________________
પ્રવ્રજ્યાના અધિકારી છે. જે જીવો એવા નથી, તેઓ જ્ઞાનયોગની આરાધના કરી શકતા નથી અને જે જીવો આવા છે તેઓ જ્ઞાનયોગની આરાધના કરતા નથી એવું નથી અર્થાત્ કરતા હોય છે. આગમ શ્રી સર્વજ્ઞભગવન્તોના વચન સ્વરૂપ છે. તેથી ત્યાં આ વાત જણાવી નથી-એવું નથી.
કેવલજ્ઞાન વડે, અચિન્તવીર્યના કારણે ભવોપગ્રાહી કમ તત્કાલમાં ક્ષય પામે તે રીતે વ્યવસ્થિત કરી તે કર્મોનો ક્ષય કરવાના વ્યાપારને(આત્માના પ્રયત્નવિશેષને) આયોજ્યકરણ કહેવાય છે. તેનું ફળ શૈલેશી-અવસ્થા છે. આયોજ્યકરણ પછી યોગસન્યાસસ્વરૂપ યોગની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે તેના જાણકારો કહે છે. શૈલૈશી-અવસ્થામાં કાયા, વચન અને મનના યોગોનો સન્યાસ થવાથી અયોગ નામના સર્વસન્યાસ સ્વરૂપ સર્વોત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૧૯-૧૨ા.
યોગસામાન્યના ભેદ જણાવાય છેतात्त्विकोऽतात्त्विकश्चेति, सामान्येन द्विधाप्ययम् । तात्त्विको वास्तवोऽन्यस्तु, तदाभासः प्रकीर्तितः ॥१९-१३॥
સામાન્યથી આ યોગ તાત્ત્વિક અને અતાત્ત્વિક એમ બે પ્રકારે પણ મનાય છે. તાત્વિક્યોગ વાસ્તવિક હોય છે અને અતાત્ત્વિક્યોગ તો યોગાભાસસ્વરૂપ કહેવાય છે.” આ પ્રમાણે તેરમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્યથી એટલે કે યોગના અધ્યાત્માદિ