Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal View full book textPage 7
________________ કરાય. પણ પૈસાની લાલસા આમાંનું શું શું ન કરાવે? તે સવાલ છે. અર્થનો અનર્થની ખાણ કહી છે. “અલ્ય મત્યુનિવરં" જે અર્થ (ધન) ની પાછળ પાગલ થાય તેના જીવનમાં કયા કયા અનર્થો ન સર્જાય? તે સવાલ છે. ધનના યોગે તે પાપી બને. ધન જો તેની પાસેથી ચાલી જાય તો તે પાગલ બને. દીન - રાંક બનીને રડી - રડીને અડધો થાય. ક્યારેક આપઘાત કરીને જીવન ટૂંકાવી દે. ધનની લાલસાનું સ્વરૂપ જ એવું છે કે તે કોઈ રીતે જીવનમાં શાંતિ પેદા ન થવા દે. પ્રસન્નતાનો અનુભવ થવા જ ન દે. સતત ટેન્શનો ને ચિંતામાં ગરકાવ રાખે. ગદ્ધામજૂરી ઘણી કરાવે પણ આનંદની પ્રાપ્તિ કદી ન થવા દે. નવી નવી ઈચ્છાઓ ઊભી કર્યા કરે. ક્યાં ય ધરાવા ન દે. સંતોષ નામના ધનને ભૂલેચૂકે પ્રાપ્ત થવા ન દે તે વ્યક્તિ ધનના ઢગલા વચ્ચેય સુખી ન હોય. ડનલોપની ગાદીઓમાં પણ ઉંઘ પામતો ન હોય. ભોજનના ખડકલાઓ પણ તેનામાં ભુખ પેદા ન થવા દે. સામગ્રીઓના ઢગલાઓ પણ તેને સુખી કરી ન શકે. મરવાના વાંકે જીવન પૂરું કરવું પડે. ના... આ તો શી રીતે સહન થાય? પૈસા મેળવવા ગદ્ધામજૂરી કરવી અને પાછું દુઃખી થવું ! એ તો શી રીતે પોષાય? તો આજે જ આ પાંચમા નંબરનું પરિગ્રહ પરિમાણવ્રત સ્વીકારી લેવું જોઈએ. પેલો મમ્મણ શેઠ ! પુષ્કળ સંપત્તિનો સ્વામી! મગધના નાથ શ્રેણિકની સમગ્ર સંપત્તિ પણ તેની તોલે ન આવે. આવો મહાધનાઢ્ય શ્રીમંત દુઃખી કેમ? તેલ -ચોળાનું ભોજન જ તેના નસીબમાં કેમ ? મહા મહીનાની કડકડતી ઠંડીમાં રાત્રીના સમયે નદીના ઠંડા પાણીમાં લાકડા ભેગા કરવા તેણે કેમ જવું પડે ? તેના જીવનમાં અઢળક સંપત્તિ વચ્ચે પણ શાંતિ કેમ નહિ? તેને સુખ કેમ નહિ? સતત દુઃખી રહેવાનું કારણ શું? મરીને સાતમી નરકે તે શા માટે ગયો? આવા ગમે તેટલા સવાલો પૂછશો તો દરેકનો જવાબ કદાચ એક જ મળશે કે તેણે પરિગ્રહનું પરિમાણ (મર્યાદા) કર્યું નહોતું. તે ધનમાં આસક્ત હતો. તેની ઈચ્છા અગાધ હતી. દિવાળીના દિવસોમાં ચોપડાપૂજન કરતી વખતે મમ્મણને કોઈ યાદ કરતું નથી. “મમ્મણ શેઠની ઋદ્ધિ હોજો. એવું કોઈ લખતું નથી. અને... જે શાલિભદ્ર પોતાની તમામ સમૃદ્ધિને લાત મારીને ફગાવી દીધી હતી, તેને સી યાદ કરે છે. “શાલિભદ્રની ઋદ્ધિ હોજો' એવું બધા લખે છે. મમ્મણને સંપત્તિ પ્રત્યે મૂર્છા હતી માટે તે વખોડવા લાયક છે, જ્યારે શાલિભદ્રને સંપત્તિ પ્રત્યે જરા ય મૂર્છા નહોતી માટે તે વખાણવાલાયક બન્યા. આપણે કેવા બનવું છે? વખોડવાલાયક કે વખાણવાલાયક? તે ગંભીરતાથી શાળા ૪ હાલ વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ-૨ શાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 118