Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak DalPage 10
________________ જોઈએ નહિ. જો મૂર્છાનું પરિમાણ કરવામાં ન આવે તો વધતી જતી મૂર્છાને વશ થયેલો જીવ ધન મેળવવા અનીતિ કરે, પ્રપંચો આદરે, જમીન ખોદે, ચોરી કરે, ધનને જમીનમાં દાટે, ચોરાઈ જવાના ભયે ઉજાગરા કરે, છતાં ય ચાલ્યું જાય તો આપઘાત કરે, આવતા ભવે દાટેલા ધનના સ્થાને સાપ પણ કદાચ બને. આમ મમતા - મૂર્છા તો ઘણા મોટા દુઃખનું કારણ છે. માટે સાચા સુખી બનવાની ઈચ્છાવાળાએ તો યથાશક્ય પરિગ્રહ પરિમાણ કરીને સંતોષ ગુણને પ્રગટાવવો જોઈએ. આ પરિગ્રહ પરિમાણ વ્રતની આરાધના કરવાથી આ ભવમાં સંતોષનું નિષ્કલંક સુખ, લક્ષ્મીની સ્થિરતા, યશ – કીર્તિ વગેરે પ્રાપ્ત થાય છે અને પરભવમાં ધનાઢ્ય મનુષ્યભવ કે શ્રેષ્ઠ દેવભવ પ્રાપ્ત થાય છે. પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પરંતુ જો આ વ્રત સ્વીકારવામાં ન આવે અથવા તો સ્વીકારવા છતાં તેનું બરોબર પાલન કરવામાં ન આવે તો દરિદ્રતા, દુર્ભાગ્ય, દાસપણું, દુર્ગતિઓમાં જન્મ અને લાંબા કાળ સુધી સંસારમાં રખડવું પડે છે. સમ્યગદર્શન તથા પહેલા ચાર વ્રતોને વિસ્તારથી સમજવા માટે પૂ. પંન્યાસપ્રવરશ્રી મેઘદર્શનવિજયજી મ. સાહેબ લિખિત વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૧ અવશ્ય વાંચો. પ્રાપ્તિસ્થાનઃ-વર્ધમાન સંસ્કારધામ, જ્ઞાન પ્રસાર અભિયાન, ભવાની કૃપાબિલ્ડીંગ, ગીરગામ ચર્ચ સામે, ઓપેરા હાઉસ, મુંબઈ - ૪. ફોન નં. ૩૬૭૦૯૭૪ કાકા ૭ વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ-૨Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 118