________________
દિવસથી અતિરિક્ત નથી તેમ જ બન્નેથી અનતિરિક્ત પણ નથી. કારણ કે તેને રાત-દિવસ સ્વરૂપ માનવાનું શક્ય નથી. રાત અને દિવસની પૂર્વે કે પછી થનાર અરુણોદયને તે બંનેના અંશસ્વરૂપ માનવાનું શક્ય નથી. તેથી તેને રાત કે દિવસથી પૃથકે અપૃથ માની શકાય એમ નથી.
એવી જ રીતે પ્રાતિજજ્ઞાનના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. કૃપશ્રેણીના કાળમાં જ થનાર એ ક્ષયોપશમભાવવાળું જ્ઞાન હોવાથી શ્રુતજ્ઞાનસ્વરૂપ હોવા છતાં તત્ત્વથી તે શ્રુતસ્વરૂપે સંવ્યવહાર્ય નથી. તેમ જ સઘળાંય દ્રવ્ય અને પર્યાયને ગ્રહણ કરતું ન હોવાથી અને ક્ષાયોપથમિક હોવાથી સાયિક એવા કેવલજ્ઞાનથી ભિન્ન છે. આમ છતાં શ્રુતજ્ઞાનના અને અને કેવલજ્ઞાનની પૂર્વેની અવસ્થામાં વ્યવસ્થિત હોવાથી પ્રાતિજ્ઞાનને શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનથી અભિન્ન મનાય છે. કારણ કે પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનનું કાર્ય છે અને કેવલજ્ઞાનનું કારણ છે. તેથી ઉપચારથી તેને તે બન્ને સ્વરૂપ મનાય છે, અતિરિક્ત નથી માન્યું, જેથી પ્રાતિજ્ઞાનને મતિજ્ઞાનાદિથી અતિરિક્ત છઠ્ઠા જ્ઞાન સ્વરૂપે માનવાનો પ્રસડ્ઝ નહીં આવે. I૧૯-૮
સામર્થ્યયોગને જણાવનાર પ્રાતિજ્ઞાન છે. એ વાત અન્યદર્શનકારોએ પણ માની છે, તે જણાવાય છે– ऋतम्भरादिभिः शब्दैर्वाच्यमेतत्परैरपि । इष्यते गमकत्वं चामुष्य व्यासोऽपि यज्जगौ ॥१९-९॥