________________
સંજ્ઞા શબ્દનો અર્થ અહીં નામ નથી. આથી સમજી શકાશે કે ધર્મસંન્યાસસ્વરૂપ અને યોગસંન્યાસસ્વરૂપ : આ બે સ્વરૂપના ભેદથી તે તે સ્વરૂપવાળા સામર્થ્યયોગનું દૈવિધ્ય છે. ધર્મસન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ અને યોગસન્યાસસ્વરૂપ સામર્થ્યયોગ : આ બે પ્રકારનો સામર્થ્યયોગ છે. તેમાં જે ધર્મોનો સન્યાસ છે, તે ધર્મો ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થયેલા છે. ક્ષમા વગેરે ધર્મો ચારિત્રમોહનીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તે ક્ષમા, મુક્તિ(ઈચ્છાનો અભાવ), ઋજુતા વગેરે ધર્મોનો ધર્મસન્યાસયોગમાં સન્યાસ હોય છે. ‘મૂકી દેવું તેને ન્યાસ કહેવાય છે. અને સારી રીતે મૂકી દેવું તેને સન્યાસ કહેવાય છે. “એક્વાર મૂકી(છોડી) દીધા પછી ફરી પાછું તેનું ગ્રહણ ન કરવું તે સન્યાસ છે. ક્ષમાદિ ધર્મોનો ક્ષયોપશમભાવ આજ સુધી અનેકવાર થયો હતો. તેનો ત્યાગ પણ અનેકવાર થયો. પરંતુ તેને ફરી પાછા ગ્રહણ ક્ય. તેથી ધર્મસન્યાસયોગની પ્રાપ્તિ થઈ નહીં. ધર્મસન્યાસયોગમાં ક્ષયોપશમભાવના ક્ષમા, મુક્તિ અને ઋજુતાદિ ધર્મોનો સન્યાસ થાય છે. તે બધા ધર્મો ક્ષાયિકભાવે પરિણમતા હોવાથી ફરી પાછો તે ધર્મોનો ન્યાસ કરવાનો પ્રસંગ આવતો નથી.
કાયા અને વચનાદિના વ્યાપાર(કર્મ-ક્રિયા-પ્રવૃત્તિ)ને અહીં યોગસન્યાસયોગમાં યોગ કહેવાય છે. કાયયોગાદિનો ત્યાગ ક્યા પછી ફરીથી તેનું ગ્રહણ કરવું પડતું ન હોવાથી તે વખતે યોગનો સન્યાસ થાય છે, જે યોગનિરોધની અવસ્થા