Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 8
________________ વિચારી લેવું જોઈએ જો વખણાવાલાયક બનવું હોય તો પરિગ્રહનું પરિમાણ આજે જ કરી દેવું જોઈએ. પરિગ્રહનું પરિમાણ કરવું એટલે પરિગ્રહની મર્યાદા બાંધવી. ગૃહસ્થજીવનમાં જરૂરી જે કાંઈ સામગ્રીઓ છે, તે દરેકની ડેડલાઈન નક્કી કરવી. આટલાથી વધારે તો નહિ જ; તેવું નક્કી કરવું. ગૃહસ્થ જીવનમાં જરૂરી સર્વ પદાર્થોની (૧) ધન (૨) ધાન્ય (૩) ક્ષેત્ર (૪) વાસ્તુ (૫) ચાંદી (૬) સોનું (૭) વાસણ (૮) દ્વિપદ = નોકર – ચાકરો અને (૯) ચતુષ્પદ = હાથી, ઘોડા, ગાય, ભેંસ વગેરેમાં ગણના કરવામાં આવી છે. અત્યારની અપેક્ષાએ વિચારીએ તો (૧) ધન (૨) ધાન્ય (૩) ફેક્ટરી - દુકાન - ઑફિસ વગેરે (૪) ફ્લેટ - મકાન - ફાર્મ વગેરે (૫) ચાંદી (૬) સોનું - ઝવેરાત - આભૂષણ વગેરે (૭) ફર્નીચર (2) રસીઈઆ - રામા વગેરે માણસો અને (૯) સ્કુટર - ગાડી - વગેરેમાં બધાનો સમાવેશ થઈ જાય. આ બધાનું પ્રમાણ ફીક્સ કરી દેવું તેનું નામ પરિગ્રહ પરિમાણ વ્રત. આ બધી વસ્તુઓનું જુદું જુદું પરિમાણ (માપ) નક્કી કરવામાં તકલીફ પડતી હોય તો બધાની કિંમત ભેગી કરીને એક જ મોટી રકમ ધારી શકાય. વળી બધી ચીજ - વસ્તુઓના ભાવોમાં વધારો થતો હોવાથી મૂળ ખરીદકિંમતથી તેની ગણત્રી કરી શકાય જેથી ભાવિમાં સંક્લેશ થવાની શક્યતા ન રહે. ફુગાવો વધતો જાય છે, સરકાર નોટો છાપતી જાય છે. પરિણામે રૂપીયાની કિંમત ગબડ્યા કરે છે. તેથી ભાવિમાં આર્તધ્યાન ન થાય તે માટે જેટલી રકમ નક્કી કરવા માંગતા હો, તેનું જેટલું સોનું આવી શકતું હોય તેટલા કિલો સોનું ધારવું. જેથી ભાવિમાં તકલીફ ન પડે. ઈચ્છા વધારવા જેવી નથી, છતાં ય આજની તારીખમાં ભલે ઓછી મુડી હોય, તમારી ઈચ્છા તેથી ય ઘણી બધી રકમ ધારવાની હોય તો તેટલી વધારે રકમની પણ ધારણા કરીને મર્યાદા તો આજે જ નક્કી કરી દેવી જોઈએ. વર્તમાનમાં સંપત્તિ ઓછી હોય અને પરિગ્રહ પરિમાણનું વ્રત લેતાં વધારે સંપત્તિની ધારણા કરે તો ત્યાગના બદલે મમતા વધી હોવાથી તેને વ્રત શી રીતે કહેવાય ? એવો પ્રશ્ન કરવો ઉચિત નથી. કારણ કે જો આવી વધુ પરિગ્રહની પણ ધારણા કરવામાં નહિ આવે તો ઈચ્છા આકાશ સમાન અમાપ હોવાથી ગમે તેટલી મીલ્કત વધે તો ય ઈચ્છાનો અંત નહિ આવે. આ ધારણા કરવાથી ફાયદો એ થશે કે તેટલી સંપત્તિ જયારે થશે, ત્યારે તેનાથી વધારે પેદા કરવાની ઈચ્છા નહિ રહે. ઈચ્છાથી કર્મબંધ થાય છે. ઈચ્છાનું પ્રમાણ મર્યાદિત કરવાથી કર્મબંધ પણ મર્યાદિત થાય છે. ઈચ્છા મર્યાદિત થવાથી સંતોષ નામનો આત્મિક ગુણ સિદ્ધ થાય છે. તારા પ ક વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118