Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ તાત્પર્ય એ છે કે યોગીજનોના દર્શન દ્વારા તેમની સાથે આપણો જે સમ્બન્ધ થાય છે તેને પ્રથમ યોગાવખ્યક યોગ કહેવાય છે. અવખ્યક ત્રણ યોગમાં તે પ્રથમ છે. - જે યોગીજનોના દર્શનથી યોગાવચ્ચક્યોગની પ્રાપ્તિ થાય છે, તે યોગીઓનું સ્વરૂપ શ્લોકના પૂર્વાર્ધથી વર્ણવ્યું છે. તે યોગીજનો વિશિષ્ટપુષ્યસ્વરૂપ કલ્યાણના ભાજન હોય છે અને તેમના દર્શનમાત્ર થવાથી પણ તેઓ આપણા આત્માને પવિત્ર કરનારા હોય છે. એ ઉત્તમ યોગીઓનાં તેમને ગુણી માનીને જે દર્શન થાય છે તેવા દર્શનને આશ્રયીને તેમની સાથે થનારા સંબધને આઘ(પ્રથમ) અવખ્યક (યોગાવચ્ચક) યોગ કહેવાય છે. અવખ્યક્યોગની શરૂઆતની આ અવસ્થા છે. આ અવસ્થાનું ઘણું જ મહત્ત્વ છે. એને અનુરૂપ જ આગળના યોગની પ્રાપ્તિ થવાની છે. શરૂઆતમાં જ યોગી સારા મળે, એ પણ સિદ્ધિનું મુખ્ય અદ્ગ છે, નહિ તો આપણને યોગની સિદ્ધિ મેળવવી હોય અને એ વખતે માર્ગદર્શક યોગી સારા ન મળે તો; સિદ્ધિ તો દૂર રહી, પણ જે સિદ્ધ છે તે પણ ગુમાવવાનો વખત આવે એવું પણ બને! લોમાંનું તથતિનો યોગ...આ પદ નિરન્તર સ્મરણીય છે. એનું તાત્પર્ય એ છે કે સારા પણ યોગીજનોનું દર્શન તેમને ગુણવાન માનીને થાય તો જ યોગાવખ્યાગની પ્રાપ્તિ થાય છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુનું દર્શન પણ તેને તેની વિશેષતાને જાણવાથી ફળે છે. અન્યથા તેનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી-એ સમજી શકાય છે. જેનું આપણને કામ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58