________________
વિશેષભેદોની વિવક્ષા ન કરીએ તો યોગસામાન્યના તાત્વિક અને અતાત્વિક: આવા બે ભેદ છે અર્થાત્ તાત્વિક અને અતાત્ત્વિક ભેદથી યોગ બે પ્રકારનો પણ મનાય છે.
તાત્વિક્યોગ કોઈ પણ નયને આશ્રયીને સાક્ષાત્ કે પરમ્પરાએ આત્માને મોક્ષની સાથે જોડી આપવા સ્વરૂપ ફળવાળો હોવાથી તે વાસ્તવિક છે. પરંતુ તાત્વિક્યોગને છોડીને જે બીજો અતાત્ત્વિક્યોગ છે, તે કોઈ પણ નયની અપેક્ષાએ મોક્ષની સાથે આત્માને જોડી આપનારો ન હોવાથી વાસ્તવિક નથી. યોગને ઉચિત વેષાદિના કારણે યોગની જેમ પ્રતીત થતો હોવાથી તે યોગાભાસ, યોગ તરીકે વર્ણવાય છે, પરમાર્થથી તો તે યોગ નથી. ૧૯-૧૩
તાત્વિક્યોગ કોને હોય છે, તે જણાવાય છેअपुनर्बन्धकस्यायं, व्यवहारेण तात्त्विकः । अध्यात्मभावनारूपो, निश्चयेनोत्तरस्य तु ॥१९-१४॥
તાત્વિક અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારનયથી અપુનર્બન્ધદશાને પામેલા આત્માને હોય છે અને નિશ્ચયનયથી તે ચારિત્રસમ્પન્ન આત્માને જ હોય છે.”આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કારણમાં કાર્યનો ઉપચાર કરવા સ્વરૂપ વ્યવહારથી અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ (તાત્ત્વિક્યોગ), અપુનબંધૂકદશાને પામેલા આત્માઓને હોય છે.
જે જીવો હવે પછી મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટ
OOO
tooooooo
S
&