________________
જુદી રીતે યોગનું સ્વરૂપ વર્ણવવાનું અહીં તાત્પર્ય છે. તેથી પ્રસંગથી તે તે યોગનું નિરૂપણ કર્યું છે. ૧૯-૨પા.
ઈચ્છા અને પ્રવૃત્તિ યમનું સ્વરૂપ વર્ણવાય છે
છાવમો યોખ્રિછા, યુવા તત્વથામુલા . स प्रवृत्तियमो यत्तत्पालनं शमसंयुतम् ॥१९-२६॥
“અહિંસાદિયમવાળા આત્માઓની કથાના શ્રવણાદિથી થતા આનંદથી યુકત એવી જે યમની ઈચ્છા, તેને ઈચ્છાયમ કહેવાય છે અને પ્રવૃત્તિયમ તેને કહેવાય છે કે જે ઉપશમથી યુક્ત તેનું પાલન છે.”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો સામાન્યાર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે આ બત્રીશીના બીજા શ્લોકમાં જણાવ્યા મુજબ ઈચ્છાયોગના સ્વરૂપનો વિચાર કરવાથી સમજાશે કે સાધનની વિકલતામાં જ્યારે વિહિત અનુષ્ઠાનની ઉત્કટ ઈચ્છાથી કાલાદિથી વિકલ અનુષ્ઠાન કરવામાં આવે છે
ત્યારે તે ઈચ્છાયોગનું અનુષ્ઠાન હોય છે. ઈચ્છાયમ પણ ઈચ્છાયોગવિશેષ છે. અહિંસાદિ પાંચ પ્રકારના યમસ્વરૂપ મહાવ્રતોને જે લોકો સારી રીતે આરાધે છે, તેઓની કથાના પુણ્યશ્રવણથી આત્માને પરમ આનંદ થાય છે અને તેથી તે તે મહાત્માઓની જેમ મને પણ તે અહિંસાદિયમની પ્રાપ્તિ ક્યારે થશે, કઈ રીતે થશે.... ઈત્યાદિ ઈચ્છા, યમના વિષયમાં થાય છે. તેને ઈચ્છાયમ' કહેવાય છે. યોગની તીવ્ર ઈચ્છાની અભિવ્યક્તિ આ રીતે થતી હોય છે. યમ-નિયમાદિ