SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કરણમાત્રમાં તાત્ત્વિક સામર્થ્યયોગની સિદ્ધિ માનવાનો પ્રસંગ આવત. યદ્યપિ પ્રથમ અપૂર્વકરણમાં તેવા પ્રકારના સામર્થ્યયોગની પ્રાપ્તિ થતી ન હોવાથી તેને અપૂર્વકરણ કહેવું ના જોઈએ, પરન્તુ અનાદિકાળથી પ્રાપ્ત નહીં થયેલા એવા ગ્રન્થિભેદ, સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગેરે અપૂર્વફળને આશ્રયીને તે પ્રમાણે ત્યાં અપૂર્વકરણના નિરૂપણમાં કહેવામાં આવ્યું છે. પ્રથમ અપૂર્વકરણ પ્રધાન છે. બીજું અપૂર્વકરણ પ્રધાનતમ છે. તેથી તે મુજબ તે બંન્નેનો ઉપન્યાસ કર્યો છે. પાનપૂર્વીએ તે ચારુ અર્થાત્ સુંદર છે. દ્વિતીય અપૂર્વકરણ સુંદર છે. એની અપેક્ષાએ પ્રથમ અપૂર્વરણ ઓછું સુંદર છે એ પ્રમાણે આગમના જાણકારો જણાવે છે. તે તેથી સ્પષ્ટ છે કે, તેવા પ્રકારની અન્તઃકોટાકોટિ સાગરોપમની આસપાસની કર્મસ્થિતિનું સખ્યાત સાગરોપમ પ્રમાણ અતિક્રમ થયે છતે પ્રાપ્ત થનારા બીજા આ અપૂર્વકરણમાં પ્રથમ ધર્મસન્યાસસ્વરૂપ યોગ તાત્વિક રીતે પ્રાપ્ત થાય છે. છઠા-સાતમા ગુણસ્થાનકે જે કર્મસ્થિતિ હોય છે, તે સ્થિતિ સખ્યાત સાગરોપમ જેટલી ઓછી થાય ત્યારે આ બીજું અપૂર્વકરણ હોય છે. અને તેમાં પ્રથમ ધર્મસંન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ તાત્ત્વિક હોય છે. કારણ કે એ સમયે શપબ્રેણીનો આરંભ કરનાર યોગીને ક્ષયોપશમભાવના ક્ષમા વગેરે ધર્મોની નિવૃત્તિ થાય છે. અતાત્ત્વિક(અપારમાર્થિક) એવો ધર્મસંન્યાસયોગ તો
SR No.023224
Book TitleYog Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy