________________
જ છે. જે ચોક્કસ જ થવાનું છે તે થયેલું છે-એમ ઉપચારથી માનવાનું પ્રસિદ્ધ છે.
આ પ્રવૃત્તચક્યોગીઓ ઈચ્છાયોગાદિના અધિકારી છે. પ્રવૃત્તચક્યોગીઓમાં જે યોગ્યતા છે, તેને લઈને તેઓ ઈચ્છાયોગાદિને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. તેથી અધિકૃત યોગની પ્રવૃત્તિના અધિકારી પ્રવૃત્તચક્યોગી છે-એમ યોગના જાણકારો કહે છે. ૧૯-૨૪
પૂર્વે જણાવેલા ચાર પ્રકારના યમને જણાવાય છેयमाश्चतुर्विधा इच्छाप्रवृत्तिस्थैर्यसिद्धयः । योगक्रियाफलाख्यं च, स्मर्यतेऽवञ्चकत्रयम् ॥१९-२५॥
ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ સ્વરૂપ ચાર પ્રકારનો યમ છે. અને યોગ, ક્રિયા તેમ જ ફલના નામવાળો અવચ્ચક યોગ ત્રણ પ્રકારનો છે.”-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ : આ પાંચ યમ છે. તેના દરેકના ઈચ્છા, પ્રવૃત્તિ, ધૈર્ય અને સિદ્ધિ : આ ચાર પ્રકાર છે. તેથી પાંચ ઈચ્છાયમ છે, પાંચ પ્રવૃત્તિયમ છે, પાંચ ધૈર્યયમ છે અને પાંચ સિધિયમ છે, જેનું સ્વરૂપ આગળના શ્લોકથી જણાવવામાં આવશે.
યોગ, ક્યિા અને ફલના નામવાળો અવચ્ચક્યોગ ત્રણ પ્રકારનો છે. યોગાવચ્ચક્યોગ, યિાવચ્ચક્યોગ અને ફ્લાવખ્યોગનું સ્વરૂપ પણ આગળના શ્લોકથી વર્ણવાશે. જુદી