________________
ભવ્યાત્માઓ સ્વભાવથી જ કર્મની નિર્જરાને કરનારા હોવાથી વિનીત હોય છે-એ સ્પષ્ટ છે. રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રન્થિનો ભેદ કરવાથી ફુલયોગીઓ બોધવાળા હોય છે. મિથ્યાત્વની મન્ત્રતાદિને લઈને આત્માને બોધ પ્રાપ્ત થતો હોય છે. જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ હોય તોપણ જો તેવા પ્રકારની મિથ્યાત્વની મન્ત્રતા વગેરે ન હોય તો જ્ઞાન બોધસ્વરૂપે પરિણમતું નથી. મિત્રા તારા... વગેરે આઠ દૃષ્ટિઓમાં તૃણાગ્નિ, ગોમયાગ્નિ... વગેરે સ્વરૂપ જેવું તે તે બોધનું સ્વરૂપ વર્ણવ્યું છે. જ્ઞાનમાં અને બોધમાં જે ફક છે-તે સમજી લેવો જોઈએ.
ચારિત્રના કારણે ફુલયોગીઓ જિતેન્દ્રિય હોય છે. સામાન્ય રીતે આત્માની ઉપર લાગેલા કર્મસમૂહને જે ખાલી કરે છે તેને ચારિત્ર કહેવાય છે. સર્વસાવદ્યયોગથી વિરામ પામવા સ્વરૂપ ચારિત્ર પ્રસિદ્ધ છે. અંશત: પણ એવા ચારિત્રની પ્રાપ્તિ માટે ઈન્દ્રિયોને જીતવાનું આવશ્યક છે. ફુલયોગીઓ ચારિત્રવન્ત હોવાથી જિતેન્દ્રિય હોય છે. ઈન્દ્રિયોને જીતવાથી જ ખરી રીતે યોગની શરૂઆત થતી હોય છે. કુલયોગીઓનું સ્વરૂપ વિચારીએ તો તેઓ જિતેન્દ્રિય હોય જ : એ સમજી શકાય. ૧૯-૨૨૫
પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ જણાવાય છે— प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । શેષન્દ્રયાર્થિનોઽત્યાં, શુશ્રૂષાવિશુળ,ન્વિતાઃ ૫૬૧-૨ા
19x6oxoxore ૩૫ 600161