________________
(આગ્રહ) છે, ત્યાં દ્રવ્યક્યિા(વિકલ અનુષ્ઠાન)ની અપેક્ષાએ તાત્વિકપક્ષપાતને શ્રેષ્ઠ મનાય છે. યોગદૃષ્ટિ સમુચ્ચય' માં
શ્લો.નં. ૨૨૩ થી ફરમાવ્યું છે કે- તાત્ત્વિકપક્ષપાત (ક્રિયાશૂન્ય ભાવ) અને ભાવશૂન્ય જે ક્લિા (તાત્વિકપક્ષપાતરહિત ક્રિયા) : એ બંનેમાં સૂર્ય અને ખદ્યોત(ખજવો) જેટલું અન્તર છે અર્થા ઘણો મોટો ફરક છે.
યદ્યપિ સંવિગ્ન પાક્ષિક આત્માઓનું તે તે અનુષ્ઠાન કાલાદિથી વિકલ હોવા છતાં તેમને પ્રવૃત્તચક્યોગી મનાય છે, તેથી તે મુજબ તેમને પ્રવૃત્તિયમ છે એમ માનવાનું આવશ્યક હોવાથી પ્રવૃત્તિયમની વિવક્ષામાં પ્રવૃત્તિસામાન્યની વિવક્ષા કરવી જોઈએ. અન્યથા સંવિગ્નપાક્ષિકોને તેવા પ્રકારના અવિકલ અનુષ્ઠાનના અભાવે પ્રવૃત્તિયમના અભાવમાં પ્રવૃત્તચક્યોગી માનવાનું શક્ય નહીં બને. પરંતુ સંવિગ્નપાક્ષિકોને પ્રવૃત્તચક્યોગી તરીકે વર્ણવાય છે, તેથી તેમના યમ(વિકલ પણ ચમ)ને પ્રવૃત્તિયમ જ કહેવાય છે. પ્રવૃત્તિમ માટે યમનું પાલન શાસ્વનિયત(શાસ્ત્રયોગાનુસારી) જ હોવું જોઈએ એવો નિયમ નથી. વ્યવહારનયવિશેષની અપેક્ષાએ એ વિચારવું જોઈએ. ૧૯-૨જા
સ્થિરયમનું સ્વરૂ૫ વર્ણવાય છેसत्क्षयोपशमोत्कर्षादतिचारादिचिन्तया । रहिता यमसेवा तु, तृतीयो यम उच्यते ॥१९-२७॥ “વિશિષ્ટ ક્ષયોપશમના ઉત્કર્ષથી અતિચારાદિની