Book Title: Vrat Harie Guru Sakh Part 02
Author(s): Meghdarshanvijay
Publisher: Akhil Bharatiya Sanskriti Rakshak Dal

Previous | Next

Page 6
________________ ત્યાગ કરવો મુશ્કેલ છે. પરિગ્રહ એટલે મમતા, મૂચ્છ. ધન વગેરેની કારમી આસક્તિ. વધુને વધુ મેળવવાની ઝંખના. જે છે તે જરા ય ઓછું ન થઈ જાય તેની પળે પળે સાવધાની. જે મળ્યું હોય તે સદા ઓછું જ લાગવાના કારણે પેદા થતી દીનતા. | ભૂત – પ્રેતના વળગાડને હજુ ય વશ કરી શકાય, પણ પરિગ્રહના વળગાડને દૂર કરવો મુશ્કેલ છે. સ્ત્રીની કામવાસનાનો ત્યાગ કરી શકનાર પણ પરિગ્રહના જંગલમાંથી નીકળી શકતો નથી. માટે તો કામપુરુષાર્થને અધમ કહ્યો છે, જ્યારે અર્થપુરુષાર્થને અધમાધમ કહેલ છે. કામને પણ પૂર્ણ કરવાની તાકાત તો અર્થમાં છે ને? માટે કામ કરતાં ય અર્થનું આકર્ષણ સામાન્યતઃ વધારે હોય છે. કામનું સેવન જાહેરમાં થઈ શકતું નથી જયારે અર્થનો સંગ્રહ જાહેરમાં થઈ શકે છે. કામસેવનથી આબરુ ખરડાવાનો ભય રહે છે, જ્યારે અર્થસંગ્રહથી તો પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. કામસેવન તો ટેમ્પરરી છે. થોડીક વારમાં ઈચ્છા શાંત થઈ જાય છે, જ્યારે અર્થની ચિંતા કાયમ ઊભી રહે છે. કામસેવનમાં શરીર થાકી જાય છે, અર્થોપાર્જન માટે વિચારણા કરવા મન ચોવીસે ય કલાક તૈયાર રહે છે. આવા અનેક કારણોસર - કામ કરતાં ય અર્થ ભયંકર છે. કામની વિચારણા આર્તધ્યાન છે, જ્યારે અર્થની વિચારણા રૌદ્રધ્યાન બની શકે છે. કામ તિર્યંચગતિનું કારણ છે તો અર્થ નરકગતિનું કારણ છે. માટે સમજુ માનવે કામ ઉપર નિયંત્રણ મૂકવાની સાથે અર્થ ઉપર પણ નિયંત્રણ મુકવું જરૂરી છે. ખરેખર તો સમગ્ર સંસારનો ત્યાગ કરીને સાધુ જ બનવું જોઈએ. કોઈ પણ પદાર્થમાં મૂચ્છ ન રાખીને અપરિગ્રહી બનવું જોઈએ, પરંતુ સર્વ પ્રકારની મૂચ્છ છોડવી જેમના માટે શક્ય નથી, સંસારમાં રહેવું જ પડે તેવી જેની સ્થિતિ છે, તેમને ધનની તો જરૂર પડે જ. ધન વિના તો તેઓ એક ક્ષણ પણ જીવી શકે નહિ. કહ્યું છે ને કે, જેની પાસે પૈસા હોય તે સાધુ ન કહેવાય. જેની પાસે પૈસા ન હોય તે ગૃહસ્થ ન કહેવાય.” ગૃહસ્થને સાંસારિક - સામાજિક – કૌટુંબિક જવાબદારીઓ અદા કરવા ધનની આવશ્યકતા તો રહે જ. પણ તેનો અર્થ એવો નથી કે બેમર્યાદપણે ધન વધાર્યા જ કરવું. તે ધન વધારવા ગમે તેટલા દુષ્ટ બનવું પડે તો દુષ્ટ બનીને પણ ધન વધાર્યા જ કરવું. તે માટે નીતિ – નિયમોને ભલે અભરાઈએ ચડાવવા પડે, બીજાનું આંચકી લેવું પડે, વિશ્વાસઘાત - દગા - પ્રપંચનો ભલે આશરો લેવો પડે, કજીયા - ક્લેશનું વાતાવરણ ઊભું કરવું પડે, સગા પિતાજી સામે કોર્ટમાં કેશ કરવો પડે. ના, આવું કાંઈ જ ન ૩ કે વ્રત ધરીયે ગુરુ સાખ - ભાગ - ૨

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118