________________
પ્રવ્રજ્યાકાળમાં પણ હોય છે. કારણ કે તે સમયે પ્રવૃત્તિસ્વરૂપ (સાવદ્યપ્રવૃત્તિસ્વરૂપ) ધર્મોનો સંન્યાસ હોય છે. પ્રવ્રજ્યા દરમ્યાન પૂજા દાનાદિ ધર્મોનો ત્યાગ કરવાનો હોય છે. તેથી પ્રવ્રજ્યા જ્ઞાનયોગની પ્રતિપત્તિ(સ્વીકાર) સ્વરૂપ છે. ચતુર્થગુણસ્થાનકાદિ માટે વિહિત પણ એવી પ્રવૃત્તિ સ્વરૂપ ધર્મોનો, છઠ્ઠા ગુણસ્થાનકાદિ માટે તે નિષિદ્ધ હોવાથી ત્યાગ કરવો પડે છે. આથી જ એ પ્રવ્રજ્યાનો અધિકારી ભવિરત મનાય છે. રાગ, પ્રવૃત્તિનું કારણ છે અને વૈરાગ્ય નિવૃત્તિનું કારણ છે. નિવૃત્તિ વખતે પ્રવૃત્તિસ્વરૂપ ધર્મોનો ત્યાગ હોય જ : એ સમજી શકાય છે.
પ્રવ્રજ્યાના અધિકારી તરીકે ભવિરક્તનું વર્ણન કરતાં ફરમાવ્યું છે કે-આર્યદેશમાં જન્મેલા, વિશિષ્ટ જાતિ અને કુળવાળા, લગભગ ક્ષીણ થયેલા કર્મમલવાળા, નિર્મળબુદ્ધિવાળા, ‘મનુષ્યપણું દુર્લભ છે, જન્મ-મરણનું કારણ છે, પુણ્યથી પ્રાપ્ત સમ્પત્તિ ચંચળ છે, વિષયો દુ:ખના કારણ છે, સંયોગના અન્તે વિયોગ છે, પ્રત્યેક ક્ષણે મરણ છે (આયુષ્ય ક્ષીણ થાય છે), ભવાન્તરમાં ભયંકર વિપાક છે.''આ પ્રમાણે સંસારની નિર્ગુણતાના જ્ઞાનવાળા, તેથી જ તેનાથી વિરક્ત થયેલા, અત્યન્તમન્દ કષાયવાળા, અલ્પ(નહિવત્) હાસ્ય રતિ વગેરે નોકષાયવાળા, કૃતજ્ઞ, વિનયવાળા, દીક્ષા લેવાની ભાવના પૂર્વે પણ રાજા મન્ત્રી વગેરેથી માન્ય બનેલા, ગુર્વાદિકનો દ્રોહ નહીં કરનારા, અક્ષત અઙ્ગવાળા, શ્રદ્ધાવન્ત અને સામેથી પોતાની મેળે દીક્ષા લેવા માટે આવેલા જીવો
૨૧