Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ : અતિરિક્ત માનવામાં આવે તો છઠું જ્ઞાન માનવાનો પ્રસંગ આવશે અર્થાર્ જ્ઞાન પાંચ છે : એ વાક્યનો વિરોધ આવશે. તેથી સામર્થ્યયોગમાં શાસ્ત્રાતિક્રાન્તવિષયત્વ છે (શાસ્ત્રમાં સર્વ પ્રકારે તેનું વર્ણન નથી.)-એ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. પરન્તુ પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોવાથી તેનાથી ગમ્ય સામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાન્તગોચર છે-એમ કહેવામાં કોઈ દોષ નથી. ‘“પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનસ્વરૂપ ન હોય તો છઠ્ઠા જ્ઞાનને માનવાનો પ્રસંગ આવશે” આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે તે પ્રાતિભજ્ઞાન કેવલજ્ઞાનસ્વરૂપ સૂર્યની પૂર્વકાળમાં થતું હોવાથી અરુણોય(લાલ આભા) જેવું છે. અર્થાત્ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનની વચ્ચે થનારું એ જ્ઞાન હોવાથી તેનો સમાવેશ ઉભયમાં શક્ય છે. ૧૯-ગા અરુણોદયજેવું પ્રાતિભજ્ઞાન છઠ્ઠું જ્ઞાન નથી-એ સ્પષ્ટ કરાય છે— रात्रेर्दिनादपि पृथग्, यथा नो वारुणोदयः । श्रुताच्च केवलज्ञानात्, तथेदमपि भाव्यताम् ॥ १९-८॥ “જેમ અરુણોદય રાત્રિ અને દિવસથી પૃથક્ (અતિરિક્ત) અથવા અપૃથક્(અનતિરિક્ત) નથી, તેમ કેવલજ્ઞાનથી કે શ્રુતજ્ઞાનથી આ પ્રાતિભજ્ઞાન પૃથક્ કે અપૃથક્ નથી-એ વિચારવું જોઈએ.’-આ પ્રમાણે આઠમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે અરુણોદય રાત અને દિવસના અન્તે અને શરૂઆતમાં થાય છે, તે જેમ રાત અને Connorror ૧૩

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58