Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 4
________________ સૌને નડતો ગ્રહ : પરિગ્રહ માનવજીવનને પ્રાપ્ત કરનાર પ્રત્યેક વ્યક્તિએ માત્ર દુઃખનાશ કે સુખપ્રાપ્તિનો જ વિચાર ન કરવો જોઈએ; પણ દોષનાશ અને ગુણપ્રાપ્તિની સાધના કરવી જોઈએ. જ્યાં સુધી દોષમુક્તિ ન થાય ત્યાં સુધી સાચા સુખની કાયમ માટે પ્રાપ્તિ થઈ શકે નહિ. કાયમ માટે દુઃખ વિહોણી અવસ્થા પામી શકાય નહિ. દોષનાશ અને ગુણપ્રાપ્તિ માટે સાધુજીવન ખૂબ જ અનુકૂળ જીવન છે. આ જીવનની શૈલી જ એવા પ્રકારની છે કે જેમ જેમ તે જીવન જીવાતું જાય તેમ તેમ આત્મામાં રહેલા દોષો નબળા પડતાં જાય. નાશ પામતા જાય. નવા નવા ગુણો પ્રગટ થતાં જાય. વિકસતાં જાય. પણ આ સાધુજીવન સ્વીકારવા માટે તો હ્રદયમાં વૈરાગ્ય પેદા થવો જોઈએ. સંસાર નગુણો લાગવો જોઈએ. દુન્યવી સુખોનું આકર્ષણ નષ્ટ થવું જોઈએ. પરલોક તરફ નજર પહોંચવી જોઈએ. દુઃખોને સહન કરવાની તૈયારી જોઈએ. બધા જીવો માટે કાંઈ આ શક્ય નથી. પરમપિતા પરમાત્મા તો કરુણાના મહાસાગર છે. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ ક૨વાની તેમની તમન્ના હતી. તેથી જે જીવો સાધુજીવન સ્વીકારવાનું વિશિષ્ટ સત્ત્વ ન ફોરવી શકે તેમના માટે પરમાત્માએ શ્રાવક - જીવનનો માર્ગ ચીંધ્યો છે. પાપોને સંપૂર્ણપણે તિલાંજલી ન આપી શકાય તો છેવટે તે પાપોનો આંશિક ત્યાગ કરવાની ભલામણ કરી છે. તે માટે તેમણે સમ્યક્ત્વ સહિત બાર વ્રતોનું આચરણ કરવાની પ્રેરણા કરી છે. સમક્તિ એટલે પરમાત્માના વચનમાં પૂર્ણ શ્રદ્ધા. કદાચ તે પ્રમાણેનું આચરણ ન પણ થઈ શકે તો ય વિચારો તો તેવા જ હોય. તેવું આચરણ ન થઈ શકવા બદલ હ્રદયમાં રુદન હોય. જલ્દીથી તે આચરણ શરુ કરવાના ભાવો ઉભરાતા હોય. આવું સમ્યગ્દર્શન (સમક્તિ) પ્રાપ્ત કરવાપૂર્વક બાર વ્રતોને ગ્રહણ કરવાનો ઉદ્યમ કરવો જોઈએ. બાર વ્રતોમાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતોનો સમાવેશ . થાય છે. સાધુ ભગવંતો તો પાંચ મહાવ્રતો પાળે છે. પણ તેવા મોટાવ્રતો પાળવાની તાકાત ન હોય તેમણે પાંચ નાના = અણુવ્રતો તો સ્વીકારવા જ જોઈએ. ગુણોને પેદા કરનારા ત્રણ ગુણવ્રતો આદરવા જોઈએ. તથા સાધુજીવનની સાધનાનું શિક્ષણ જેનાથી ૧ર વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118