________________
છે. આ શ્લોથી વ્યાસમહર્ષિએ એ પ્રજ્ઞાનું તેના ફળના વર્ણન દ્વારા વર્ણન કર્યું છે.
એનો આશય એ છે કે આગમના ઉપયોગથી, ત્યાર પછી અનુમાનના ઉપયોગથી અને અને ધ્યાનાભ્યાસના રસના ઉપયોગથી જે આત્માઓ પોતાની પ્રજ્ઞાનો ઉપયોગ-વ્યાપાર(કાર્યાન્વિત) કરે છે, તેને ઉત્તમયોગની પ્રાપ્તિ થાય છે. રાગાદિથી રહિત એવા આપ્તપુરુષના વચનને આગમ કહેવાય છે, જે શાસ્ત્રસ્વરૂપે પ્રસિદ્ધ છે. અતીન્દ્રિય પદાર્થોના અસ્તિત્વની સિદિધ માટે એ એક જ આપણા માટે સાધન છે. શાસ્ત્રસિદ્ધ તે તે પદાર્થની સિદ્ધિની દૃઢતા માટે અનુમાન છે. લિફ્ટ(ધૂમાદિ)જ્ઞાનથી થનાર લિગ્ગી(અગ્નિ વગેરે)ના જ્ઞાનને અનુમાન કહેવાય છે. શાસ્ત્રથી જાણેલા(શાસ્ત્રશ્રવણ દ્વારા જાણેલા) અર્થોને અનુમાનથી ગ્રહણ કરવાના કારણે જ્ઞાનમાં દૃઢતા આવે છે. અનુમાનથી અર્થગ્રહણ કરવાના કારણે આગમથી જાણેલા અર્થની ઉપપત્તિ થાય છે.
આ રીતે આગમ અને અનુમાનથી ગ્રહણ કરેલા અર્થની દિદ્રક્ષા(જોવાની ઈચ્છા)ને લઈને તે અર્થના વારંવાર સતત અનુશીલન સ્વરૂપ ધ્યાનાભ્યાસના રસથી તમ્મરાપ્રજ્ઞા પ્રાપ્ત થાય છે, જેનો વિષય આગમ(શ્રુત) અને અનુમાનના વિષયથી જુદો છે-એ સમજી શકાય છે. આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી બુદ્ધિનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ યોગની-સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. મતિજ્ઞાનાદિના ક્ષયોપશમાદિના કારણે મળેલી પ્રજ્ઞાનો ઉપર