________________
વિશિષ્ટતાએ કોઈ વાર આવા અતાત્ત્વિક યોગની પ્રવૃત્તિથી તે જીવવિશેષને પ્રત્યાય-અનર્થની પ્રાપ્તિ થતી નથી. તેથી શ્લોમાં પ્રાયઃ પદનું ઉત્પાદન કર્યું છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૯-૧પ
ધ્યાનાદિયોગ કોને હોય છે તે જણાવાય છેशुद्ध्यपेक्षो यथायोगं, चारित्रवत एव च ।। हन्त ध्यानादिको योगस्तात्त्विकः प्रविजृम्भते ॥१९-१६॥
“યોગને અનુસરી ઉત્તરોત્તર શુદ્ધિની અપેક્ષાએ ચારિત્રવાળા જ આત્માઓને પારમાર્થિક ધ્યાન વગેરે યોગનો આવિર્ભાવ થાય છે.” આ પ્રમાણે સોળમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે તે તે અવસ્થાના અધ્યવસાય મુજબ ઉત્તરોત્તર થતી પરિણામની શુદ્ધિને લઈને પ્રવર્તતા ચારિત્રવાળા આત્માઓને જ પારમાર્થિક એક જ સ્વરૂપવાળો ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય સ્વરૂપ યોગ પ્રાપ્ત થાય છે. ચારિત્રવન આત્માઓને છોડીને બીજા અવિરતિવાળા આત્માઓને ધ્યાનાદિસ્વરૂપ તાત્ત્વિક્યોગની પ્રાપ્તિ થતી નથી.
ધ્યાનાદિસ્વરૂપ તાત્વિક્યોગ ચારિત્રવાળાને જ હોય છે, બીજાઓને નહીં- આ નિયમ છે. ઈત્યાદિ સ્પષ્ટ છે. યોગબિન્દુમાં શ્લો.નં. ૩૭૧નું અહીં થોડું અનુસન્ધાન કરવું જોઈએ. શુધ્યક્ષ યથાયો ના સ્થાને શુધ્યક્ષ યથોત્તર આવો પાઠ ત્યાં છે. આમ જોઈએ તો બંનેનું તાત્પર્ય એક છે જે, તે શ્લોકને જોવાથી સમજી શકાશે. ૧૯-૧૬
ororatoronot
2015)
a resotorecoronter