ્યાત્માદિ યોગના પ્રકારોને વર્ણવીને તેના અવાન્તર ભેદોને જણાવવા દ્વારા યોગનો વિવેક(પૃથક્તા) જણાવાય છે—
इच्छां शास्त्रं च सामर्थ्यमाश्रित्य त्रिविधोऽप्ययम् । गीयते योगशास्त्रज्ञैर्निर्व्याजं यो विधीयते ।। १९ -१॥ ‘યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ત્રણ પ્રકારનો યોગ વર્ણવ્યો છે, જે નિષ્કપટભાવે વિહિત છે.’’-આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે અઢારમી બત્રીશીથી અધ્યાત્માદિ પાંચ પ્રકારના યોગનું વર્ણન કર્યું છે. આ બત્રીશીથી યોગના બીજા ભેદોનું નિરૂપણ કરાય છે. બીજી રીતે યોગના અનેક ભેદોનું એ રીતે વર્ણન કરવાથી યોગનું વિવિખ્ત જ્ઞાન થાય છે. અસંકીર્ણ સ્વરૂપે તેનું જ્ઞાન થવાથી યોગનું સુસ્પષ્ટજ્ઞાન થાય છે.
યોગશાસ્ત્રના જ્ઞાતાઓએ ઈચ્છા, શાસ્ત્ર અને સામર્થ્યને આશ્રયીને ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ : આ ત્રણ યોગ વર્ણવ્યા છે. માત્ર શરત એટલી જ છે કે તે નિષ્કપટભાવે આરાધાય. કપટભાવે જો યોગનું વિધાન (આચરણ) કરવામાં આવે તો તે યોગાભાસસ્વરૂપ હોવાથી તેની ગણના જ થતી નથી.
6
કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષસાધક અસખ્ય યોગના પ્રકારોને ઈચ્છાયોગાદિ ત્રણ પ્રકારમાં સમાવીને યોગશાસ્ત્રના
reporHx0x0x0x0x03
KÖTO KOTOK