________________
પ્રકારાન્તરે યોગસામાન્યના ભેદ જણાવાય છેअपायाभावभावाभ्यां, सानुबन्धोऽपरश्च सः । निरुपक्रमकर्मैवाऽपायो योगस्य बाधकम् ।।१९ - १७ ॥ “અપાયના અસદ્ભાવ અને સદ્ભાવને લઈને અનુક્રમે સાનુબન્ધ અને નિરનુબન્ધ : એ બે પ્રકારનો યોગ છે. યોગનું બાધક એવું નિરુપક્રમ કર્મ જ અહીં અપાય છે.'’-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે અપાયથી રહિત યોગ સાનુબન્ધ છે અને અપાયથી સહિત યોગ નિરનુબન્ધ છે. આ રીતે યોગના સાપાય અને નિરપાય આ બે ભેદ છે.
અહીં નિરુપક્રમકોટિનું ચારિત્રમોહનીયકર્મ અપાય છે. વિશેષ પ્રકારના અનુષ્ઠાનને કરવા છતાં પણ જે કર્મનો ઉચ્છેદ થતો નથી અથવા જે કર્મના, ફળને આપવાના સામર્થ્યનો નાશ થઈ શકતો નથી, એવા કર્મને નિરુપક્રમ કર્મ કહેવાય છે. એવા પ્રકારના નિરુપક્રમ ચારિત્રમોહનીયકર્મ સ્વરૂપ અપાયને લઈને યોગ નિરનુબન્ધ બને છે. કારણ કે એ કર્મ યોગનું બાધક બને છે. ૧૯-૧ા
S
પ્રકારાન્તરથી યોગના ભેદો જણાવાય છે— बहुजन्मान्तरकरः, सापायस्यैव साश्रवः । अनाश्रवस्त्वेकजन्मा, तत्त्वाङ्गव्यवहारतः ।।१९ - १८॥ ‘“અપાય(નિરુપક્રમ ચારિત્રમોહનીયર્સ)વાળા આત્માને જ ઘણા બીજા જન્મોને કરનારો સાશ્રવયોગ હોય છે.
pornoxox ૨૦૦ pre