Book Title: Vinshativinshika Prakaranam
Author(s): Haribhadrasuri, Kulchandrasuri
Publisher: Jain Sangh Sihor

View full book text
Previous | Next

Page 7
________________ સમજવો. પછી તે ધર્મ સમક્તિરૂપ સમજવો. આગળ જતાં, પંચોપચાર, અોપચાર, સર્વોપચાર પૂજાની વાત જણાવેલ છે. તેમ જ સ્વકારિત અને ગુરુકારિત પ્રતિમાની પૂજામાં કઈ શ્રેષ્ઠ છે ? તેની ચર્ચા કરી કદાગ્રહમુક્ત જીવને તે તે પૂજા ઈષ્ટફળની સાધક છે.આમ સ્યાદ્વાદગર્ભિત સમાધાન આપેલ છે. દરિયામાં પાણીનું ટીપું પડે તો શાશ્વત બની જાય તેમ જિનપૂજામાં પ્રયુક્ત દ્રવ્ય શાશ્વત બની જાય છે. આત્માને શાશ્વત સુખદાયક બની જાય છે. જિનપૂજા ભવસાગર તરવા માટે હોડી સમાન હોવાથી સંપૂર્ણ આદર ભાવથી જિનપૂજા કરવી જોઈએ. આવું કહીને અધિકૃત વિશી પૂર્ણ કરેલ છે. નવમી વિંશિકામાં શ્રાવકધર્મની વાત કરવામાં આવેલ છે. ભાવશ્રાવકના ૬ લક્ષણ તથા ૧૨ વ્રતની વાત કરેલ છે. સમક્તિ પ્રાપ્તિ પછી ૨ થી ૯ પલ્યોપમ જેટલી મોહનીય કર્મની સ્થિતિ પસાર થાય પછી દેશવિરતિ પ્રાપ્ત થાય. શ્રાદ્ધધર્મને સુગુરુની પાસે વિધિપૂર્વક સ્વીકારીને સાત પ્રકારની સાવધાની કેળવી વિદ્યમાન ભાવધર્મને ટકાવવો, અવિદ્યમાન ભાવધર્મ-ગુણરત્નને પ્રગટાવવા, શ્રાવકોના મહોલ્લામાં રહેવું, દેરાસર-સાધુના સાન્નિધ્યમાં રહેવું વગેરે વાત કરીને સવારથી ઊઠી રાત્રે સુવા સુધીના સમયમાં શ્રાવકે શું શું કરવું? અડધી રાતે ઉંઘ ઉડી જાય તો શું વિચારવું ? વગેરે બાબત ઉપર અત્યંત સુંદર પ્રકાશ પાથરવામાં આવેલ છે. અહીં બતાવેલ વિધિ મુજબ શ્રાવકજીવન જીવનારને શ્રાવકની પ્રતિમાને વહન કરવા દ્વારા સર્વ વિરતિનો પરિણામ પ્રગટે છે. એમ કહીને નવમી વિંશિકા પૂર્ણ કરવામાં આવેલ છે. દશમી વિંશિકામાં શ્રાવકની ૧૧ પ્રતિમાઓની વિસ્તારથી છણાવટ કરવામાં આવેલ છે. પંચાલકજી, ઉપાશકદશાંગ વગેરેમાં પણ આ જ વિષયની વિસ્તારથી સમજણ આપવામાં આવેલ છે. ૧૧મી વિંશિકામાં સાધુધર્મનું નિરૂપણ કરવામાં આવેલ છે. દશવિધ યતિધર્મ, પાંચ પ્રકારની ક્ષમાની વાત કરી સર્વ વિરતિ ગુણઠાણું સંસારાટવીમાં દુઃખે કરીને ઓળંગી શકાય એવા મોહ પર્વતના ઉલ્લંઘન સમાન છે. ક્ષમાની જેમ સરળતા, નમ્રતા વગેરે ગુણોના પણ પાંચ પ્રકાર બતાવવામાં આવેલ છે. ૧૭ પ્રકારના સંયમના ભેદ બતાવીને સત્ય, શૌચ, અકિંચનતા, બ્રહ્મચર્ય વગેરેની સુંદર છણાવટ કરીને સ્વ-પરદર્શનના સિદ્ધાન્ત મુજબ યતિધર્મનું ચિંતન કરવાની સૂચના પૂર્વક ૧૧મી વિંશિકાનો ઉપસંહાર કરવામાં આવેલ છે. બારમી વિંશિકામાં સાધુજીવનની ગ્રહણવિદ્યા અને આસેવનશિક્ષાનું નિરૂપણ કરવામાં આવેલ છે. ચક્રવર્તીને પોતાના કાળમાં જે આનંદ થાય તેના કરતાં પણ સંયમીને ઉપરોક્ત બને શિક્ષામાં ચઢિયાતો આનંદ થાય છે. વિધિપૂર્વક, પર્યાય મુજબ, યોગોદ્વહન કરીને ગુરુદેવ પાસેથી આગમને ગ્રહણ કરવા, આગમના અર્થ-ભાવાર્થ-પરમાર્થને મેળવવા તેમ જ તે મુજબ આચરણ કરવા કટિબદ્ધ બનવું. આચરણ વિના શ્રવણમાત્રથી આત્માનું વિશિષ્ટ કલ્યાણ થતું નથી. વિપરીત આચરણ કરવાથી ઊલટું વધુ નુકશાન થાય છે. આગળ જતાં પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન એમ ચાર પ્રકારના અનુષ્ઠાન બતાવેલ છે. અપથ્યનું સેવન કરનાર રોગીને ઔષધથી ફાયદો થતો નથી તેમ વિપરીત આચરણ કરનાર સાધુને બાહ્ય રીતે શાસ્ત્રોક્ત આચાર પાળવા છતાં આધ્યાત્મિક લાભ થતો નથી–આવું જણાવીને સૂરિપુરંદરે ૧૨મી વિશી પૂર્ણ કરેલ છે. ૧૩મી વિંશિકામાં ભિક્ષાવિધિ બતાવેલ છે. ૧૬ ઉદ્ગમના, ૧૬ ઉત્પાદનના, ૧૦ એષણાના એમ ૪૨ દોષથી રહિત ગોચરી, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય વગેરે સાધુને કલ્પી શકે. ભોજનમંડલીના પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 148