________________
જાણકારોએ યોગનું વર્ણન કર્યું છે. એ યોગની આરાધના નિષ્કપટભાવે થાય તો જ તે યોગરૂપ મનાય છે. અન્યથા
પટભાવે(માયાપૂર્વક) કરેલા યોગો વસ્તુતઃ યોગાભાસ છે. તેથી તેની કોઈ ગણતરી જ કરાતી નથી. અર્થા મોક્ષની સાધનામાં તેનું કોઈ જ મૂલ્ય નથી.
શ્રી વીતરાગપરમાત્માના શાસનમાં સામાન્ય રીતે ઋજુ અને જડ, કાજુ અને પ્રાશ તેમ જ વક્ર અને જડ : એમ ત્રણ પ્રકારના જીવો છે. તેમાં વક જીવોને ધર્મારાધના દુષ્કર છે. કારણ કે માયાની અધિકતાથી એવા જીવો ધર્મની આરાધના સરળતાથી કરી શકતા નથી. પગમાં શલ્ય હોય તો માર્ગગમન કેટલું દુષ્કર બને છે-એનો આપણને પૂરતો અનુભવ છે. પરન્તુ મોક્ષની સાધનામાં માયાનું શલ્ય હોય તો શું થાય એનો વિચાર પણ આપણે કર્યો છે કે કેમ ? એનો જવાબ આપવાનું પણ આપણા માટે દુષ્કર છે. કઈકેટલી ય જાતિની માયા છે. કરવું નથી' એના બદલે થતું નથી' - આવા અધ્યવસાયથી માયાની શરૂઆત થાય છે. એ પ્રગટ ન થાય અને સર્વદા પ્રચ્છન્ન બની રહે એ માટે અનવરતપણે આપણને માયાનો આશ્રય કરવો પડે છે. આ બત્રીશીના પ્રારંભમાં જ રિવ્યજં જે વિધીવતે કહીને ખૂબ જ માર્મિક રીતે યોગના અર્થીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અત્યાર સુધી યોગને યોગાભાસ બનાવીને આરાધ્યો હોવાથી મોક્ષસાધક યોગની પ્રાપ્તિ આપણને થઈ નહીં. યોગને યોગાભાસ બનાવવામાં જો કોઈ મુખ્ય કારણ હોય તો તે માયા-પટને છોડીને બીજું