________________
થાય છે. યોગાચાર્યોએ તે યોગીઓનું લક્ષણ આ પ્રમાણે (આગળના શ્લોકમાં જણાવવામાં આવશે તે) જણાવ્યું છે.” આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમનાં લક્ષણો હવે પછી જણાવવામાં આવશે તે કુલયોગી અને પ્રવૃત્તચક યોગીઓને યોગશાસ્ત્રના અધ્યયનથી જુદી જુદી રીતે પ્રસિદ્ધ એવા યોગની સિદ્ધિ સ્વરૂપ ઉપકાર થાય છે. વ્યવહાર-નિશ્ચય, સાપાય-અનયાય, સાવ-અનાશ્રવ અને ઈચ્છાદિ સ્થાનાદિ તેમ જ પ્રીત્યાદિ સ્વરૂપે યોગ પ્રસિદ્ધ છે. એ યોગોની સિદ્ધિ, કુલયોગીઓને તેમ જ પ્રવૃત્તયોગી(પ્રવૃત્તચક્યોગી)ઓને જ યોગશાસ્ત્રના અભ્યાસથી થાય છે. તેમના માટે યોગસમ્બન્ધી ઉપદેશ છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં(૨૦૯) એ વાતને જણાવતાં ફરમાવ્યું છે કે “આ યોગશાસ્ત્રના અધિકારી કુલયોગી અને પ્રવૃત્તચક યોગીઓ જ છે. બીજા યોગીઓ તેના અધિકારી નથી. કારણ કે તે બીજા યોગીઓમાંના ગોત્રયોગીને સિદ્ધિધનો સંભવ નથી અને નિષ્પન્નયોગીને સિદ્ધિ પ્રાપ્ત થયેલી છે.
યોગનું પ્રતિપાદન-નિરૂપણ કરનારા આચાર્યભગવન્તોએ કુલયોગી વગેરે યોગીઓનું લક્ષણ નીચે જણાવ્યા મુજબ વર્ણવ્યું છે. ૧૯-૨
કુલયોગીઓનું સ્વરૂપ(લક્ષણો જણાવાય છેये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये । कुलयोगिन उच्यन्ते, गोत्रवन्तोऽपि नाऽपरे ॥१९-२१॥
pornooooon o pretooooo