________________
છે. એના અભાવમાં સર્વજ્ઞતાની પ્રાપ્તિ થતી નથી. શાસ્ત્રથી જ જો બધાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થઈ જાય તો તેવા પ્રકારના ચારિત્રની પ્રાપ્તિમાં વિલંબનું કોઈ જ કારણ નહિ હોવાથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસગ્ન આવશે. | સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોવા છતાં સાયિકભાવનું ચારિત્ર નહિ હોવાથી સર્વજ્ઞત્વનો પ્રસજ્ઞ યદ્યપિ આવતો નથી. પરંતુ જ્યાં જ્યાં સર્વસિધિ-ઉપાયનું જ્ઞાન છે, ત્યાં ત્યાં સર્વજ્ઞત્વ છે-આ પ્રમાણે સર્વજ્ઞત્વનું વ્યાપ્ય સર્વસિધિ-ઉપાયનું જ્ઞાન હોવાથી શાસ્ત્રથી જ જો સર્વસિધ્યાયનું જ્ઞાન થતું હોય તો માત્ર શાસ્ત્રજ્ઞાતાઓમાં સર્વજ્ઞત્વ માનવું જ પડશે. કારણ કે જ્યાં વ્યાપ્ય (ધૂમાદિ) હોય ત્યાં વ્યાપક (વહિન વગેરે) હોય જ એ સ્પષ્ટ છે. આ વિષયને જણાવતાં યોગદૃષ્ટિ સમુચ્ચય' માં ફરમાવ્યું છે કે-સિદ્િધ નામના પદની સમ્પ્રાપ્તિના હેતુવિશેષ સમ્યગ્દર્શન વગેરે, પરમાર્થથી અહીં લોકમાં યોગીઓ વડે સર્વપ્રકારે જ શાસ્ત્રથી જ જાણી શકાતા નથી. કારણ કે તેના અનન્સ પ્રકારો છે. શાસ્ત્રથી જ વિના વિલંબે ફળ આપવાદિ બધા પ્રકારે મોક્ષપ્રાપ્તિહેતુઓનું જ્ઞાન થવાથી કેવલજ્ઞાનની જેમ સાક્ષાત્કાર થવાના કારણે શ્રોતા એવા યોગીને સર્વજ્ઞપણાની સિદ્ધિ થશે. અને તેથી શાસ્ત્રશ્રવણ વખતે મોક્ષપદની પ્રાપ્તિનો પ્રસદ્ગ આવશે. કારણ કે અયોગિકેવલિત્વના સદ્ભાવનું જ્ઞાન તે વખતે શાસ્ત્રશ્રવણથી જ થયેલું હશે. I૧૯