SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપે પ્રસિદ્ધ છે. યોગસન્યાસયોગના ફળસ્વરૂપે પરમપદ પ્રાપ્ત થાય છે. તેથી અશરીરીપણામાં કાયાદિકર્મનો સર્વથા અભાવ થાય છે. ૧૯-૧૧ ઉપર જણાવેલા ધર્મસન્યાસાદિ યોગ ક્યારે હોય છેતે જણાવાય છેद्वितीयापूर्वकरणे, प्रथमस्तात्त्विको भवेत् ।। आयोज्यकरणावं, द्वितीय इति तद्विदः ॥१९-१२॥ પ્રથમ-ધર્મસન્યાસયોગ બીજા અપૂર્વકરણ વખતે તાત્ત્વિક રીતે હોય છે અને બીજો યોગસન્યાસયોગ આયોજ્યકરણ પછી તાત્ત્વિક રીતે હોય છે એ પ્રમાણે સામર્થ્યયોગના જાણકારો કહે છે.”-આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગમાં પ્રથમ જે ધર્મસંન્યાસ સ્વરૂપ સામર્થ્યયોગ છે તે દ્વિતીય અપૂર્વકરણ વખતે તાત્વિક રીતે હોય છે. આત્માનો શુદ્ધપરિણામવિશેષ અપૂર્વકરણ છે. રાગદ્વેષના તીવ્ર પરિણામ સ્વરૂપ ગ્રન્થિના ભેદનો કારણભૂત આત્મપરિણામ(અધ્યવસાય) પ્રથમ અપૂર્વકરણ છે. તે પરિણામ વખતે તાવિક રીતે ધર્મસંન્યાસયોગ પ્રાપ્ત થતો ન હોવાથી અહીં દ્વિતીય અપૂર્વકરણનું ગ્રહણ કર્યું છે. પ્રથમ અપૂર્વકરણનો વ્યવચ્છેદ ક્યું છે. કારણ કે પહેલા અપૂર્વકરણમાં તાત્ત્વિક સામર્થ્યયોગની સિદ્ધિ થતી નથી. શ્લોકમાં ‘દિતી’ પદનું ઉપાદાન કર્યું ન હોત તો સામાન્યથી અપૂર્વ Oritteronterator Organts rotesterto
SR No.023224
Book TitleYog Vivek Battrishi Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan
Publication Year2000
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy