Book Title: Yog Vivek Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ છતાંય સર્વજ્ઞત્વની સિદ્ધિને કરી આપનાર ઉત્કૃષ્ટહેતુભૂત જ્ઞાન ન હોવાથી શાસ્ત્રના જ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ નહીં આવે. પરન્તુ શાસ્ત્રથી જ સઘળાય સિદ્ધિહેતુઓનું જ્ઞાન થતું હોય તો સર્વજ્ઞત્વની સિદ્ધિના ઉપધાયક ઉત્કૃષ્ટહેતુભૂત જ્ઞાન પણ થવું જ જોઈએ અને તેથી માત્ર શાસ્ત્રના જ્ઞાતાને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ. યદ્યપિ સર્વ સિદ્ધિહેતુઓનું શાસ્ત્રથી જ્ઞાન થવા છતાં એ મુજબ સર્વહેચોપાદેયની નિવૃત્તિ અને પ્રવૃત્તિ સ્વરૂપ આચરણરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયેલી ન હોવાથી જ માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને વિશે સર્વજ્ઞત્વ માનવાનો પ્રસંગ નહીં આવે. પરન્તુ સર્વસિદ્ધિહેતુઓના જ્ઞાનથી હેયોપાદેયના ઉપલંભ સ્વરૂપાચરણાત્મક ચારિત્રમાં વિલંબ થવાનું કોઈ જ કારણ નથી. તેથી માત્ર શાસ્ત્રજ્ઞાતાઓને સર્વજ્ઞ માનવાનો પ્રસંગ છે જ. આશય એ છે કે હેયની નિવૃત્તિ અને ઉપાદેયની પ્રવૃત્તિ સ્વરૂપ ચારિત્ર છે. સર્વસિદ્ધિહેતુઓનું જ્ઞાન શાસ્ત્રથી જ થતું હોય તો ચારિત્રની ઉત્પત્તિમાં વિલંબ થવાનું કોઈ જ કારણ નથી. જ્ઞાનના પ્રતિભાસિત વિષયો જ આચરણના વિષય હોય છે. જ્ઞાન સંવાદી પ્રવૃત્તિનું જનક હોય છે. એ અપેક્ષાએ જ્ઞાનમાં જેટલી શેયની વર્ષના છે, તેટલી ચારિત્રની વર્તના છે. જ્ઞેયને કૃતિનો વિષય બનાવવાથી ઉપલંભ થતો હોય છે. હેયની નિવૃત્તિ, ઉપાદેયની પ્રવૃત્તિ અને તદ્ભિન્ન જ્ઞેયની ઉપેક્ષા વસ્તુત: જ્ઞેયનો ઉપલંભ છે, તદાત્મક આચરણ સ્વરૂપ ચારિત્ર છે અને એ ચારિત્ર સર્વજ્ઞતાની સિદ્ધિનું ઉપધાયક 1616161616161616112211 11616161616161

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58