Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ “જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા છે, તેમ જ જેઓ તેમના ધર્મની પ્રવૃત્તિને કરનારા છે, તેમને કુલયોગી કહેવાય છે. બીજા ગોત્રવન્તો પણ, કુલયોગી કહેવાતા નથી.”-આ પ્રમાણે એક્વીસમા શ્લોકનો અક્ષરાર્થ છે. એનો આશય એ છે કે જેઓ યોગીજનોના કુળમાં જન્મ પામ્યા છે, તેમ જ જેઓ સ્વભાવથી તેવા ન હોવા છતાં યોગીજનોના ધર્મનું અનુસરણ કરે છે, તેમને કુલયોગી કહેવાય છે. દ્રવ્યથી અને ભાવથી તેઓ કુલયોગી છે. ગોત્રવન્તો અર્થાત્ સામાન્યથી કર્મની અપેક્ષાએ ભવ્ય હોવા છતાં જેઓ યોગીજનોના ધર્મનું અનુસરણ કરતા નથી, તેઓને કુલયોગી તરીકે માનતા નથી. આ શ્લોકની ટીકામાં વપૂમિમવ્યા સપિ...આ પાઠ છે, તેના સ્થાને યોગદૃષ્ટિસમુચ્ચયમાં શ્લો.નં. ૨૧૦ની ટીકામાં ભૂમિવ્યા વિ.આવો પાઠ છે. અર્થથી બન્ને એક છે. I૧૯-૨૧ના કુલયોગીનાં વિશેષ લક્ષણો જણાવાય છેसर्वत्राद्वेषिणश्चैते, गुरुदेवद्विजप्रियाः । दयालवो विनीताश्च, बोधवन्तो जितेन्द्रियाः ॥१९-२२॥ સર્વત્ર છેષરહિત, ગુરુદેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા, દયાળુ, વિનીત, બોધવન્ત અને જિતેન્દ્રિય કુળયોગીઓ હોય છે.” આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કુલયોગીઓને ક્યાંય પણ દ્વેષ હોતો નથી. કારણ કે કોઈ પણ સ્થાને તેમને તેવા પ્રકારનો આગ્રહ protorrororotore O storstoreoroterto

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58