Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 5
________________ મળે છે તે ચાર શિક્ષાવ્રતોને આચરવા જોઈએ. આ બાર વ્રતો નીચે પ્રમાણે છે: પાંચ અણુવ્રતો ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત. ૪. સ્વદારાસંતોષ - પરસ્ત્રીગમન વિરમણ વ્રત. ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત. ત્રણ ગુણવ્રતો ૬. દિશાપરિમાણ વ્રત. ૭. ભોગોપભોગ પરિમાણ વ્રત. ૮. અનર્થદંડ વિરમણ વ્રત. ચાર શિક્ષાવ્રતો ૯. સામાયિક વ્રત. ૧૦. દેશાવગાસિક વ્રત. ૧૧. પૌષધોપવાસ વ્રત. ૧૨. અતિથિ સંવિભાગ વ્રત. નિરપરાધી ત્રસ જીવોની જાણી જોઈને નિરપેક્ષપણે હિંસા કરવી નહિ કે કરાવવી નહિ તે પ્રથમ વ્રત છે. બીજાને મોટું નુકશાન થાય તેવું જૂઠ બોલવું કે બોલાવવું નહિ તે બીજું વ્રત છે. દુનિયામાં ચોરી તરીકેનો વ્યવહાર થતો હોય તેવી મોટી ચોરી કરવી - કરાવવી નહિ તે ત્રીજું વ્રત છે. પરસ્ત્રીગમનનો ત્યાગ કરવો, સ્વસ્ત્રીમાં પણ મર્યાદા બાંધવી તે ચોથું વ્રત છે. ધન - ધાન્ય – મકાન - મીલ્કતના પ્રમાણની મર્યાદા નક્કી કરવી તે પાંચમુ પરિગ્રહ પરિમાણ વ્રત છે. સમક્તિ સહિત ચાર અણુવ્રતોની વિસ્તારથી વિચારણા ઘેર બેઠાં તત્ત્વજ્ઞાન પ્રદીપમાં અને વ્રત ધરીયે ગુરુ સાખ ભાગ - ૧માં કરી છે તેમાંથી વાંચન કરવું. હવે પાંચમુ વ્રત વિચારીએ. પાંચમુ અણુવતઃ પરિગ્રહ પરિમાણ વ્રત કોઈને રાહુની દશા નડે છે તો કોઈને શનિની દશા નડે છે. કોકને બુધ હેરાન કરે છે તો કો'કને કેતુ! નવ ગ્રહોમાંથી કોઈને કોઈ ગ્રહ ક્યારેક કોઈને પીડા આપતો હોય છે, પરંતુ આ નવે ગ્રહો એટલાં બધા ખરાબ નથી, જેટલો ખરાબ આ પરિગ્રહ નામનો ગ્રહ છે. આ પરિગ્રહ નામનો ગ્રહતો હંમેશ માટે બધા સંસારીઓને પ્રાયઃ પીડા આપતો જણાય છે. આકાશમાં ઉપગ્રહો છોડવા સહેલાં છે, પણ પરિગ્રહના ગ્રહનો આવા જવા ર ા વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 118