Book Title: Vrat Dharie BhavTarie
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 7
________________ ઇચ્છું છું કે મારી જેમ જ બીજા કોઇની જિંદગી આ રીતે ખતમ ન થાય !” એ તમામની જિંદગી સુરક્ષિત રાખવા માટે હું જાહેર કરું છું કે “પાંચ લાખની મારી સધળીય મિલ્કત જ્યાં ક્યાંય પણ કૂતરાઓ દેખાય એ સઘળાય કૂતરાઓને ખતમ કરી નાંખવામાં જ વપરાય !” કેટલી દૂર લેશ્યા ? “મને મારનાર આ દુનિયામાં જીવતો ન જ રહેવો જોઇએ.’ આ ગણિત પર ચાલનાર આજના માનવ પાસે હમદર્દી માગવા જનારને હમદર્દી મળે શી રીતે ? વિચાર તો એ આવે છે કે માણસને સાપ સાથે દોસ્તી નથી છતાં એ સાપ કરતાંય વધુ ઝેરી શી રીતે બન્યો ? વાઘ સાથે તેને મૈત્રી નથી છતાં વાઘનેય પાછા પાડી દે એવી ક્રૂરતા એ ક્યાંથી શીખી લાવ્યો ? શિયાળની સાથે તો મેં તેને ક્યારેય ફરતો જોયો નથી તો પછી શિયાળ કરતાંય વધુ લુચ્ચાઇ તેનામાં ક્યાંથી પ્રગટી ? અરે ! રોજ સાંજે પોતાના હાથમાં સાંકળ લઇને કૂતરા સાથે ફરવા જવા છતાં કૂતરાની વફાદારી તેનામાં કેમ ન આવી ? મૈત્રીના પ્રતીક તરીકે કબૂતરોને આકાશમાં ઉડાડવા છતાં તેનામાં મેત્રીની છાંટ પણ જોવા કેમ ન મળી? “સંગ તેવા રંગની કહેવત આજના માનવીએ ખોટી પાડી દીધી હોય એવું નથી લાગતું? આટલી હદ સુધીનું માનવીનું અધઃપતન કોને આભારી છે ? નજર સામે માત્ર આ લોક જ અને આ લોકના ક્ષણભંગુર સુખો જ દેખાય છે તેને ! બસ, આ બે ચીજોએ માનવીને માનવના ખોળિયે હેવાન બનાવ્યો ! પરમાત્મા બનીને આ દુનિયામાંથી વિદાય લઇ શકાય એવા કિંમતી ભવમાં એ પોતાનો આત્મા પણ ગુમાવી બેઠો ! ખેર ! આપણે હવે આ ઘરેડમાંથી કોઇપણ હિસાબે બહાર નીકળવું જ છે ! અત્યાર સુધીની જિંદગી ભલે બેકાર ગઇ, પરંતુ હવેની જિંદગી તો સુધારવી જ છે ! ૧૦૦ ફૂટ ઊંડા કુવામાં ખાલી બાલદી સાથે દોરડું ભલે ને ગમે તેટલું નીચે ગયું હોય, દોરડાનો છેડો જો આપણા હાથમાં હોય તો તમામ દોરડાને અને બાલદીને પણ સાથે આપણે બહાર લાવી શકીએ તેમ છીએ...બસ, એ જ રીતે અત્યાર સુધીમાં ભલે ગમે તેવું જીવન જીવ્યા હોઇએ પરંતુ આયુષ્ય જ્યાં સુધી પુરું નથી થયું ત્યાં સુધી જીવનને જીતી જવાની પૂરેપૂરી શક્યતા છે ! શા માટે એ શક્યતાને આપણે વાસ્તવિકતામાં ન ઉતારીએ ? આ દુનિયામાંથી વિદાય થતા પહેલાં શા માટે સજ્જન ન બની જઇએ ? બહુ થયું, હવે સાવધ બનીએ. સજ્જન બનવાની સાથે શ્રાવક બનીએ. મુલુન્ડ ચાતુર્માસમાં અપાયેલી ૧૨ વ્રતોની વાચનાઓનું પુનઃ સંકલન અત્રે મૂક્યું છે. આ બધામાં જીવન ઉદ્યોત, પ્રતિક્રમણ પ્રશ્નોત્તરી, ચેતન ! જ્ઞાન અજવાળીએ, આદર્શ શ્રાવક જીવન, આત્મ પ્રબોધ આદિ પુસ્તકોનો સહારો લીધો છે. હું નિમિત્ત માત્ર છું. હરકોઇ આત્મા એ સાધુપણું પાળવાની શક્તિ ધરાવતા નથી હોતાં એવા અલ્પ સત્વવાળા જીવો સાધુપણાની મહાસત્વશાળી આત્માઓનો જીવન આદર્શ રાખી, ચાલો કૂદીએ જંગમાં.. વિજયને વરીએ. વિજયાદશમી ગુરુ ગુણ-મહોદય શિષ્યાણ અનંતનાથ જિનાલય તીર્થ સં. ૨૦૧૮ મુનિ દેવરત્નસાગર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 198