________________
સ્થિતિ અથવા ઉત્કૃષ્ટસનો બંધ કરવાના નથી એવા જીવોને અપુનર્બન્ધક કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી યોગના કારણને યોગ માનવામાં આવે છે. તેથી અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ તાત્વિક્યોગ અપુનર્બન્ધદશામાં પણ માનવામાં આવે છે. તેમ જ ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે હોય છે-એ સમજી લેવું જોઈએ.
નિશ્ચયનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો ન હોવાથી તાત્ત્વિક રીતે અધ્યાત્માદિયોગ ચારિત્રસમ્પન્ન આત્માઓને જ હોય છે, અપુનર્બન્ધકાદિને તે હોતો નથી. અહીં આ શ્લોથી અધ્યાત્મ અને ભાવના યોગ તાત્ત્વિક રીતે કોને હોય છે, તે જણાવ્યું છે. ધ્યાનાદિ યોગ અંગે હવે પછી જણાવાશે. ૧૯-૧૪.
- અતાત્વિક અધ્યાત્માદિ યોગ કોને હોય છે તે જણાવાય છે–
सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः । प्रत्यपायफलप्रायस्तथावेषादिमात्रतः ॥१९-१५॥
“સકૃદાવર્તનાદિક જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારથી અને નિશ્ચયથી અતાત્વિક હોય છે. તેવા પ્રકારના વેષાદિમાત્ર જ હોવાથી એવા અતાત્વિક યોગનું ફળ પ્રાયઃ અનર્થ છે.”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે જે જીવો હજુ મિથ્યાત્વ