________________
ક્રિયાવચ્ચયોગને લઈને પ્રણામ વગેરે સ્વરૂપ ક્રિયા કરી હતી તે ઉત્તમયોગી પાસેથી જ સદુપદેશાદિને પ્રાપ્ત કરવાથી ચોક્કસપણે જે ફળની ઉત્તરોત્તર પ્રાપ્તિ થાય છે તે જ ફલાવખ્યયોગ તરીકે મનાય છે.
અહીં ધર્મસિદ્ધિના વિષયમાં યોગાવસ્ચકાદિની ઉપયો– ગિતા સ્પષ્ટપણે વિચારી લેવી જોઈએ. ઉત્તમયોગીઓનું દર્શન, તેમને પ્રણામ વગેરે કરવા સ્વરૂપ ક્રિયાનું કરણ અને ત્યાર બાદ તેમની જ પાસે સદુપદેશાદિનું શ્રવણ કરવાથી મુમુક્ષુ આત્માને સાનુબન્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. તે જ ફ્લાવત્ચકયોગ છે. ઉત્તરોત્તર અનુક્રમે વિશિષ્ટ એવા ધર્મસ્વરૂપ ફળની પ્રાપ્તિને અહીં સાનુબન્ધલાવાપ્તિ તરીકે વર્ણવી છે. એકાદ બે વાર ધર્મસ્વરૂપ ફળ મળે પરન્તુ પછી તે ન મળે તો તે નિરનુબંધ ફળની પ્રાપ્તિને લાવબ્ધયોગ સ્વરૂપે વર્ણવી નથી. યોગના ફળને જેઓ ઈચ્છે છે તેમની તે ઈચ્છાને પૂર્ણ કરવા માટે આ અવસ્ચક ત્રણ યોગનું સ્વરૂપ તેઓએ સમજી લેવું જોઈએ. તે તે કાર્ય કરતી વખતે શરૂઆત ખોટી ન થાય, ક્રિયા અટકી ન પડે અને તે બગડી ન જાય એની કાળજી આપણે ચાલુ વ્યવહારમાં બરાબર રાખતા હોઈએ છીએ. એવી જ કાળજી શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં અનુષ્ઠાન કરતી વખતે રાખવામાં આવે તો ચોક્કસ જ સિદ્ધિ પ્રાપ્ત થશે. ક્રિયાનો આરંભ ખોટો થાય તેમ જ ક્રિયા અટકી પડે કે બગડી જાય તો શું થાય એની કલ્પના આપણને છે જ, તેથી અવબ્ધયોગોનું મહત્ત્વ આપણે સારી રીતે સમજી શકીએ
101010101010110111018611010101010101