Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 10
________________ આપદાઓનો અંત લાવવા, મોક્ષની પ્રાપ્તિ કરવા, અનાદિકાલીન મિથ્યાજ્ઞાનની ભયંકર દુર્ગધને જડમૂડથી ખતમ કરવાની અમોઘ શક્તિ ધરાવે છે જિનશાસન ! નરક અને તિર્યંચોની દુર્ગતિઓના દ્વારે તાળાં મરાવીને દેવ અને ઉત્તમ માનવભવની સદ્ગતિઓના દરવાજા ખોલાવી આપે છે શ્રી જિનશાસન ! જીવનને જીવવાની કળા શીખવે છે આ શ્રી જિનશાસન ! માણસને સાચા અર્યમાં માણસ બનાવનારું, શયતાનને શયતાન મિટાવીને ઇન્સાન બનાવનારું અને અંતે ભગવાન બનાવી દેનારું અનુપમ છે આ શ્રીજિનશાસન ! વાસનાનાં બંધનોમાંથી સદા કાળ માટે મુક્તિ અપાવનારું અને અત્તે શાશ્વત કાળ માટે સુખનું પ્રદાન કરનારું છે આ શ્રી જિનશાસન ! અનંત તીર્થંકર પરમાત્માઓનો આ કેવો અણમોલ ઉપકાર ! જિનશાસન રૂપી નૈયાને આ સંસાર સાગરમાં તરતી મૂકીને તેમણે આપણા ઉપર કેવો અનંત ઉપકાર અને કેવી અપરિસીમ કરુણા વહાવી છે !!! ક્ષણભર વિચાર કરીએ.... આ જિનશાસન આપણને ન મળ્યું હોત તો ? તો આપણે આ ભવસાગરમાં ક્યાંય અટવાતા, અથડાતા, અને ટીચાતા-કૂટાતા હોત ! શી આપણી દશા હોત અને કેવી આપણી અવદશા હોત તેનો કદી ગંભીરતાપૂર્વક આપણે વિચાર કર્યો છે ખરો ? પેલા આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજનું તે દિવ્ય શાસ્ત્રવચન યાદ આવે છે कत्थ अम्हारिसा पाणी, दुसमा दोस दूसिया हा ! अणाहा कहं हंता, जइ न हुज्ज जिणागमो ।। શ્રી જિનેશ્વર પરમાત્માનું આ અણમોલ જિનાગમ જો અમને ન મળ્યું હોત. એનું અસ્તિત્વ જ ન હોત.. તો દુઃષમ કાળના દોષથી દૂષિત અનાથ એવા અમારું આ જગતમાં શું થાત ?” આપણને ક્યારે પરમાત્માના શાસન વિહોણી આપણી જીત “અનાથ” લાગી છે ? – અનાથતા લાગી છે, મનચાહી ધનસંપત્તિ ન મળી ત્યારે. – અશરણતા લાગી છે, મનવ્હાલી પત્ની મરણ પામી ત્યારે. –અસહાયતા અનુભવી છે, ધંધામાં મોટી ઉથલપાથલો થઇ અને અકલ્પેલી મંદીના ફટકાએ તમારી કમર તોડી નાંખી ત્યારે. – આંધી આવી છે, જીવનમાં વીંઝાયો જ્યારે અણધાર્યો અને અકળાવનારો દુઃખોનો ઝંઝાવાતી વાયરો ત્યારે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 198