________________
મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો એકવાર બન્ધ કરવાના છે તેમને સમૃદાવર્તન(સમૃદ્બન્ધક) કહેવાય છે. તેમ જ તેવા પ્રકારની ઉત્કૃષ્ટસ્થિતિનો બન્ધ બે વાર કરવાના છે તેમને દ્વિરાવર્તન કહેવાય છે. શ્લોકમાંના સવાવર્તનાવીનામ્ ના જ્ઞાતિ પદથી દ્વિરાવર્તન (દ્વિર્બન્ધક) જીવો અને ત્રિરાવર્તનાદિ જીવોનો સંગ્રહ કરાય છે. એ સમૃદ્બન્ધક અને દ્વિર્બન્ધકાદિ જીવોને વ્યવહારથી તેમ જ નિશ્ચયથી અતાત્ત્વિક યોગ હોય છે. કારણ કે તે જીવોના પરિણામ અશુદ્ધ હોય છે. તેથી સમૃદ્બન્ધકાદિ જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ અતાત્ત્વિક હોય છે.
એ અતાત્ત્વિક યોગનું ફળ પ્રાયે કરી અનર્થ હોય છે. કોઈ જીવવિશેષને તેનું તેવા પ્રકારનું અનિષ્ટ-અનર્થસ્વરૂપ ફળ કોઈ વાર ન પણ પ્રાપ્ત થાય. પરન્તુ મોટા ભાગે અતાત્ત્વિકયોગ અનર્થપ્રદ જ છે. અતાત્ત્વિયોગ વખતે, તેવા પ્રકારના(તાત્ત્વિકયોગને અનુકૂળ) ભાવથી સારભૂત અધ્યાત્મ અને ભાવના યોગવાળા યોગી જનોને ઉચિત એવો વેષ તેમ જ તેવી ક્રિયા અને ભાષા હોય છે. અર્થાત્ માત્ર બાહ્ય વેષ, ક્રિયા વગેરે હોય છે; પરન્તુ કોઈ પણ પ્રકારની તેવી શ્રદ્ધા હોતી નથી. બાહ્ય દૃષ્ટિએ યોગી જનોનું સ્વરૂપ, તેમની કાચિક ચેષ્ટા અને વચનની પ્રવૃત્તિ અતાત્ત્વિયોગવાળા આત્માઓમાં જોવા મળે પરન્તુ આન્તરિક એવી કોઈ શ્રદ્ધા તેમનામાં હોતી નથી, જેથી બહુલતયા એ આત્માઓને અનર્થની જ પ્રાપ્તિ થતી હોય છે. તથાભવ્યત્વની
1661611616115 ૨૫ મ