________________
“આ પ્રાતિભજ્ઞાનને સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે અન્યદર્શનકારોએ ઋતમ્બરાપ્રજ્ઞા ઈત્યાદિ નામે ઇછ્યું છે. આથી જ મહર્ષિ વ્યાસે પણ કહ્યું છે કે-(જે ગ્લો.નં. ૧૦માં જણાવાશે.)’’–આ પ્રમાણે નવમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે કે પાતઞ્જલાદિએ સામર્થ્યયોગના જ્ઞાપક તરીકે આ પ્રાતિભજ્ઞાનને ઋતમ્ભરાપ્રજ્ઞા વગેરે નામથી જણાવ્યું છે. મોક્ષના સાધનભૂત તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે પ્રાપ્ત થનારી એ પ્રજ્ઞા છે. દરેક દર્શનકારોએ એવી અવસ્થાવિશેષનું વર્ણન જુદી જુદી રીતે કર્યું છે.
આત્માના શુદ્ધ સ્વરૂપનો આવિર્ભાવક સામર્થ્યયોગ છે અને તેનું જ્ઞાપક પ્રાતિભજ્ઞાન છે. જેને અન્યદર્શનકારોએ ઋતમ્ભરાપ્રજ્ઞા, તારક્શાન વગેરે શબ્દો દ્વારા વર્ણવ્યું છે. સામર્થ્યયોગને જણાવવાનું સામર્થ્ય પ્રાતિભજ્ઞાનાદિમાં જ મનાય છે. ૫૧૯-૯૫
મહર્ષિ વ્યાસે જે વર્ણવ્યું છે તે જણાવાય છે— आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च ।
ત્રિધા પ્રશ્પયન્ પ્રજ્ઞાં, મતે યોગમુત્તમમ્ ॥૬૧-૨૦ના
‘આગમથી, અનુમાનથી અને ધ્યાનાભ્યાસના રસથી : એમ ત્રણ પ્રકારે પ્રજ્ઞાનો ઉપયોગ કરનાર ઉત્તમ એવા યોગને પ્રાપ્ત કરે છે.'' આ પ્રમાણે દશમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામર્થ્યયોગના ગમક-જ્ઞાપક તરીકે ઋતંભરાપ્રજ્ઞા સ્વરૂપે પ્રાતિભજ્ઞાનનું વ્યાસમહર્ષિએ વર્ણન કર્યું
merroronsorex ૧૫૦૦-૭૦૦છું,