________________
અવિકલ અનુષ્ઠાનથી શાસ્વયોગ સિદ્ધ બને છે. તીવ્ર શ્રદ્ધા અને અવબોધ, શક્તિનો સમગ્ર રીતે ઉપયોગ, વિકળ્યાદિ પ્રમાદનો પરિહાર અને કાલાદિસાપેક્ષ અખંડ આરાધનાને આશ્રયીને શાસ્ત્રયોગનો વિચાર કરવો જોઈએ. દૃઢશ્રદ્ધા, અત્યન્ત સ્પષ્ટ બોધ, અપ્રતિમવીર્ષોલ્લાસ, પ્રમાદનો અભાવ અને કાલાદિનો આગ્રહ : આ શાસ્ત્રયોગનાં મુખ્ય સાધનો છે. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી તે તે દોષોથી રહિત અખંડિત અનુષ્ઠાનો શાસ્ત્રયોગનાં છે.
૧૯-૪
સામર્થ્યયોગનું વર્ણન કરાય છે शास्त्रेण दर्शितोपायः, फलपर्यवसायिना । तदतिक्रान्तविषयः, सामर्थ्याख्योऽतिशक्तितः ॥१९-५॥
“મોક્ષસ્વરૂપ ફળ સુધીનું વર્ણન કરનારા શાસ્ત્ર વડે જેનો ઉપાય જણાવાયો છે અને શક્તિની પ્રબળતાના કારણે જે શાસ્ત્રનો વિષય બનતો નથી, તે સામર્થ્યયોગ છે.”-એ પ્રમાણે પાંચમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે શાસ્ત્રો મોક્ષસ્વરૂપ અન્તિમ ફળની પ્રાપ્તિના ઉપાયોનું વર્ણન કરતાં હોય છે. તેથી શાસ્ત્ર ફલપર્યવસાયી હોય છે. ફલપર્યવસાયી એવા શાસ્ત્ર વડે સામાન્યથી સામર્થ્યયોગનો ઉપાય ચારિત્ર વગેરે વર્ણવાયો છે. જે પણ થોડાઘણા વિશેષ હેતુઓનું વર્ણન શાસ્ત્રમાં ઉપલબ્ધ છે તે દ્વારમાત્રને જણાવવા વડે તે તે વિશેષ હેતુઓનું દિશાસૂચન