Book Title: Vinshativinshika Prakaranam
Author(s): Haribhadrasuri, Kulchandrasuri
Publisher: Jain Sangh Sihor

View full book text
Previous | Next

Page 6
________________ [૧] જ શુદ્ધ ધર્મ મળે છે. સહજ મલનો વિશિષ્ટ લાસ અચરમાવતમાં નથી હોતો. તેથી ત્યારે જીવ હેય-ઉપાદેય ભાવોને પણ જાણી શકતો નથી. દીર્ઘ સંસાર ભ્રમણશક્તિના લીધે અચરમાવર્તમાં જીવ હેય પદાર્થને ઉપાદેયરૂપે અને ઉપાદેય પદાર્થને હેયરૂપે જુએ છે, જાણે છે, આચરે છે. જેમ જેમ સંસારભ્રમણશક્તિ ઘટે તેમ તેમ ચરમાવર્તી જીવ યથાવસ્થિતરૂપે હે-ઉપાદેય પદાર્થોને જાણી શકે છે. કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ–આ પાંચ પરિબળો ભેગા થાય ત્યારે જ તત્ત્વતઃ કાર્યનિષ્પત્તિ થાય છે. તો પણ પ્રસ્તુતમાં કાળ પરિબળ મુખ્ય જાણવું. આ વાતની વિસ્તારથી ચર્ચા કરીને અચરમાવર્તકાળ ધર્મની દષ્ટિએ બાળપણ-ગાંડપણ અવસ્થા છે. જ્યારે ચરમાવર્તીકાળ ધર્મ માટે યુવાનીનો કાળ છે ઈત્યાદિ કહીને ચોથી વિંશિકા પૂર્ણ કરવામાં આવેલ છે. પાંચમી વિંશિકામાં ધર્મના બીજ, અંકુર, થડ, પર્ણ, ફૂલ, ફલ વગેરેની ઓળખાણ આપી આ બધાની પ્રાપ્તિ ચરમાવતમાં જ થાય છે–એમ જણાવવામાં આવેલ છે. ધર્મ બીજ વગેરેની સાંતર-નિરંતર પ્રાપ્તિની વાત કરી તથાભવ્યત્વની છણાવટ કરી ભાગ્ય અને પુરુષાર્થ આ બન્નેમાં કોણ બળવાન બને? એની વિસ્તારથી સમજણ આપી નિશ્ચયથી બન્ને સ્વક્ષેત્રમાં બળવાન છે એવો નિષ્કર્ષ બતાવવામાં આવેલ છે. તાત્ત્વિક રીતે સર્વ કાર્યો ભાગ્ય-પુરુષાર્થ ઉભયથી જ ઉત્પન્ન થાય છે. ધૂળક્રીડા સમાન ભોગસુખને છોડીને ચરમાવતમાં આવેલ જીવ પુરુષાર્થ આચરી ધર્મબીજ-અંકુર વગેરે સંપ્રાપ્ત કરે છે. એવું કહીને પાંચમી વિશી પૂર્ણ કરવામાં આવેલ છે. આ બાબતની સવિસ્તર મીમાંસા અધ્યાત્મસાર, શાસ્ત્રવાત સમુચ્ચય, નયોપદેશ વગેરેમાં ઉપલબ્ધ થાય છે. છઠ્ઠી વિંશિકામાં સદ્ધર્મની વિચારણા કરવામાં આવેલ છે. બીજાદિ ક્રમથી શુભાત્મપરિણામસ્વરૂપ સમ્યગ્દર્શન જીવને પ્રાપ્ત થાય છે. આઠેય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી આયુષ્ય સિવાય સાતેય કર્મની સ્થિતિ અંતઃ કોટાકોટીની થાય ત્યારે જીવ ચરમ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ ક્રિયા કરીને સમ્યગ્દર્શન મેળવે છે. સમકિતની ફળશ્રુતિરૂપે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકય પરિણતિને જીવ અનુભવે છે. વ્યવહારનયથી સમક્તિ ચોથા ગુણઠાણે હોય છે. નિશ્ચયનયથી સમક્તિ સાતમા ગુણઠાણે હોય છે. જો કે સર્વપ્રથમ જીવને આસ્તિકય પ્રાપ્ત થાય છે. પછી ક્રમસર ઉતરતા ક્રમે શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યની પ્રધાનતા સમજવી. સમ્યગ્દર્શન હોય તો જ દાન, શીલ, તપ, ભાવધર્મ શુદ્ધ બને, મોક્ષદાયક બનેઆમ કહીને ગ્રંથકારશ્રીએ છઠ્ઠી વિશી પૂર્ણ કરેલ છે. સાતમી વિંશિકામાં દાનધર્મનું વિવેચન કરવામાં આવેલ છે. દાનના મુખ્ય ત્રણ પ્રકાર છે. જ્ઞાનદાન, અભયદાન, સુપાત્રદાન. ત્રણેય દાનના અધિકારી કોણ ? આ ત્રણેય દાનના વિષય કોણ બને ? દાન આપવાની રીત-વિધિ કઈ ? આ બધી બાબતની સમજણ અહીં આપવામાં આવેલ છે. અનુકંપાદાન પણ અવશ્ય કર્તવ્ય છે. દાનગુણથી જ બીજા ગુણોની પ્રાપ્તિ થાય છે. એવું જણાવીને ૭મી વિંશિ પૂર્ણ કરવામાં આવેલ છે. આઠમી વિંશિકામાં જિનપૂજાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. ઓઘથી પૂજાના અધિકારી અને પૂજાની સામગ્રીની વાત કરી (૧) સમતભદ્રા, (૨) સર્વમંગલા, (૩) સર્વ સિદ્ધિફલાઆમ પૂજાના ત્રણ ભેદ બતાવવામાં આવેલ છે. તે ત્રણેય પૂજામાં ક્રમશઃ કાયા, વચન અને મનની પ્રધાનતા દશર્વિલ છે. આ ત્રણેય પૂજાના ક્રમશઃ અધિકારી સમ્યગ્દષ્ટિ, ઉત્તરગુણધારી શ્રાવક અને પરમશ્રાવક છે. અપુનબંધક જીવને પૂજાના ફળરૂપે માત્ર ધર્મની પ્રાપ્તિ થાય છે. પ્રારંભમાં તે ધર્મ વિશુદ્ધ બળવાન પુણ્યસ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 148