________________
હોય અને તે આપણને સામે જ મળી જાય પરંતુ તેમને આપણે ઓળખીએ જ નહિ તો કાર્ય સિદ્ધ કઈ રીતે થાય ? યોગીજનોની વિશેષતાને જાણીને તેમનું દર્શન થાય તો યોગાવચ્ચક્યોગની પ્રાપ્તિ થઈ શકે છે..ઈત્યાદિ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ. મારે
ક્રિયાવચ્ચક્યોગનું સ્વરૂપ વર્ણવાય છેतेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ॥१९-३०॥
“સદ્યોગીઓને જ પ્રણામ વગેરે કરવાના નિયમથી ક્રિયાવચ્ચક્યોગ સારી રીતે(સમર્થપણે) થાય છે, જેનાથી મહાપાપના ક્ષયનો ઉદય થાય છે.” આ પ્રમાણે ત્રીસમાં શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે યોગાવચ્ચક યોગની પ્રાપ્તિથી યોગીજનોનું ગુણવાન તરીકે દર્શન થાય છે. ત્યાર પછી નિયમિતપણે તેમને પ્રણામ કરવાની તેમ જ તેમનો સત્કાર કરવા વગેરેની ક્રિયા કરવાથી યિાવચ્ચક યોગની પ્રાપ્તિ થાય છે.
કહેવાનો આશય એ છે કે વિશિષ્ટપુષ્યવાળા ઉત્તમ યોગીના દર્શન પછી પણ પ્રમાદાદિના કારણે અથવા તો બાહ્ય સંયોગોની વિચિત્રતાના કારણે તેઓશ્રીને પ્રણામ કરવાનું બનતું નથી. બને તો તેવો નિયમ રહેતો નથી અને તેથી એવા યોગીજનોને પ્રણામ કરવા વગેરેથી પ્રાપ્ત થનારા ફળથી