Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ ઉપર જણાવેલા પ્રસિદ્ગને ઈષ્ટાપત્તિથી નિવારી નહિ શકાય, એનું કારણ જણાવાય છે प्रातिभज्ञानगम्यस्तत्सामर्थ्याख्योऽयमिष्यते । अरुणोदयकल्पं हि, प्राच्यं तत्केवलार्कतः ॥१९-७॥ “તેથી પ્રાતિજજ્ઞાનથી જણાતો આ સામર્થ્ય નામનો યોગ કહેવાય છે. કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યના પૂર્વકાળમાં થનાર અરુણોદયજેવો આ સામર્થ્યયોગ છે.”-આ પ્રમાણે સાતમા શ્લોનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્ય યોગનું સ્વરૂપ શાસ્વાતીત છે. તેનું વર્ણન જો શાસ્ત્રો કરે તો ઉપર જણાવ્યા મુજબ તે તે શાસ્ત્રના શ્રવણકાળમાં શ્રોતાઓને મોક્ષની પ્રાપ્તિનો પ્રસંગ આવશે. એ પ્રસંગ ઈષ્ટ જ છેએમ કહી શકાય એવું નથી, કારણ કે એમ બનતું નથી. તેથી સામર્થ્યયોગને શાસ્ત્રથી ગમ્ય માનતા નથી, પરંતુ પ્રાતિભજ્ઞાનથી ગમ્ય મનાય છે. | સર્વજ્ઞપણાનો કારણભૂત એ યોગ માર્ગાનુસારી પ્રકૃષ્ટ વિચારનો જ વિષય છે, વાણીનો તે વિષય નથી. કારણ કે ક્ષપબ્રેણીના કાળમાં થનાર ધર્મવ્યાપાર માત્ર સ્વાનુભવથી જ વેદ્ય(ગમ્ય) છે. પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ ક્ષકશ્રેણીના કાળમાં હોવાથી તે શાસ્ત્રથી ગમ્ય નથી પરંતુ સ્વાનુભવ(પ્રાતિજ્ઞાનાત્મક અનુભવ)થી ગમ્ય બને છે. યદ્યપિ પ્રાતિજજ્ઞાનથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રથી ગમ્ય નથી : એ કહેવાનું ઉચિત નથી. કારણ કે પ્રાતિજજ્ઞાન પણ શ્રુતજ્ઞાનવિશેષ સ્વરૂપ છે. અન્યથા એને શ્રુતજ્ઞાનથી

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58