Book Title: Vinshativinshika Prakaranam Author(s): Haribhadrasuri, Kulchandrasuri Publisher: Jain Sangh Sihor View full book textPage 8
________________ [ 9 ] દોષના ત્યાગથી જ બેતાલીશ દોષથી રહિત ગોચરી આધ્યાત્મિક પુષ્ટિ આપી શકે છે. તદુપરાંત ભોજનની સાત એષણા, પાણીની ચાર એષણાની વાત કરી સ્ત્રી, પશુ વગેરેથી રહિત નિર્દોષ ઉપાશ્રય-મકાન વગેરે સાધુને કલ્પી શકે આ બાબતની સૂચના કરેલ છે. પિંડનિર્યુક્તિ, દશવૈકાલિકજી, પંચાશક વગેરેમાં આ બાબતનો વિસ્તૃત ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ચૌદમી વિંશિકામાં ભિક્ષાસંબંધી અંતરાયની શુદ્ધિ જાણવાના ઉપાયો બતાવેલ છે. દશવૈકાલિકના પાંચમા અધ્યયનમાં જણાવ્યા મુજબ સ્વાધ્યાયાદિ કર્યા બાદ ગોચરી જવાનો અવસર પ્રાપ્ત થતાં ઉપયોગપૂર્વક ત્રણ પ્રકારે નિમિત્ત શુદ્ધિ તપાસીને ગોચરીએ જવા નીકળે. મન, વચન, કાયાથી નિમિત્તની અશુદ્ધિ દેખાય તો ફરીથી ચૈત્યવંદનાદિ વિધિ કરીને નીકળવું...ઇત્યાદિ કહીને નિમિત્ત શુદ્ધિ હોવા છતાં પણ અમુક પ્રકારે અંતરાયો થાય તો તેને ભિક્ષાના નિષેધક સમજવા. આમ ગ્રન્થકારશ્રીએ જણાવ્યું પછી ૧૪મી વિંશિકાના આગળના શ્લોક ઉપલબ્ધ થતાં નથી. ટીકાકારશ્રીએ મૂલાચાર ગ્રન્થના આધારે છ ખૂટતી ગાથાઓ મૂકીને મૂળ વિષયને સ્પષ્ટ કરવાનો સ્તુત્ય પ્રયાસ કરેલ છે. પંદરમી વિંશિકામાં આલોચના ઉપર વિસ્તૃત પ્રકાશ પાથરવામાં આવેલ છે. આલોચના લેવાની વિધિ, સમય વગેરેની પ્રારંભમાં વાત કરી ડૉક્ટર પાસે દર્દી જેમ રોગ ન છૂપાવે તેમ ગુરુ પાસે શિષ્ય-શ્રાવક પોતાના દોષ ન છૂપાવે પરંતુ બાળકની જેમ નિર્દોષભાવે તમામ દોષની આલોચના કરે—આમ જણાવેલ છે. દોષને શલ્યની ઉપમા આપી માત્ર પ્રાયશ્ચિત્તથી નહિ પરંતુ આલોચના કરી દોષશલ્ય ખુલ્લા કરવાથી જ દોષશુદ્ધિ થાય છે, અન્યથા દીર્ઘસંસાર ભ્રમણમાં દોષશલ્ય કારણ બને છે—આવું જણાવી શુદ્ધ આલોચના કરવા ઉપર ભાર મૂકવામાં આવેલ છે. જ્યાં સુધી દોષની આલોચના કરવામાં ન આવે ત્યાં સુધી ચારિત્રના પરિણામમાં મન સ્થિર બનતું નથી. માટે જ્યારે દોષ લાગે ત્યારે તુરત જ આલોચના કરી લેવી જોઈએ. પાપ કરતી વખતે જેવા ભાવ હોય તેના કરતાં વધુ બળવાન સંવેગ-વૈરાગ્યભાવથી આલોચના ગુરુ પાસે કરવાથી અને પ્રાયશ્ચિત્ત વહન કરવાથી દોષની શુદ્ધિ થાય છે. આવું કહીને ૧૫મી વિશીનો ઉપસંહાર કરવામાં આવેલ છે. સોળમી વિંશિકામાં પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા, તેની આવશ્યકતા, પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર તેમ જ કયા કયા અવસરે કેવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત કરવામાં આવે? આ બધી બાબતો ઉપર સુંદર પ્રકાશ પાથ૨વામાં આવેલ છે. પ્રાયશ્ચિત્તને વહન કરીને શુદ્ધ થનાર સાધકને જ ભવાંતરમાં સતત સુંદર સામગ્રી મળે, તેનો સદુપયોગ કરવાના સંયોગ-ઉત્સાહ વગેરે મળે છે. માટે આલોચના કરી લીધા પછી ગુરુદત્ત પ્રાયશ્ચિત્તને સારી રીતે વહન કરવું જોઈએ, જેથી શિવસુખ મળે—આમ કહીને સોળમી વિશિ પૂર્ણ કરવામાં આવેલ છે. સત્તરમી વિંશિકામાં યોગ વિશે સુંદર માર્મિક છણાવટ કરવામાં આવેલી છે. યોગના પાંચ ભેદ, તેમાં કર્મયોગ અને જ્ઞાનયોગની વહેંચણી, યોગના અધિકારી, ઇચ્છા-પ્રવૃતિ વગેરે દ્વારા યોગના થતા અવાન્તર ભેદો, તેના શ્રદ્ધા વગેરે કારણો અને અનુકંપા વગેરે પાંચ કાર્યો વગેરેની વિચારણા કરીને ચૈત્યવંદન વગેરેમાં તેનું અર્થઘટન જોડવામાં આવેલ છે. આગળ જતાં સ્થાન-આસન વગેરેમાં પ્રયત્ન કરવામાં ન આવે તો મહામૃષાવાદ લાગે. માટે અવિધિનો ત્યાગ કરવા ઉપર ભાર મૂકવામાં આવેલ છે. તીર્થનાશ વગેરેના ભયથી અવિધિસેવન કરવાનો અને અયોગ્ય જીવને યોગમાં જોડવાનો પણ નિષેધ કરવામાં આવેલ છે. લોકસંશા છોડી આરાધનામાં વિધિ મુજબ પ્રવર્તવાની પ્રેરણા કરીને આગળ ઉ૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 148