Book Title: Vrat Dharie BhavTarie Author(s): Devratnasagar Publisher: Shrutgyan Prasaran Nidhi Trust View full book textPage 8
________________ सम्मदंसणरता, अनियाणा सुक्क लेसामो गाढा । इय जे मरंती जीवा, तेसिं सुलहा भवे बोही ।। ઉત્તરા અ.૩૬ ગાથા ૨૬૪ ભાવાર્થ - જે જીવો સમ્યગ્દર્શન અનુરક્ત, નિયાણા રહિત ક્રિયા-અનુષ્ઠાન કરવાવાળા, અને શુક્લ વેશ્યાપારી હોય તે જીવો આરાધના કરતા જો મૃત્યુને પામે તો એ જીવોને આ ભવે અને પરભવમાં બોધિ બીજ (સમ્યકત્વ) ની પ્રાપ્તિ ખૂબ સહેલાઈથી થઈ શકે છે. રામાયણમાં યુધ્ધનો પ્રસંગ છે. રાવણ અને વાલી વચ્ચેનો જંગ છે. આ યુધ્ધમાં હજારોનો નાશ થશે એ વિચારથી વાલીએ રાવણ પાસે એક સુંદર પ્રસ્તાવ રજૂ કર્યો. રાવણ, આપણે બન્ને શ્રાવકપણાને પામ્યા છીએ. આપણે બન્ને જિનેશ્વર ભગવાનના શાસનને પામ્યા છીએ. ઝઘડો આપણી બે વચ્ચેનો છે તેમાં આ સૈન્યનું કચ્ચરઘાણ શું કામ કરવો ? રાવણ પણ ધર્માત્મા છે. તેથી તેણે વાલીની વાત તરત વધાવી લીધી. બન્ને વચ્ચે યુદ્ધ થયું. જેમાં વાલી વિજેતા બન્યો હોવા છતાં પુણ્યના ભરોસે રહેવા જેવું નથી. આવી વિચારણા આવતા ચારિત્રના માર્ગે ચાલી નીકળ્યો. જન્મ અને મૃત્યુની વચ્ચે જીવન નામનો એક સુંદર સમય છે. જન્મ પામનારા આ જગતમાં જીવે છે તો ખરા. પણ જન્મને પ્રધાન બનાવીને જીવવું અને આત્માને પ્રધાન બનાવીને જીવવું એ બન્નેમાં ફરક છે. * બે પૈસા ખાતર પણ ભયંકર કષાયો કરનારા જીવો પણ છે અને બે લાખ રૂપિયા ગયા પછીય સમાધિ ટકાવી રાખનારા પણ જીવો જોવા મળે છે. * તુચ્છતાના ઘરની ફરિયાદ કરનારા પણ મળશે અને સાત્વિકતાના સ્વભાવ દ્વારા ફરી ફરી યાદ કરી શકાય તેવા જીવો પણ મળશે. રોટલાનો ટુકડો મળે છે. અને કુતરો ખુશ થઇ જાય છે. વિષ્ટા ચાટવા મળે છે. અને ડુક્કર આનંદિત થઇ જાય છે. ગાય વગેરેનું મારણ કરીને.. સિંહ મસ્તીથી પડ્યો રહે છે. અનાજના દાણાઓ મળે છે. અને કબુતર, ચકલા, મેના, હોલા-પોપટ વગેરે ખુશ થઈ જાય છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 198