________________
નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનારા વ્યવહારનયની અપેક્ષાએ એક જન્મવાળો અનાશ્રવયોગ છે.” આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે યોગના સાપાય અને નિરપાય જેમ બે ભેદ છે તેમ સાશ્રવ અને અનાશ્રવ : આ પણ બે ભેદ છે.
ચારિત્રમોહનીયસ્વરૂપ નિરુપક્રમકર્મવાળા(સાપાયયોગવાળા) આત્માને જ સાઢવયોગ હોય છે. સામવયોગ દેવ, મનુષ્ય વગેરે અનેક જન્મોની પ્રાપ્તિ કરાવનારો બને છે. કારણ કે નિરુપક્રમ(ઉપકમરહિત)કર્મ, અવશ્ય ભોગવવાં પડે છે, જેથી એના કારણે વારંવાર જનમવું પડે છે. આ રીતે સાઢવયોગ વર્તમાન જન્મને છોડીને બીજા દેવ કે મનુષ્ય વગેરે અનેક જન્મોનું કારણ બને છે. અનાથવયોગ તો વર્તમાન એક મનુષ્યજન્મવાળો જ હોય છે અર્થા એ જન્મને છોડીને બીજા જન્મનું, એ અનાવયોગ કારણ થતો નથી,
યદ્યપિ અયોગકેવલીગુણસ્થાનકની પૂર્વે સર્વસંવરભાવ ન હોવાથી આશ્રવનો અભાવ નથી. તેથી એ વખતે વર્તમાન જન્મમાં અનાશ્રવયોગનો સંભવ નથી, પરંતુ નિશ્ચયનયને પ્રાપ્ત કરાવનાર તત્ત્વાડ્મસ્વરૂપ વ્યવહારનયને આશ્રયીને અનાશ્રવયોગનું નિરૂપણ અહીં છે, તેથી કોઈ દોષ નથી. કારણ કે તત્ત્વાલ્ગભૂત(નિશ્ચયપ્રાપક) વ્યવહારનય, કષાયપ્રત્યયિક(કષાયના કારણે) કર્મબન્ધસ્વરૂપ જ આશ્રવને
સ્વીકારે છે. તેથી યોગાદિપ્રત્યયિક અલ્પકાળ પ્રમાણ આશ્રવ હોવા છતાં અનાશ્રવત્વ માનવામાં કોઈ દોષ નથી, જ્યાં