Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ જણાવ્યા મુજબ ત્રણ રીતે ઉપયોગ કરવાથી ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. એક રીતે વિચારવાથી સમજાશે કે પ્રજ્ઞાનો એ જ ઉપયોગ છે. શાસ્ત્રની વાતોનો સ્વીકાર કરી અને અનુમાનથી એની દૃઢ પ્રતીતિ કરી તેને સાક્ષાત્ કરવા સતત તેના ધ્યાનનો રસ કેળવવો જોઈએ. આ રીતે પ્રજ્ઞાનો ત્રણ પ્રકારે ઉપયોગ કરવાથી ઉત્તમ એવા યોગની પ્રાપ્તિ થાય છે, જે સર્વોત્કૃષ્ટ-સામર્થ્યયોગસ્વરૂપ છે. ૧૯-૧ના ઉપર જણાવેલા સામર્થ્યયોગના પ્રકાર જણાવાય છે– द्विधाऽयं धर्मसन्न्यासयोगसन्न्याससंज्ञितः ।। क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु ॥१९-११॥ ધર્મસંન્યાસનામવાળો અને યોગસન્યાસનામવાળો સામર્થ્યયોગ બે પ્રકારનો છે. ધર્મસંન્યાસમાંનો ધર્મ લાયોપથમિક છે અને યોગસંન્યાસઘટક યોગ કાયાદિના વ્યાપાર(પ્રવૃત્તિ) સ્વરૂપ છે. આ પ્રમાણે અગિયારમી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામર્થ્યયોગ બે પ્રકારનો છે. એકનું નામ ધર્મસન્યાસ છે અને બીજાનું નામ યોગસંન્યાસ છે. શ્લોકમાંના ‘સન્યાસોનાક્ષત્તિ:' -આ પદનો અર્થ કરતાં ટીકામાં ફરમાવ્યું છે કે ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સંજ્ઞા જેને થઈ છે તે સામર્થ્યયોગ છે. જે જણાય છે તે સંજ્ઞા છે.'-આ અર્થની અપેક્ષાએ સંજ્ઞા શબ્દનો અર્થ તેનું (પદાર્થ-સામર્થ્યયોગનું) સ્વરૂપ થાય છે. પરન્તુ ooooo to or O nategoroscottoo

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58