________________
અષ્ટાયોગની સાધનામાં યોગના પ્રથમ અલ્ગ સ્વરૂપે અહિંસાદિ પાંચ યમની પ્રાપ્તિ થતી હોય છે. મહાવ્રતોના નામથી પ્રસિદ્ધ યમ, ઈચ્છાદિના ભેદથી ચાર પ્રકારનો છે. પ્રવૃત્તિના અભાવમાં પણ ઈચ્છા કેટલી ઉત્કટ હોય છે તે આપણે આપણી દૈનિક આહારાદિની પ્રવૃત્તિથી સમજી શકીએ છીએ. એ મુજબ જ આ ઈચ્છાયમનું સ્વરૂપ સમજી લેવું જોઈએ. આપણે જે ઈચ્છીએ છીએ તે કરી શકતા ન હોઈએ ત્યારે તે વસ્તુને પામેલાઓની તેમ જ તે વસ્તુની કે તેના સાધનાદિની સ્થા(વાત) સાંભળવામાં અત્યન્ત પ્રીતિ થતી હોય છે અને તેને લઈને તે વિષયની તીવ્ર સ્પૃહા થાય છે. એવી યમવિષણિી તીવ્ર સ્પૃહાને ઈચ્છાયમ કહેવાય છે.
તે યમો(અહિંસાદિ)નું, ક્રોધાદિ કષાયોના ઉપશમપૂર્વકનું જે પાલન(પ્રવૃત્તિ) છે, તેને પ્રવૃત્તિયમ કહેવાય છે. અહીં કાલાદિથી અવિકલ પાલન જ પ્રવૃત્તિયમ તરીકે વિવક્ષિત છે, તેથી કાલાદિથી વિકલ એવા પાલનથી યુક્ત એવા ઈચ્છાયમને પ્રવૃત્તિયમ કહેવાનો પ્રસદ્ગ નહીં આવે. અન્યથા પાલનસામાન્યને (વિકલ-અવિકલ) પ્રવૃત્તિમ માનવામાં આવે તો ઈચ્છાયમને પણ પ્રવૃત્તિમ માનવાનો પ્રસદ્ગ સ્પષ્ટ
છે.
યમના વિકલ પણ પાલનને પ્રવૃત્તિયમ કહેવાનું યોગ્ય નથી. કારણ કે વિકલયમની પ્રવૃત્તિ સ્થળે તેવી સાધુઓની સચ્ચેષ્ટાને લઈને ત્યાં પ્રધાન-શ્રેષ્ઠ ઈચ્છાયમ જ મનાય છે. શુદ્ધકિયાનો જ્યાં અભાવ છે પરંતુ તાત્ત્વિક પક્ષપાત