________________
માત્ર છે. આથી સમજી શકાય છે કે શાસ્ત્ર લપર્યવસાયી હોવા છતાં ફળના ઉપાયોનું વર્ણન સામાન્યથી જ કરે છે.
આ રીતે સામર્થ્યયોગ લપર્યવસાયી એવા શાસ્ત્રનો વિષય છે અને તેની શક્તિ પ્રબળ હોવાથી તે શાસ્ત્રના વિષયથી અતિક્રાન્ત છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની શક્તિ અધિક છે, તે સ્પષ્ટ છે. શાસ્ત્રથી સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે અને સામર્થ્યયોગથી કૈવલ્યની પ્રાપ્તિ થાય છે.
||૧૯-૫||
સામર્થ્યયોગ શાસ્ત્રાતિક્રાન્તવિષયવાળો છે : તેનું
સમર્થન કરાય છે
-
शास्त्रादेव न बुध्यन्ते, सर्वथा सिद्धिहेतवः । अन्यथा श्रवणादेव, सर्वज्ञत्वं प्रसज्यते ॥ १९-६॥
“મોક્ષનાં કારણોનો બધી રીતે બોધ શાસ્ત્રથી જ થતો નથી. અન્યથા શાસ્ત્રથી જ તેનો બોધ થાય તો શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ આવશે.’’-આ પ્રમાણે છઠ્ઠા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષના કારણભૂત યોગો અસખ્ય છે, એ બધા બધી રીતે શાસ્ત્રથી જ જણાતા નથી. કારણ કે શાસ્ત્રનું એટલું સામર્થ્ય નથી. શાસ્ત્રથી જ જો એ બધા સિદ્ધિહેતુઓ જણાય તો શાસ્ત્રના જ્ઞાતાઓ સર્વશ જ થઈ જાય. અર્થાત્ તેઓ બધામાં સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ આવશે.
ચપિ શાસ્ત્રથી જ બધા ય સિદ્ધિહેતુઓને જાણવા
XOXOXOXOXOXOXOXOXOX