________________
દીર્ઘકાલીન ગ્રન્થરચના સ્વરૂપ અનુષ્ઠાન ઈચ્છાયોગનું છે અને ઈષ્ટદેવતાનમસ્કાર(સ્તવ)સ્વરૂપ મંગલ તેના પર્યાય(અલ્ગ)ભૂત છે. તેથી ઈચ્છાયોગથી જન્ય એ અનુષ્ઠાન ઈચ્છાયોગનું છે, એમ કહેવામાં કોઈ દોષ નથી-એ વિચારવું જોઈએ. I૧૯-શા
શાસ્ત્રયોગનું નિરૂપણ કરાય છેयथाशक्त्यप्रमत्तस्य, तीव्रश्रद्धावबोधतः । शास्त्रयोगस्त्वखंडाराधनादुपदिश्यते ॥१९-४॥ .
“તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે પ્રમાદથી રહિત એવા આત્માની, શક્તિના અતિક્રમણ વિના જે અખંડપણે આરાધના થાય છે તે વચનાનુષ્ઠાનને લઈને શાસ્ત્રયોગ જણાવાય છે અર્થાત્ તે અનુષ્ઠાન શાસ્ત્રયોગનું વર્ણવાય છે.”-આ પ્રમાણે ચોથા શ્લોકનો અર્થ છે.
એનો આશય એ છે કે તેવા પ્રકારના મિથ્યાત્વાદિ મોહનીય વગેરે કર્મના અપગમથી આત્માને નિર્મલતર શ્રદ્ધા અને અવબોધની પ્રાપ્તિ થાય છે. શ્રી જિનેશ્વરદેવોના પ્રવચન પ્રત્યે જે આસ્તિક્ષ્ય ('છે' એવી ઢ માન્યતા) છે, તેને શ્રદ્ધા કહેવાય છે અને તત્ત્વપરિચ્છેદસ્વરૂપ અવબોધ છે. એ તીવ્ર શ્રદ્ધા અને અવબોધના કારણે વિકથા કે નિદ્રાદિ પ્રમાદથી રહિત એવા આત્માઓ, પોતાની શક્તિનો સમગ્રપણે ઉપયોગ કરી અર્થાત્ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના તે તે અનુષ્ઠાનો અખંડપણે આરાધે છે. તેમનાં તે તે કાલાદિથી