________________
હોતો નથી. મુખ્યપણે-દ્વેષનું કારણ આગ્રહ હોય છે. આપણી ઈચ્છા મુજબ જ થવું જોઈએ એવો આગ્રહ ન હોય તો
ક્યારે ય કોઈ પણ સ્થાને દ્વેષ નહિ થાય. કુલયોગીને તેવા પ્રકારનો આગ્રહ ન હોવાથી સર્વત્ર અદ્વેષ જ હોય છે.
ધર્મના પ્રભાવથી પોતાના આચાર મુજબ કુલયોગીને ગુરુદેવ અને બ્રાહ્મણ પ્રિય હોય છે. ધર્મપ્રિય હોવાથી, ધર્મના પ્રરૂપક ગુરુ, ધર્મમાં સહાયક દેવ અને ધર્મક્રિયામાં તત્પર દિજ-બ્રાહ્મણ, પ્રિય બને એ સમજી શકાય છે. પોતપોતાના આચારનું ઉલ્લંઘન કર્યા વિના ગુર્નાદિ ધર્મમાં સ્થિર હોવાથી કુલયોગીને તેઓ પ્રિય બને છે.
કુલયોગીઓ સ્વભાવથી જ ક્લિષ્ટ પાપકર્મથી રહિત હોવાથી દયાળુ હોય છે. લિષ્ટ પાપકર્મના યોગે માણસને દયાનો પરિણામ આવતો નથી. બીજાને ગમે તેટલું દુઃખ પડે તોપણ પોતાને દુઃખ આવવું ના જોઈએ-' આવો પરિણામ ક્લિષ્ટ પાપકર્મના ઉદયથી આવતો હોય છે, જેથી આત્માનો પરિણામ દયાહીન બને છે. કુલયોગી એવા હોતા નથી. પોતાને દુઃખ ભોગવવું પડે તોય બીજાને દુઃખ નહિ આપવાના પરિણામ સાથે બીજાના દુઃખને દૂર કરવાના પરિણામવાળા તેઓ હોય છે. - કુલયોગીઓ કુશલાનુબન્ધી ભવ્યાત્મા હોવાથી વિનીત હોય છે. સામાન્ય રીતે વિશેષે કરી કર્મને આત્માથી જે દૂર કરે છે, તેને વિનય કહેવાય છે. એવા વિનયથી સમ્પન્ન આત્માને વિનીત કહેવાય છે. ઉત્તરોત્તર કુશલના અનુબન્ધી