Book Title: Vrat Harie Guru Sakh Part 02 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal View full book textPage 9
________________ જેટલા અંશમાં સંતોષ પ્રાપ્ત થાય છે તેટલા અંશમાં સુખ પ્રાપ્ત થાય છે. “સંતોષી નર સદા સુખી એ કહેવત પણ આ જ વાત જણાવે છે. કહ્યું છે કે, “દેહનો સાર (મૂળ) આરોગ્ય છે, ધર્મનો સાર સત્ય છે, વિદ્યાનો સાર તત્ત્વનિશ્ચય છે, અને સુખનો સાર સંતોષ છે.” આનંદ – કામદેવદિએ પરિગ્રહ પરિમાણ કરતી વખતે જે મર્યાદા બાંધી હતી, તે વાંચતા આશ્ચર્ય થાય તેમ છે. ઘણો બધો - દેખીતો - પરિગ્રહ રાખવા છતાં ય તેઓ મહાશ્રાવક કહેવાયા છે, તેનાથી તો ઘણું બધું ઓછું જેમની પાસે છે, તેઓ શ્રાવક પણ કેમ કહેવાય નહિ? તેવો સવાલ ન પૂછવો. કારણ કે વસ્તુની સંખ્યા પર પરિગ્રહ કે અપરિગ્રહ ગણાતો નથી કિન્તુ મૂચ્છ ઉપર ગણાય છે. આનંદ - કામદેવનું પુણ્ય જ એટલું બધું જોરદાર હતું કે તેમની પાસે અઢળક સમૃદ્ધિઓ આવ્યા જ કરતી હતી. પરમાત્મા મહાવીરદેવ મળી જતાં - તેમણે પરિગ્રહ પરિમાણ વ્રત લઈને - જોશબંધ ધસી આવતી સમૃદ્ધિને એકદમ રોકી દીધી. તે વખતે પણ તેમની પાસે જેટલું હતું, તેટલું તેમણે રાખ્યું હતું અને નવું આવતું અટકાવી દીધું હતું. જે રાખ્યું તેની ઉપર પણ તેમને ઝાઝી મૂર્છા નહોતી. અને તેથી જ તેઓ જીવનમાં ધર્મને સર્વશ્રેષ્ઠ સ્થાન આપી શક્યા હતા. જ્યારે આજની સ્થિતિ કેવી છે? મળ્યું હોય તેમાં અઢળક મૂચ્છ. ન મળ્યાનું ભારે દુઃખ. બીજાને વધારે મળ્યું હોય તેની કારમી ઈર્ષ્યા. જાતનું ઓછું જોઈને હાયવોય અને દીનતા ! આવી પરિસ્થિતિમાં પાસે માત્ર બે હજાર રૂપિયા જ હોય તો ય અપરિગ્રહી ન કહેવાય. તેનાથી ઉછું, આજે પણ પેટ ભરીને જમવા મળી શકે, લજ્જા ઢાંકવા સાંધા વિનાનું આખું વસ્ત્ર મળી શકે, સ્વમાનભેર જીવી શકાય તેવું ઘર મેળવી શકે તેટલાં ધનથી જ જે સંતોષ માને અને નવું વધુ નહિ મેળવવાની પ્રતિજ્ઞા કરે તે મહા - અપરિગ્રહી ગણાય. પણ પોતાની ઈચ્છાઓને વધારતા જઈને, જરૂરિયાતો વધારી મૂકી, અસંતુષ્ટ બનીને, અનીતિ - દગા - વિશ્વાસઘાત વગેરે અપ્રમાણિક્તાઓ દ્વારા પૈસા કમાઈને - તેમાંય રાજીપો માનીને – પરિગ્રહનું મોટી મર્યાદામાં પરિમાણ કરવું તે હકીકતમાં તો ધર્મ સાથેની વંચના (છેતરપીંડી) રૂપ જણાય છે. પરિગ્રહનું પરિમાણ એ હકીકતમાં તો વસ્તુની સંખ્યાનું નહિ પણ વસ્તુની મૂચ્છનું પરિમાણ છે, ઈચ્છાનું પરિમાણ છે, તે વાત સતત લક્ષમાં રાખવી. મૂચ્છ પરિમાણ કરવા જ બાહ્ય પદાર્થોનું પરિમાણ કરવાનું છે, તે વાત કદી ય ભૂલાવી જો જો ૬ - વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨ થીPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 118